Book Title: Atmashikshabhavnaprakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 113
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન એ શયતાન છે. મનરૂપી શયતાનના કહ્યા પ્રમાણે વતીશ તે તારે કદિ આરો આવવાને નથી અને અનંત દુ:ખના ખાડામાં સદા રખડીશ. તું આત્માની શુદ્ધ સત્ય પ્રેરણા પ્રમાણે વર્તન કર !! અને જૂઠી એવી મનની પ્રેરણાથી ભાઈ ન જા. મન વાણી ને કાયા કરતાં તું અનંતગણે મેટો છે. તે સર્વ જગને પ્રભુ છે. મનને તાબે જો તું ન થાય તે સર્વ વિષયની પ્રભુતાને તું સ્વામી બને છે, અને જો તું મનને તાબે થાય છે તે સર્વ વિષયને ગુલામ બને છે. માટે હે ચેતન ! તું આત્માના શુદ્ધપયોગને ધારણ કર ! ! તું દેહાકાર નથી પરંતુ ચિદાનન્દાકાર છે. તારી પ્રભુતાને પાર નથી. અનંત શક્તિનો તું સ્વામી છે. મનુષ્ય જન્મ વારંવાર મળનાર નથી. મનુષ્ય જન્મથી જ મોક્ષ થાય છે. માટે હવે તું મુક્તિને ખેલ ખેલ!! અને માયાની બાજી પડતી મેલ ! ! આત્માના સ્વરૂપના કહેનારા અને તેના સાંભળનારા, વકતા અને શ્રોતા જ્યારે મળે છે, ત્યારે અધ્યાત્મરસની રેલમછેલ પ્રગટે છે, અને તેઓને દુનિયાનું ભાન કાંઈ રહેતું નથી. એવી દશામાં આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે. આત્માનું જ્ઞાનધન જેમ જેમ વાપરવામાં આવે છે, તેમ તેમ વકતાને અને શ્રોતાને આત્માને અક્ષય ખજાને વિશેષ ને વિશેષ પ્રગટ થતું જાય છે, અને અનંતજ્ઞાન અનંતાનંદ રૂપ અક્ષયનિધિને પ્રાપ્ત કર્યા પછી આત્મા, ત્રણ ભુવનને શહેનશાહ બને છે, તેને દુ:ખને અંશ લેશ પણ રહેતો નથી. તે જન્મ, જરા ને મરણની પેલી પાર જાય છે, અનંત દુઃખને તે ટાળે છે, અને દેહને ત્યાગ કરીને અનંત સિદ્ધોની જાતિમાં આત્મતિએ ભળે છે. મન વાણું દેહ કર્મ, રહિત થયેલો શુદ્ધાત્મા, અનંત સુખ ભરપૂર હોય છે. કેઈપણ પદાર્થની ઉપમાથી સિદ્ધાત્માનું સુખ સરખાવી શકાતું નથી. આવું સુખ હે મનુષ્ય! તારા અંતમાં છે. જ્યાં બાહ્યમાં ભ્રાન્તિથી ભટકે છે ! ચામડી ચુંથવાના ભાગમાં જરા માત્ર પણ સુખ નથી. ખાવાપીવામાં પણ સુખ નથી. શરીરના જીવનથી આત્માનું જીવન જુદા પ્રકારનું છે. આત્માના સુખનો અનુભવ આવ્યા પછી જ આત્માનું સુખ સધાય છે. તર્કવાદ, બુદ્ધિવાદ, અનુમાન પ્રમાણ વિવાદ વિગેરેથી આત્માના સુખનો નિશ્ચય થતો નથી. આત્માના સુખના અનુભવ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124