Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri Publisher: Jain Sangh Gantur View full book textPage 6
________________ શકે છે. સ્થાપ્નાઠમંજરી અર્થાત તીર્થકર સિવાયના અન્ય દેવોમાં આપ્તત્વનો અભાવ તે અન્યયોગવ્યવચ્છેદ (અને તીર્થકરોમાં જ આપ્તત્વ એટલે કે તીર્થકોમાં આપ્તત્વના અભાવનું ખંડન ને અયોગવ્યવચ્છેદ.). પ્રસ્તુત કાત્રિશિકા સિદ્ધસેન દિવાકરસૂરિકૃત કાત્રિશિકાને નજર સમક્ષ રાખીને રચાયેલ છે. જે આ આ સ્તોત્રના તૃતીય શ્લોક ઉપરથી જણાય છે. " क्व सिद्धसेनस्तुतयो महार्थाः अशिक्षितालापकल्पा क्व चैषा । तथापि यूथाधिपतेः पथस्य स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः ॥३॥" વળી કેટલાક શ્લોકો સિદ્ધસેનસૂરિની કાત્રિશિકાના લોકોને અનુસરે છે. આચાર્યશ્રી મલ્લિષણસૂરિ મહારાજે પણ સ્યાદ્વાદમંજરીમાં આ પ્રમાણે કહ્યું છે श्री हेमचन्द्रसूरिणा जगत्प्रसिद्ध श्री सिद्धसेनदिवाकरविरचित द्वात्रिंशद् द्वात्रिंशिकानुसारि श्री वर्धमानजिनस्तुतिरूपायोगव्यवच्छेदान्ययोगव्यवच्छेदाभिधानं द्वात्रिंशिकाद्वितयं विद्वज्जनमनस्तत्वावबोधनिबन्धनं विदधे ॥ અયોગવ્યવચ્છેદ દ્વાઝિશિકામાં જૈનદર્શનનું સુંદર સ્વરૂપ બતાવ્યું છે. સ્તુતિકારશ્રી હેમચંદ્રસૂરિ મહારાજાને એ વાતમાં કોઈ સંદેહ નથી કે, (૧) તીર્થકરો સર્વદોષોથી મુક્ત છે. (૨) પરમાત્મામાં જે યથાર્થવાદિતાનો ગુણ છે, તેવો અન્યતીર્થિકોમાં કયાંય દેખાતો નથી. (૩) પરમાત્માનું શાસન અજેય છે, માટે તેમાં ક્યારેય કોઈ ને સંદેહ કરવાની જરૂર નથી. (૪) પરમાત્માના જ આગમો પ્રામાણિક છે. અન્ય તીર્થિકોએ રચેલા આગમોમાં વિવેક શૂન્ય હિંસાદિ વિધાને આપેલા હોવાથી તે અપ્રામાણિક છે. (૫) કલ્યાણકારી એવા જૈનશાસનની જે લોકો ઉપેક્ષા કરે છે તેમાં તે લોકોના દુષ્કર્મનો જ ઉદય સમજવો. અંતમાં સ્તુતિકાર અતિ મહત્વની વાત કરે છે. " न वीतरागात् परमस्ति दैवतम् न चाप्यनेकान्तमृते नयस्थितिः ।" વીતરાગ સિવાય બીજો કોઈ દેવ નથી. તથા અનેકાન્તને છોડીને બીજો કોઇ ન્યાયમાર્ગ નથી. ૩ર શ્લોકમય આ સંપૂર્ણ સ્તોત્રમાં અન્ય દર્શન કરતા જૈનદર્શન પ્રધાન છે. અન્ય તીર્થિકોના દેવો કરતા વીતરાગ પરમાત્માના આગમો જ યથાર્થ છે. તેનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. છન્દ આ દ્વાચિંશિકાના શ્લોકો નીચે મુજબના છંદોમાં છે. * પ્રથમ શ્લોક ઉપેન્દ્રવજા છન્દમાં છે. | * સત્તર-અઢાર શ્લોક ઉપજાતિ છંદમાં છે. દા ૨ ૧. પોફેસર હીરાલાલસકિધસ કાપડીયાએ જેને સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ-૨, ઉપખંડ-માં આ સ્તોત્રના કેટલાક શ્લોકોના છન્દો જુદા જ બતાવ્યા છે જે તે શ્લોકમાં ઘટતા નથી. ઘ. ત. એક થી સાત, તેર, ચૌદ, સોળ, ઓગણીશથી બાવીશ છે અને છવ્વીસમો શ્લોક ઉપજાતિ છેદમાં બતાવ્યો છે તથા અાવીશમાં શ્લોકના અંતિમ બે ચરણ ઉપેન્દ્રવજામાં બતાવ્યા છે પણ તે શ્લોકોના છો મેળવતા તેમાં તે છંદ ન ઘટતા બીજ છદો ઘટ્યા છે. કરો અવલોકન :::::::::::::::::::::::::::: :: ૩. -::::::::::Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 376