________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨) કુલવટને ત્યાગ કરીને તે નટ બની ગયે અને નટની સર્વ કળા શીખે ત્યારે નટે તેને પોતાની પુત્રી પરણાવી. અને નટવિદ્યામાં દક્ષ કર્યો. એક વખત તે એક નગરના રાજાની પાસે નાચવા ગયો. રાજાએ મેટી સભા ભરી અને ઈલાચીકુમારનો ખેલ જોવા લાગ્યું. વાંસ ઉપર ઈલાચીકુમાર ચલ્ય અને નીચે તેની સ્ત્રી ઢેલકુ વગાડવા લાગી. રાજાની દ્રષ્ટિ, ઈલાચીકુમારની નટડી સ્ત્રી ઉપર પડી અને રાજ, નટડી ઉપર મોહિત થઈ ગયો. પછી તેણે ધાર્યું કે જે આ નટ નાચતાં નાચતાં પડે તે હું આ નટડીને મારી રી બનાવું, એમ કપટકળા કરીને રાજા ઈલાચીકુમાર નટની પાસે વધારે વધારે ખેલ કરાવવા લાગ્યું અને દાન આપતાં ઘણી વાર કરી. ઇલાચીએ આખરે રાજાનું મન જાણું લીધું. એવામાં વાંસ ઉપરથી ઈલાચીકુમારની દૃષ્ટિ એક શેઠના ઘરમાં સાધુ વહોરવા ગયા હતા તેના ઉપર પડી. શેઠની સ્ત્રી પદ્મિની હતી, તે રંભાના કરતાં પણ અત્યંત રૂપવતી હતી. તે સાધુને મેદાને થાળ ભરી વહોરાવા લાગી તોપણ મહારાજે તે વહોરવાની ના પાડી. તે દેખીને ઈલાચી કુમારના મનમાંસાધુની નિ:સ્પૃહતા ઉપર ઘણી રૂચિ પ્રગટી, અને મનમાં વિચાર કરવા લાગ્યો કે ધન્ય છે! આવા મુનિને !! કે જે મારી સ્ત્રીના કરતાં અનંત ગણી રૂપાળી એવી શેઠની સ્ત્રીના સામું પણ જોતા નથી અને લાડુની પણ ઈચછા રાખતા નથી જ્યારે હું કયાં કે જે આ નટડી ઉપર મેહ પામે અને ક્યાં આ રાજા કે જે મારી સ્ત્રી ઉપર મોહિત થયો છે! એમ વિચારી વૈરાગ્યની ભાવના ભાવવા લાગે, અને તેના હદયમાં કેવલજ્ઞાન પ્રગટયું અને દેએ તેનો મહિમા કર્યો, રાજાને પણ બંધ થયે અને તેને પણ પોતાની ભૂલને પશ્ચાત્તાપ થતાં કેવલજ્ઞાન પ્રગટ થયું. ધન્ય છે. એવા ઈલાયચીકુમારને !! कर्मवशे आषाढ मुनि ॥ भरतनो नाटक कीध ॥ अनित्यभावना भावतां । तीणे तिहां केवल लीध ॥ १२७॥ सुशिष्य पंथक मुनि ॥ गुरुप्रमाद कीयो दूर ॥ ગુંન્નમરિ અસ વર તે વંતુ ગુપમૂર | ૨૦ ||
For Private And Personal Use Only