________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દમયંતીને વિગ થયે અને તેથી દમયંતી વગડામાં રખડી અને મહા દુઃખ પાવી. અશુભ કર્મથી તેણીએ ઘણું દુ:ખ વેઠયું અને નળરાજાને પણ ઘણું દુ:ખ વેઠવું પડયું. છેવટે પુણ્યના ઉદયથી બંનેને સંયોગ થયે. તાપ અને ટાઢની પેઠે સુખ દુઃખ આવ્યા કરે છે. શાતા અને અશાતાનાં ઉદય ચક્રો વારંવાર સર્વ પર આવ્યા કરે છે. માટે સુખ આવે અહંકાર ન કરે જોઈએ અને દુઃખ આવે દીન ન બનવું જોઈએ. સુખ કંઈ સદાકાળ રહેતું નથી. તેમજ દુઃખ પણ સદાકાળ રહેતું નથી. કર્મને ઉદય ભેગવ્યા વિના કોઈને છુટકે થતો નથી. માટે વિપત્તિ, સંકટ, રોગ, ઉપસર્ગ, અને પરિસહ આવતાં ગભરાઈ ન જવું જોઈએ, પણ સમભાવથી આત્મહૈયે ધારણ કરી આત્માને પરમાત્મા બનાવો એજ મનુષ્યજન્મનું કર્તવ્ય છે. कलावती कर छेदीया । द्रुपदी कादयां चीर ॥ भगनिधीज सीता कयु । शीलगुणे भर्यु नीर ॥१३६ ॥ चंदना चरण मृगावती । निज खमावी अपराध ॥ केवल लही गुरुणी दीओ। दो जीव टन्यो विखवाद।। १४० ।। चंद कलंक सायर । खारो कीधो किरतार ॥ नवसें नवाणुं नदीतणो । देखो ए भरतार ॥१४१ ।
ભાવાર્થ-કમની વિચિત્ર ગતિ છે. કલાવતીના બે હાથ છેદાયા પણ તેના શીળના પ્રભાવથી દેવતાએ બે હાથ સારા કર્યા. સતીઓ પર પણ કલંક આવ્યા વિના રહેતું નથી. દુનિયામાં પડી મોટી સતી ગણાય છે. તેના ઉપર પણ સંકટ આવ્યું અને ધૃતરાષ્ટ્ર રાજની સમક્ષ તેનાં ચીર તણાયાં. દુર્યોધને તથા શાસને દ્રૌપદીના વસ ખેંચ્યાં અને દેવતાઓએ નવાં નવાં વસ્ત્ર પૂરવા માંડ્યાં, તે વખતે પાંડવોની આંખમાં ઘણે ક્રોધ પ્રગટ્યો અને દુરશાસનને મારવામાટે ભીમે પ્રતિજ્ઞા કરી. છેવટે આવા જ કારણને લઈને હિંદુસ્થાનમાં મહાભારત યુદ્ધ થયું અને ત્યારથી જ હિંદુસ્થાનની પડતી થઈ. રામની પતિવ્રતા સ્ત્રી સીતા હતી, તેણે રાવણની પ્રાર્થ
For Private And Personal Use Only