________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧ ). पुलसे राता रहे ॥ जाने एह निधान ।। तस लोभे लोभ्यो रहे ॥ बहिरातम अभिधान ॥१५॥
ભાવાર્થ–આત્માને અનુભવ તેજ મોટામાં મોટું તીર્થ છે. આત્માના અનુભવ જ્ઞાનરૂપ તીર્થથી મેહન અને અજ્ઞાનને નાશ થાય છે, અને આત્મા છેવટે જ્ઞાન સમાધિથી મોહમાયાને નાશ કરી કેવલજ્ઞાનથી ઝળહળે છે, અને તેથી જન્મ જરા મરણના અનંત ફેરાનો નાશ થાય છે. આત્માના કેવલજ્ઞાનને અંત આવત નથી. કેવલજ્ઞાન અનંત અપાર છે. આત્માનુભવી આત્માના સ્વભાવે ઝળહળે છે તે સ્વતંત્ર થાય છે. સર્વ ભય દુ:ખથી મુક્ત થાય છે, તે કેઈનાથી ભય પામતો નથી, અને તે કોઈને મારતો નથી અને કઈ તેને મારતું નથી. તે સર્વ વિશ્વને પોતાના આત્મામાં દેખે છે, અને આત્માને સર્વ વિશ્વમાં દેખે છે. તેનું હદય સ્વર્ગ બની રહે છે. તેને આત્મા જીવતાં મોક્ષસ્વરૂપી બની રહે છે. આત્મા ત્રણ પ્રકારન છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. જ્યાં સુધી દેહ વાણી મન પંચભૂત જડમાં આત્મબુદ્ધિ હોય છે, ત્યાં સુધી બહિરાત્મા હોય છે. બહિરામાઓ રાશી લાખ જીવનિમાં અનંત અનંત કાળચક સુધી ભમ્યા કરે છે અને ભમશે. જ્યારે મન વાણી કાયાથી પિતાનો આત્મા ભિન્ન દેખાય છે તથા દેહમાં રહ્યો છતે આત્મા દેહથકી ભિન્ન અનુભવાય છે, આત્માસ્વયં આનંદ અને જ્ઞાનરૂપે અનુભવાય છે. જ્ઞાન અને આનંદરૂપ આત્મા છે એ પિતાને દઢ નિશ્ચય થાય છે અને જ્યારે આત્મા છે તેજ કર્મના નાશથકી સ્વયં પરમાત્મા બને છે, એ સમન્ જ્ઞાનથી નિશ્ચય થાય છે ત્યારે બહિરાત્મા છે તે પોતે જ અંતરાત્મા થાય છે, અને અંતરાત્મા, પંચ મહાવ્રત પાળે છે, અષ્ટાંગ યોગનો અભ્યાસ કરે છે, પંચાચાર પાળે છે. જ્ઞાન ધ્યાન સમાધિમાં રમણ કરે છે, આત્મામાં જ આત્મદૃષ્ટિ ધારણ કરે છે અને શુકલધ્યાન ધરીને જ્યારે તે કેવલજ્ઞાન પામે છે ત્યારે તે પરમાત્મા થાય છે. બહિરાત્મામાંથી અંતરાત્મામાં જવું અને અંતરાત્મામાંથી પરમાત્મામાં જવું એજ સર્વધર્મ સાધનને મુખ્ય ઉદ્દેશ
For Private And Personal Use Only