________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેલી વાત નથી. કંચન અને કામિનીના વિચારે સ્વપ્નમાં ન ધાયો આવીને પ્રગટે છે. કંચન અને કામિનીનો ત્યાગ કરે, તેને અંશ માત્ર પણ રાગ ન રહે અને જ્યારે તેના ઉપર તિરસ્કાર છૂટે છે અને તેને સંગ જ્યારે દુ:ખકર જણાય છે ત્યારે ચારિત્ર અંગીકાર કરી શકાય છે. દુનિયાના ભાવે જ્યારે મરાય છે ત્યારે ચારિત્રભાવે જીવાય છે. અનેક ભવના કંચન અને કામિનીના વિચારો એકદમ ટાળ્યા ટળતા નથી, વૈરાગ્ય અને ત્યાગના વિચારોથી પ્રગટતા મેહના વિચારે નષ્ટ થાય છે. કાચા કુમારે એક હજાર મુનિની સાથે દીક્ષા અંગીકાર કરી અને સંસારના સુખેને વિષ્ઠા સમાન માન્યાં, તથા સંસારની કીર્તિ-પ્રતિષ્ઠાને ભૂંડની વિષ્ટા જેવી જાણી, ધન્ય છે એવા મુનિઓને કે જેઓએ ચારિત્ર અંગીકાર કરી એક્ષપદ પ્રાપ્ત કર્યું. શિવકુમારે બાર વરસ સુધી આંબીલ તપ અને છઠ્ઠ તપ આ દર્યું અને દ્રવ્યભાવથી શીયળવ્રત પાળી ઉત્તમ ગતિ ભજનારા થયા. ધન્ય છે! તેવા મહામુનિવરને ! અને ધન્ય છે તેમના ત્યાગ વૈરાગ્યને!! શ્રી પાટલીપુત્રના રહેવાસી અને શકતાલ મંત્રીના પુત્ર એવા સ્થલ ભદ્રજીએ પોતાના પિતાનું મરણ સાંભળી મંત્રીપદન લેતાં સંભૂતિ સૂરિની પાસે દીક્ષા અંગીકાર કરી અને અનેક ધર્મશાસ્ત્રોને અભ્યાસ કર્યો અને ગુરૂના આદેશથી પરિચિતવેશ્યાના મંદિરમાં માસું રહેવા ગયા, ત્યાં અનેક લાલચેથી વેશ્યાએ લલચાવ્યા, કામાતુર બનાવવા માટે અનેક પ્રકારના આહાર જમાડય અને અન્ય નેક પ્રકારની કામની ચેષ્ટાઓ કરી, તે પણ જેણે બ્રહ્મચર્ય ખંડિત ર્યું નહિ અને ઉલટું કોશ્યાને પ્રતિબધી જૈન બનાવી શ્રાવિકાનાં બાર વ્રત અંગીકાર કરાવ્યાં. તેમણે કામના ઘરમાં રહીને કામને નાશ કર્યો. એજ કેશ્યાના મંદિરમાં બીજી વખત એક બીજા સિંહ ગુફાવાસી સાધુ આવીને ચોમાસુ રહ્યા પણ તેનું કારણ કેશ્યા જાણી ગઈ અને સિંહગુફાવાસી સાધુને કામી બનાવી દીધા, પછી પુન: તેણીએ તેમને પ્રતિબંધ આપીને બ્રહ્મચર્યમાં સ્થિર કર્યા અને સિંહ ગુફાવાસી સાધુએ પણ સ્થલભદ્રનાં વખાણ કર્યા. સ્થૂલભદ્ર મુનિ વરનું ચોરાશી વીશી સુધી નામ અમર રહેશે.
For Private And Personal Use Only