________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ ) વિશુદ્ધ કરવું જોઈએ. ખરાબ વિચારોને ત્યાગ કરે જોઈએ અને મન ઉપર કાબુ રાખતાં શીખવું જોઈએ. જ્યાં સુધી મન ઉપર કાબુ ન આવે ત્યાંસુધી મિથુનવૃત્તિ ઉત્તેજક બાહ્ય સંયોગોથી દૂર રહેવું જોઈએ, અને સાત્વિક આહાર પાનથી શરીરનું પોષણ કરવું જોઈએ, અને વ્યભિચારી સ્ત્રી પુરૂના સંગને ત્યાગ કરે જોઈએ. આત્માના સુખને માટે દેહસુખ ત્યાગ કરનારા તથા દેહની મમતા ત્યાગ કરનારા અને દેહ મરણ ભીતિને ત્યાગ કરનારા મહાત્માઓનાં અનેક દષ્ટાંત છે.
वरस दिवस काउस्सग कीयो । बाहुबली अणगार ॥ માન પગથી કર્યો તવ તૈયો વત્ત સાર ૧૧૭ | गजसुकुमाल शिर सोमले । देखी धर्या अंगार ॥ સમતા પસાથે તે વસ્તી | પામ્યા મને પાર ! ૧૧ | मेतारज शिर सोनीये । वाधर वेंट्यो धरी खेद ॥ નિષ મન કામગ રાવો . જીયો સંસારનો છે ! ૧૧ /
ભાવાર્થ-શ્રી બાહુબળીએ ભરતરાજાને પાંચ પ્રકારના યુદ્ધમાં હરાવ્યા અને પછી દીક્ષા અંગીકાર કરી. પોતાના નાના ભાઈઓને જે શ્રી ઋષભદેવ ભગવાનની પાસે જવાય તો વાંદવા પડે, તેથી શ્રી ઋષભદેવ પાસે નહીં જતાં તે વગડામાં કાઉસ્સગ ધ્યાને રહ્યા. એક વર્ષ સુધી કાઉસ્સગ ધ્યાને સ્થિર આસનથી રહ્યા અને તેમના શરીર ઉપર વેલડીએ વીંટાઈ ગઈ અને તે આજુબાજુના ઉગેલા ઘાસમાં ઢંકાઈ ગયા. લાકડાના ઠુંઠા જેવા જાણીને ચકલાંઓએ તે પર માળા કર્યા અને ખીસકેલાં તેમના શરીર પર ચઢીને રમવા લાગ્યાં અને તેમના મસ્તક ઉપર અનેક પંખીઓ આવીને બેસતાં હતાં અને સર્પો વગેરે ચકલાંનાં બચ્ચાં ખાવા માટે શરીર ઉપર ફર્યા કરતા હતા. તેમના પ્રચંડ બળવાન શરીર ઉપર વૈશાખ માસનો ઉગ્ર તાપ પડતું હતું, તથા માઘ મહીનાનું ઘણું શીતળ બરફ તથા ટાઢ પડતી હતી, તથા ચોમાસાનો મુશળધાર વરસાદ તેમના શરીર ઉપર પડતો હતો, પણ તેઓ નિશ્ચળ કાઉસગ ધ્યાને રહ્યા હતા, જરા પણ ડગતા નહોતા, પણ નાનાભાઈને ન વાંદવા, એ
For Private And Personal Use Only