Book Title: Atmashikshabhavnaprakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 104
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( LG ) ત્માના અનુભવ છે તે જ્યારે આત્માજ આત્માને વિચાર કરે છે ત્યારે જ પામે છે, જે અનુભવજ્ઞાનવર્ડ અંતરમાં એકદમ કાચી એ ઘડી સુધી આત્માના આન ંદના દરિયા ઉછળે અને ત્રણ ભુવનમાં જાણે માનદ માતા નથી એવા આત્માનંદ રસના અનુભવ થાય અને એ ઘડી સુધી સર્વ વિશ્વની સાથે સમભાવ અનુભવાય અને તે વખતે રાગ દ્વેષની શૂન્યતા ભાસે તેને આત્મજ્ઞાની પુરૂષ આત્માનુભવ પ્રગટયા – એમ કહે છે. લેખકને એવા આત્માનુભવ ઘણી વખત આવી ગયા પશુ સદાકાળ ટકતા નથી. ક્ષયાપશમ જ્ઞાન, ધ્યાન, સમાધિથી એવા આત્માનુભવ પ્રગટ થાય છે. ચિંતામણિ રત્ન કરતાં અનંત ગણું શ્રેષ્ઠ અનુભવ જ્ઞાન છે. આન દરસના રૃપ અનુભવ છે અને મેાક્ષના ખરેખર માગ અનુભવ જ્ઞાન છે, અને અનુભવ જ્ઞાન તે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. કેવળજ્ઞાનના નાના ભાઈ અનુભવ જ્ઞાન છે. આત્મા ચિદાન દરૂપ છે. ચિન્મય રૂપ છે. જ્ઞાન અને આન ંદ તેજ આત્મા છે. આત્મા છે તે બ્રહ્મા, પ્રભુ, ઇશ્વર, પરમાત્મા, જીન, અિ હુંંત, સિદ્ધ, બુદ્ધ, ખુદા વગેરે અસ ંખ્ય નામવાળા છે અને આત્મા અવિચલ ભાવવાળા છે અને અન ત છે. આત્મા નિ લ યેતિવાળા અને નિરજન છે. સાકાર વસ્તુને સગી છતાં નિ:સ`ગી છે. આકાશની પેઠે મન ત છે. અન ત એવુ આકાશ પણ આત્માના એક પ્રદેશના જ્ઞાનમાં જ્ઞેય રૂપે સમાઇ જાય છે. આત્મા નિરાલખન છે. આત્માને જડ પદાર્થોના આલંબનની જરૂર નથી અને આત્મા સ્વયં ભગવંત છે, એનાથી કેાઈ બીજો મહાન ભગવત નથી, જે સર્વ ભગવત આદિ ક્રયાને પણ પેાતાનામાં જ્ઞેયરૂપે પ્રકાશિત કરે છે તેવા આત્માથી કાઇ બીજો ભગવંત નથી. કમળ જેમ કાદવમાંથી ઉત્પન્ન થાય છે અને કાદવ અને જળ એ એનાથી ઉપર નિલે`પ રહે છે તેમ જ્ઞાની મનુષ્ય, કર્મરૂપ કાદવ અને વિષયભાગરૂપી જળ એએ થકી ઉપર રહીને આત્માને શુદ્ધ કરી પરમાત્મ પદ પામે છે. જ્ઞાની આત્મા પોતાના સ્વભાવમાં રહે છે અને વિભાવના લવલેશ પણ ધારણ કરતા નથી. રાગદ્વેષની વિભાવ દશાને તે હલાહલ વિષ સમાન ગણે છે, અને આત્માના સ્વભાવમાં રમવુ તેને તે અમૃતરસ તરીકે અનુભવે છે. તે પૂર્ણાનદી આત્મા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124