________________
સેનાતું અને પ્રે. મ્યુલર સાહેબે અશોકનાં શાસનતાં ભાષાંતર કરેલી તેમ જ તેમના સંબંધમાં ટીકાઓ લખેલી તે મારી સમક્ષ મોજુદ હતાં. મે આ તમામ ગ્રંથોમાંનાં લખાણેને બારીક અભ્યાસ કર્યો. પરંતુ મેં. સેનાતકૃત “પિયસિના શિલાલેખે” નું અંગ્રેજી ભાષાંતર “ઈડિયન ઍટિકવેરી” માં પ્રસિદ્ધ થયું હતું તેમાં મને જેવો રસ પડયો હતો તથા તેનાથી મને જેટલો લાભ થયો હતે તેવો રસ બીજા કશા લખાણમાં મને પડયો નહિ અને તેટલે લાભ બીજા કશા લખાણથી મને થયો નહિ. ક્રાંસના એ વિદ્વાન સાહેબ શિલાલેખ વગેરેના સાચા અભ્યાસી છે તેમ જ સંસ્કૃત તથા પાલિ અને પ્રાકૃત ભાષાના ખરા અભ્યાસી છે એટલું જ નહિ, પણ અશોકના વિવિધ શિલાલેખોમાં છૂટીછવાયી જે હકીકત આપવામાં આવેલી છે તેને પરસ્પર સંબંધ સાચવતા સુસંબદ્ધ સાહિત્યરૂપે ગઠવવાનો આશય ધરાવતા સાચ | ઇતિહાસકાર છે, એમ તુર્ત મને જણાઈ આવ્યું. આમ આ ગ્રંથના ચોથા પ્રકરણમાં અપની અથવા તેના શિલાલેખેની સ્થિતિ સાલવારીના અનુક્રમે દર્શાવવામાં આવી છે એટલું જ નહિ, પણ તેના સામ્રાજ્યને વિસ્તાર, તેની રાજ્યપદ્ધતિ, તેના સ્વતંત્ર પાડોસીઓ, ગ્રીસની દુનિયાની સાથે તેને સંબંધ, તેણે કરેલે બૌદ્ધપંથનો સ્વીકાર, તેના ધર્મનું સ્વરૂપ, વગેરે વગેરે બાબતે પણ તેમાં દર્શાવવામાં આવેલી છે. અશોકનાં લખાણોનો રીતસર અભ્યાસ કરીને તેને ઇતિહાસ કેવી રીતે ઊપજાવી કાઢવો, એને રસ્તે સૈાથી પહેલાં બતાવનાર તે મેં. સેના જ હતા.
આમ વાચકને સમજાઈ આવશે કે, હિંદુસ્તાનના ઇતિહાસના ઉપર અશોકના શિલાલેખોથી કેવી જાતને પ્રકાશ પડે છે, એ શોધી કાઢવાના હેતુથી લગભગ પચીસ વર્ષથી મારે એ શિલાલેખેને અભ્યાસ ચાલૂ છે. મેં કાંઈ પણ ખરેખરી પ્રગતિ કરી છે કે કેમ, એ તે વિદ્વાને અને ઇતિહાસકારે જ કહી શકે. તેમ છતાં પણ, મારો પ્રયાસ કેટલા અંશે સફળ થયા છે, એ જાણવાની ઇતેજરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com