________________
એડમંડ ડાટે તથા કાગળ આપતાં જોયા હતા. પાકીટ તો ડાન્ટેએ એબ્રા પહોંચાડ્યું છે, પરંતુ એક કાગળ હજુ રહ્યો. તે કદાચ તમારે માટે હેય, એમ માની મેં પૂછ્યું હતું, સાહેબ.'
એટલામાં ડાન્ટ કામકાજ પતાવીને પાછો આવ્યો, એટલે ડેગ્યુર્સ પહેલાંની જેમ દૂર ખસી ગયો. વહાણનું બધું કામ રાબેતા મુજબ પવું જાણીને મૉરેલે સંતેષ વ્યક્ત કર્યો તથા ડાન્ટેને પોતાને ત્યાં જમવા આવવા કહ્યું. ડાન્ટેએ નમ્રતાથી જવાબ આપ્યો, “મારા વૃદ્ધ પિતા મારી ચિંતા કરતા હશે, તેમની પાસે તરત જ જવા મને પરવાનગી આપશો; જો કે જમવાનું નિમંત્રણ આપીને મને જે બહુમાન આપે આપ્યું છે, તેની કિંમત હું સમજું છું.’
તમો બાપ-દીકરાને એકબીજા માટે કેટલું વહાલ છે, તે હું જાણું છું. પરંતુ તેમને મળી આવ્યા બાદ તું આવે તો પણ ચાલશે.”
સાહેબ, મારે બીજી વાર પણ માફી માગવી પડશે; મારા પિતાને મળ્યા બાદ મારે બીજી એક જગાએ તરત જવું પડશે; ત્યાં પણ એટલી જ ઉત્કંઠાથી કદાચ મારી રાહ જોવાતી હશે.’
“હા હા; ખરું, ખરું.' શ્રી. મૉરેલ મીઠું હસીને બોલ્યા, “મર્સિડીસની બે સુંદર આંખો પણ તારી રાહ જોઈને દુખવા જ આવી હશે ! જોકે, દિવસમાં ત્રણ વખત મારી ઑફિસે વહાણ આવ્યાના સમાચાર પૂછવા આવનારના પગ પણ દુખવા આવ્યા હશે કે નહિ, તે કહેવાય નહિ!”
ડાને મર્સિડીસની પ્રેમભરી ઉત્કંઠાની વાત પોતાના પિતાતુલ્ય માલિકને એ સાંભળીને જરા શરમાયો.
શ્રી. મૉરેલે જતાં જતાં પૂછ્યું. “કમાન સૅકલૅરે મરતા પહેલાં મારે માટે કાંઈ કાગળ-બાગળ તે આપ્યો નથી ને ?'
ના સાહેબ, તેમનાથી લખી શકાય તેમ હતું પણ નહિ. પરંતુ આ વાત ઉપરથી મને યાદ આવ્યું કે, મારે થોડાક દિવસની રજા જોઈશે.”
“પરણવા માટે ને?”