________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અને એવા સાધ્યને ઉપયોગ રાખીને આત્મામાં રમતા કરવી એજ મોટામાં મોટું સત્ય ધર્મ સાધન છે.
બહિરાત્માઓ પુગલના સુખમાં રાચી માચી રહે છે. તેઓ દેહને ઈદ્રિના ભેગેમજ સુખ માની બેસે છે, અને પાંચ ઇન્દ્રિયના ભેગમાં, લક્ષ્મી, ગાડી, વાડી, લાડી, તાડી આદિ પદાર્થોના લોભે લોભાઈ રહે છે અને તે વસ્તુઓ મળે છતે જાણે પ્રભુ મળ્યા એમ માને છે. પ્રભુને પ્રભુની પ્રાપ્તિને માટે ભજતા નથી, પણ તેઓ કનક કામિની અને અનેક પ્રકારના ભોગે માટે પ્રભુને ભજે છે અને પ્રભુને પણ એવી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મને પુત્ર આપ, પુત્રી આપ, રાજ્ય આપ! લક્ષ્મીભંડાર આપ, પશુઓ આપ! પક્ષીઓ આપ, પૃથ્વી આપ, એમ પ્રાર્થના કર્યા કરે છે, પણ તેઓ જાણતા નથી કે સાંસારિક સુખો બધાં ક્ષણિક હોય છે. બહિરાત્માઓ, બાદો સુખ પ્રાપ્તિ માટે સર્વ પ્રકારનાં પાપ કરવા માટે અને સર્વ કષાયે સેવવામાં જરા માત્ર અચકાતા નથી. બહિરાત્માઓ દુનિયાનું રાજ્ય ઈ છે છે, અને જડ વસ્તુઓ માટે જીવે છે, અને અંતરાત્માઓ આત્મસુખ માટે આત્મામાં જીવે છે, અને મન વાણુ તથા કાયા પર સંયમ રાખે છે. તે અંતરાત્માએ દુનિયામાં દેવે સમાન છે. તેઓ દેને દેષ તરીકે જાણે છે અને ગુણેને ગુણ તરીકે જાણે છે, અને દેને હણને સદ્દગુણે પ્રગટાવવા પુરૂષાર્થ કરે છે.
॥ अथ अंतर् आत्मलक्षण. ॥ पुद्गल खलसंगी परे । सेवे अवसर देख ॥ तनु आसक्त ज्युं लकडी ॥ ज्ञानभेद पद लेख ॥ १६ ॥ बहिर आतम तज आतमा ॥ अंतर आतमरूप । परमातमने ध्यावतां ।। प्रगटे सिद्धस्वरूप ॥ १७ ॥ पुद्गल भाव रुचि नहीं ॥ तापें रहे उदास ।। सो अंतर आतम सही ॥ परमातम परकास ॥१८॥
For Private And Personal Use Only