________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬) કેવલજ્ઞાન થયું છે. ત્યારે તેમના ગુરૂએ તેમને વાંદીને ખમાવ્યા, તેથી તેમને પણ કેવળજ્ઞાન થયું. ક્ષમા જેવું કોઈ મોટું તપ નથી, કરડે વર્ષનું તપ પણ બે ઘડીની ક્ષમાને પહોંચી શકતું નથી. કોલ, વેર વિગેરે કષાને દબાવવા, એ બાહ્ય ઉપવા કરતાં અનંતગણું મોટું તપ છે, કે જે એવા મોટા તપને કૂરગડુએ કર્યું, અને મોક્ષે ગયા.
खट खंड राज हेला तजी ॥ लीधो संयम भार ॥ खट दस रोग इहां सह्या ।। श्री श्री सनत्कुमार ॥ १३२ ॥ पंखी प्राणज राखवा ॥ करी खंडोखंड निज देह ॥ मेघरथ रायतणे भवे ॥ प्रसन्न हुवा सुर तेह ॥ १३३ ॥ वीर वंदी गुमानसुं ॥ दसार्णभद्र नरसिंह ॥ सुरपति पाये लगाडीओ ॥ जग राखी जीणे लीह ॥१३४॥
ભાવાર્થ-શ્રી સનતકુમાર ચકવતી હતા અને તે છ ખંડના ધણી હતા. દેના રૂપને પણ જીતે એવું તેમનું રૂપ હતું. ઇંદ્ર એક દેવની આગળ તેમના રૂપની પ્રશંસા કરી. દેવે તેમનું રૂપ જેવા આવ્યા અને ઘણુ ખુશી થયા. સનતકુમારે કહ્યું કે, હું ન્હોઉં ત્યારે મારું ખરૂં રૂપજે. આમ તેમણે રૂપનું અભિમાન કર્યું, તેથી નાન કર્યા પછી તેમના શરીરમાં સોળ મહાન્ રોગો ઉત્પન્ન થયા, એમ દેવે જણાવ્યું તેથી તેમણે વૈરાગ્યભાવથી દીક્ષા અંગીકાર કરી, અને મડા ઘોર તપ તપવા લાગ્યા. એ તપના પ્રભાવે તેમના આત્મામાં ઘણી લબ્ધિયે ઉત્પન્ન થઈ તેપણ તેમણે રોગને સહન કર્યો. પિતાના થુંકના અડકવાથી સ્વ શરીર સેના જેવું થઈ જાય એવી તેમને લ. બ્ધિયે ઉત્પન્ન થઈ છતાં પોતાની દવા કરવા આવનાર દેવને કહ્યું કે, મારામાં આવી લબ્ધિ છે કે થુંકથી શરીર સેના જેવું કરી નાખું પણ મારે પ્રારબ્ધ કર્મ ભોગવવાં છે, માટે દવાની જરૂર નથી. તેમણે સમભાવપૂર્વક તપ તપી પરમાત્મપદવીને પ્રાપ્ત કરી. ધન્ય છે એવા મુનિવરને !! શ્રી શાંતિનાથ તીર્થકર ભગવાનના પૂર્વ ભવના રાજા મેઘરથે એક પારેવાની દયા માટે પોતાના શરીરના કટકે કટકા કરીને તળવાના કાંટામાં નાખ્યા અને દેવની પરીક્ષામાં પાસ થયા.
For Private And Personal Use Only