Book Title: Ashok Charit
Author(s): R R Devdutta
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ ૧૦ દયામય વિચારાની નમ્રતાને માટેની જવાબદારી મે' અશોકના ઉપર નાખી છે ( અને એમના મતે એ સમ્રાટ્ તેને લાયક નથી ), એ ઉક્ત અપવાદ છે. તેઓ કહે છે કે, “ઔદ્ઘપંચના શાંતિવાદે લાંબા કાળે અમુક લેાકાને નબળા બનાવી દીધા હાય ઍ બનવાજોગ છે; ફક્ત તેમને કાય કરવા માટે ઓછા લાયક બનાવી દેવા કરતાં વધારે નમ્ર તેણે કરી મુકયા નથી.......આપણે જે આદર્શીવાદથી તથા ઊંડી ધાર્મિકતાયો જાણીતા છીએ તેને જીસ્સા તેનામાં હતેા તેને જ સ્વીકાર કરવાનું હું વધારે પસંદ કરૂં છું; કારણ કે, એથી હિંદુસ્તાનના પ્રાચીન સમગ્ર ભૂતકાળ સચેતન થાય છે, અને બાહ્ય વિજયાની સિદ્ધિથી તેણે હિંદુસ્તાનને વિમુખ રાખ્યા છે તેના કરતાં કદાચ વધારે મેટી આધ્યાત્મિક પ્રતિષ્ઠાની હિમાયત તેણે કરી છે. એ સિદ્ધિને માટે હિંદુસ્તાનને તેણે કદી પણ ચાગ્ય કર્યું હતું કે કેમ એ શાંકાસ્પદ છે. ” આથી કરીને એ વિદ્વાને મહેરબાની કરીને ખુલા ૧. મને પેાતાને ન્યાય આપવાને માટે મારે કહેવું જોઇએ કે, આ વિચાર પણ મને સૂઝયા હતા; પરંતુ તેને છેડી દેવાની ફરજ મને પડી હતી; કારણ કે, અશેકની અને તેની પછી થએલા ગ્રીસવાસીઓના હુમલાની વચ્ચેના સમય અતિશય ટૂંકા હતા. અશોક આશરે ઈ. સ. પૂ. ૨૩૬ માં મરી ગયા હતા, એમ મનાય છે; અને સૌથી પહેલા હુમલા કરનાર બેક્ટ્રિયાના ગ્રીસવાસી યુથીડેમસનું મૃત્યુ આશરે ઇ. સ. પૂ.૧૯૦ માં થયું હતું, એમ ધારવામાં આવે છે. આમ ભાગ્યે જ પચાસ વર્ષના અંતર રહે છે; અને વળી તેટલી મુદ્દતમાં પણ મહાન અઢિયાકસે મૌર્ય સામ્રાજ્યની વાયવ્યખૂણાની સરહદના ઉપર ફતેહમીથી હુમલા કરેલા, એમ જણાવાય છે ( “ કૅમ્બ્રિજ હિસ્ટરી આફ ઇંડિયા, પૃ. ૪૪૨ અને ૪૪૪ ). આમ અશાકના મૃત્યુની પછી લગભગ તુ જ ગ્રીસવાસીઓને હુમલા થવા પામ્યા હતા. ૌપથ પેાતે ફેલાઈને લેાકાને તેમ જ ખાસકરીને મગધના લશ્કરને —જે લશ્કરની સામે થતાં સિક ંદરનાં માણસે બીતાં હતાં અને તેની પછીના સમયમાં સેલ્યુકસનાં લશ્કરને જેણે પાછાં હઠાવ્યાં હતાં તે લશ્કરને– લશ્કરી ધંધાને માટે નાલાયક બનાવી મુકવા જેટલા નમ્ર અને શાંત કરી દે તેને માટે પૂરતા વખત એથી તેને મળે છે? r .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 350