________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ો ) મહાવીર સ્વામીનું શરણ કરીને સમભાવ ધારણ કર્યો, તેથી અર્જુનમાલીના શરીરમાંથી યક્ષ નીકળી ગયે. શેઠે અર્જુનમાલીને બધ આપે અને તેને પ્રભુ મહાવીર દેવનાં દર્શન કરવા લઈ ગયા. અર્જુનમાલીએ શ્રી મહાવીર પ્રભુનું વ્યાખ્યાન સાંભળી દીક્ષા અંગીકાર કરી અને રાજગૃહીની બહાર કાઉસ્સગ્ગાને રહ્યા. લોકોએ તેના પર પથરા માર્યા, ઈટ મારી તે પણ તેમણે સમભાવ ધારણ કર્યો. કઈ કઈ વખત તે તે ઇંટોના ઢગલામાં ઢંકાઈ જતા હતા. રાજગૃહીના ચારે દરવાજે તેમણે ધ્યાન ધર્યું અને સમભાવથી લકોના ઉપસર્ગ સહન કરીને કેવલજ્ઞાન પામ્યા અને મોક્ષમાં ગયા. ધન્ય છે એવા મુનિવરને !! તેમના પગલે ચાલી તેમના જેવી સમભાવદશા પ્રાપ્ત કવી જોઈએ. એવી સમભાવદશા પ્રાપ્ત થયાથી અનંત ભવનાં મહાઘોર કર્મ પણ છૂટી જાય છે. मुनिपति मुनि काउसग्ग रही ॥ अगनि दाधी देह ।। પસિંહ સહી વી વી . અમર વધુ ધરી સનેદ ૧૨૩ | वंस उपर नाटक करी ॥ एलाचीपुत्र सुकुमार ॥ जातिस्मरण उपनु ॥ ज्ञान अनंत अपार ॥ १२६ ॥
ભાવાર્થ–મુનિપતિ મુનિ, કાઉસગ ધ્યાનમાં સ્થિર રહ્યા હતા, તેમની કાયા, લાગેલી અગ્નિથી દાઝી ગઈ, પણ તેમણે અગ્નિને પરિષડ સહન કરીને અમર વધુની પ્રાપ્તિ કરી. ઈલાચીકુમાર એક શેઠના પુત્ર હતા, બાલ્યાવસ્થામાં તેમણે બહેતર કળાનું શિક્ષણ લીધું હતું. રૂપે દેવકુમાર જેવા હતા. તેના નગરમાં એક નટનું ટોળું નાચવા આવ્યું, તેમાં એક નટની પુત્રી હતી, તે રૂપે રંભા સમાન સોંદર્યવંતી હતી. તે નટડીની પુત્રી ચોસઠ કળામાં કુશળ હતી, અને તે વાંસ ઉપર ચડીને અનેક પ્રકારના ખેલ કરતી હતી. તેને દેખીને ઈલાચીકુમાર તેના ઉપર આસક્ત થયા ! તેણીને પિતાની સ્ત્રી બનાવવા માટે નટને વાત કરી, નટે ઈલાચીકુમારને કહ્યું કે તારે જે મારી પુત્રીને વરવાની ઈચ્છા હોય તે તું નટ થા!! ઈલાચીકુમારે નટ થવાની વાત કબૂલ કરી, અને નાતજાત,
For Private And Personal Use Only