________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨) નાને પણ લાત મારી હતી અને રાવણ પણ તેનાથી બહીને દૂર દૂર ઉભે રહેતે હતે. સીતાથી રાવણ બીતે હતું તેની પાસે પણ આ વતો નહોતે. સીતાને માટે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું તેમાં રાવણ મરી ગયે, અને રામ અયોધ્યામાં આવ્યા. લેકએ સીતાની આડી ખરાબ વાત ઉડાડી કે સીતા પતિવ્રતા સ્ત્રી નથી, એમ કે કહેવા લાગ્યા, રામે પણ એ વાત સાંભળી, અને લોકાપવાદથી ભય પામીને સીતાને વનમાં મોકલાવી દીધી. સીતાને લવ ને કુશ બે પુત્ર થયા, રામ ને રામના પુત્રો વચ્ચે યુદ્ધ થયું, તેથી સીતાની ખબર થઈ. સીતાએ અગ્નિના કુંડમાં લાકડાં ભય અને સળગાવી તેના ઉપર ચાલી ગયાં. અગ્નિનું જળ થઈ ગયું અને તેના સતીપણની લોકોની ખાત્રી થઈ અને તે મહાસતી તરીકે ગણુ! સીતાએ પૂર્વભવમાં એક તપસ્વી મુનિ ઉપર કલંક મૂકયું હતું તેથી સીતાને આ ભવમાં કલંક ચઢયું. કર્મને ઉદય સર્વ જીવોને ભેગવ પડે છે. મૃગાવતીએ ચંદના કે જે પોતાની ગુરૂણી હતી તેને ખમાવી હતી તેથી તેને ખમાવતાં રાત્રીમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ધન્ય છે એવી સાવીને !! મૃગાવતીને કેવળજ્ઞાન થયેલું જાણુને ચંદનાએ મૃગાવતીને ખમાવી એટલે ચંદનાને પણ કેવળજ્ઞાન થયું. ધન્ય છે એવી સાધ્વીઓને !! ચંદ્રમાને હરણનું કલંક છે અને કુદરતે નવસે નવાણુ નદીઓના સ્વામી એવા સાગરને પાર કર્યો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર જેવાને પણ કમે છોડ્યા નહીં, તે બીજાને તે શે ભાર? દુનિયામાં જે જે મહાપુરૂ થઈ ગયા છે તે સર્વને સંકટ વિપત્તિ દુ:ખ પડ્યાં છે. શ્રી મહાવીર પ્રભુને ધ્યાન અવસ્થામાં અનેક વિપત્તિ પડી. દેવે પણ તેમની પરીક્ષા કરવા માટે તેમને ઉપસર્ગ કર્યા અને તેમને દુઃખ આપ્યું. મુસલમાન ધર્મના સ્થાપક મહંમદ પેગંબર સાહેબને પણ અરબસ્તાનમાં ડુંગરે ડુંગરે ભટકવું પડયું અને ગુફાઓમાં સંતાવું પડયું. કાશી નગરીમાં ૌતમબુદ્ધના ઉપર બ્રાહ્મણેએ વ્યભિચારનું કલંક મૂકયું. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈશુ હતા! યહુદીઓએ ઈશુને ફાંસીએ લટકાવ્યા. પાસી ધર્મના સંસ્થાપક જરસ્થાસ્થને પણ જરથ્થસ્થ ધર્મ સ્થાપન કરવામાં પણ ઘણાં દુ:ખ સહન કરવાં પડ્યાં. સ્વામિનારાયણને પણ
For Private And Personal Use Only