________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૩). ખરેખરી લગની પ્રગટ થાય છે અને આત્મા સર્વ દોષનો નાશ કરવા માટે ખરેખરો ઉત્સાહી બની જાય છે, તથા પૂર્વ કર્મને ૫શ્ચાત્તાપ કરીને આમાં ખરેખર વિશુદ્ધ બને છે. આત્મશિક્ષાના દુહાઓમાં આત્મ સિદ્ધાંત છે, અને તેમાં તત્ત્વજ્ઞાન ભર્યું છે. તેમના રચેલા દુહાઓ જ્ઞાન વૈરાગ્ય અને સારી ભાવનાના અર્થથી છલોછલ ઉભરાઈ જાય છે તેથી તે દુહાઓ વાંચતાં ઘણી મઝા પડે છે.
आतमशिक्षा भावना ॥ तास शिष्य मनरंग ॥ प्रेमविजय प्रेमे करी ।। उलट पाणी अंग ॥ १८० ॥ रत्नहर्ष विबुध मुझ ॥ बंधु तास पसाय ॥ तस सानिध ग्रंथ में कर्यो । मन धरी हर्ष अपार ॥ १८१॥ मूढ मति छे माहरी ।। कवि मत करजो हास ॥ कृपा करी मुज उपरे ॥शुद्धि करजो खास ।। १८२ ॥
ભાવાર્થ-તેણે એકસોને પંચાશી દુહા રચીને દુનિયાના લેકે ઉપર મોટો ઉપકાર કરે છે, તેમણે ધર્મપ્રેમની લગની લગાવીને કર્મ રાજા ઉપર વિજય મેળવ્યો, તેથી તેમનું પ્રેમવિજયનામ સાર્થક થયું છે. હવે આત્મશિક્ષાના વિવેચનકાર પોતાના પદગુરૂ પરં. પરાની પ્રશસ્તિ જણાવે છે, શ્રી જગળુરૂ શ્રી હીરવિજયસૂરિ મહારાજના શિષ્ય શ્રી સહજસાગર ઉપાધ્યાય થયા, તે મહાગીતાર્થ હતા. સ્વપર સર્વ શાસ્ત્રના જ્ઞાતા, ઉત્તમ ચારિત્રી, આત્માથી ઉપાધ્યાય થયા. તેમના શિષ્ય શ્રી જયસાગર વાચક થયા કે જે મહા પંડિત શિરોમણિ મહા સાધુ હતા, મોક્ષાથી જ્ઞાની બાની સમાધિમંત સમભાવી પંચમહાવ્રતધારી ઉપાધ્યાય તે થયા. તેમની પટ્ટપરંપરા અનુક્રમે વિ. સં. ૧૮૮૦ લગભગમાં શ્રી મયાસાગરજી મહારાજે ચારિત્ર અંગીકાર કર્યું. તે કિયાપાત્ર, પંડિત, સંગી, વેરાગી, ત્યાગી, પંચમહાવ્રતધારી, પંચાચાર પાલક, અને અપ્રમાદિ એવા ઉત્તમ સાધુ થયા. તેમની પાટે તેમના શિષ્ય ઉગ્ર તપસ્વી, નિર્દોષ ચારિત્ર પાલક, સંવેગી, આ. ભાથી, ઉત્કૃષ્ટક્રિયાપાત્ર, સિદ્ધાંત કુશળ, વચન સિદ્ધ, મહાપુરૂષ શ્રી નેમિસાગરજી મહારાજ થયા, તેમણે વિ. સં. ૧૮૯૦ લગભગમાં દીક્ષા
For Private And Personal Use Only