________________
ચાલુ મંજરી પ્રભુભકિત નિમિત્તે સ્તુતિ/ સ્તોત્ર સાહિત્યનું અનેરું સર્જન કર્યું છે. આ સ્તુતિ/ સ્તોત્રોમાં પરમાત્માના ગુણોનું વર્ણન તથા આત્માના દોષોનું દર્શન ખીચોખીચ ભરેલું છે.
શ્રી માનતુંગસૂરિ, શ્રી જિનપ્રભસૂરિ, શ્રી મુનિસુંદરસૂરિ આદિ શ્રમણો તેમજ મહાકવિ ધનપાલ, બિલ્હણ, કવિચક્રવર્તી શ્રીપાળ, ગૂર્જરેશ્વર શ્રી કુમારપાળ, મહામાત્ય શ્રી વસ્તુપાળ આદિ શ્રાવકોએ અનેકાનેક ભકિતરસભરી કૃતિઓ જૈન સાહિત્યને અર્પણ કરી છે.
જ્યારે આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિષ્કૃત દ્વાત્રિંશિકાઓ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિષ્કૃત અયોગવ્યવચ્છેદ ાત્રિંશિકા, અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા, વીતરાગ સ્તોત્ર, મહેપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ કૃત શ્રી વીરસ્તુતિ, શંખેશ્વરપાર્શ્વજિન સ્તુતિ, પ્રતિમાશતક, પરમાત્મસ્વરૂપ પંચવિંશતિકા આદિ સ્તુતિઓ માત્ર ભકિતરસથી જ નહિ, પરંતુ ગંભીર–અતિગંભીર તત્ત્વજ્ઞાનથી પણ ભરપૂર છે. જેને લીધે જૈન દર્શન અને જૈન સાહિત્ય આજે પણ ગૌરવવંતુ છે.
ખરતરગીય આચાર્ય શ્રી જિનપ્રભસૂરિ તથા તપાગચ્છીય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિએ આ સાહિત્યના સર્જનમાં અનન્ય ફાળો નોંધાવ્યો છે. વિવિધ ભાષા અને વિવિધ છંદમાં તેમણે સેંકડો સ્તોત્રોની રચના કરી છે. સ્તોત્ર સાહિત્યના ક્ષેત્રમાં આવું યોગદાન આપનાર પ્રાય: તેઓશ્રી જ હશે.
આ થઇ સંસ્કૃત/ પ્રાકૃત/ અપભ્રંશ ભાષામાં રચાયેલ સ્તુતિ/ સ્તોત્ર સાહિત્યની વાત. પણ સોળમી શતાબ્દીમાં સંસ્કૃત/ પ્રાકૃત ભાષાનું સ્થાન એકાએક ગુજરાતી ભાષાએ લીધું અને ગૂર્જરગીરામાં પણ ભાવવાહિની કૃતિઓની રચના થવા લાગી. આની અસર એટલે સુધી થઇ કે ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહરાજ તથા વિનયવિજયજી મહારાજ જેવા વિદ્વાન શ્રમણોએ પણ આ ક્ષેત્રમાં પોતાનું યોગદાન કર્યું છે. આ સિવાય માનવિજયજી, પદ્મવિજયજી, મોહનવિજયજી, વીરવિજયજી આદિ પંડિત મહાત્માઓ તથા ઋષભદાસ કવિ વગેરે ગૃહસ્થોએ પણ વિવિધ સ્તુતિ/ સ્તોત્ર સાહિત્યનું સર્જન કરી જૈનસ્તવસાહિત્યને ગૌરવવંતુ બનાવ્યું છે. વળી ભિન્ન ભિન્ન દેશમાં વિચરતા જૈનાચાર્યાદિએ તે તે દેશની ભાષામાં કેટલીક રચનાઓ કરી છે. અર્થાત્ ગુજરાતી, હિન્દી, મારવાડી, પંજાબી, કચ્છી, દક્ષિણી, ફારસી વગેરે દરેક ભાષામાં અનેકાનેક કૃતિઓ કરી છે, તે છતાં ગુજરાતી ભાષામાં જેટલી કૃતિઓ રચાણી છે, તેટલી કૃતિઓ પ્રાય: અન્ય કોઇ ભાષામાં રચાણી નથી. જેની સાક્ષીરૂપે ભારતના વિવિધ ક્ષેત્રમાં પથરાયેલ પ્રાચીન/ અર્વાચીન હસ્તલિખિત ગ્રંથોના જ્ઞાનભંડારો આજે પણ ઊભા છે, જેમાં ગુજરાતી ભાષામાં રચાયેલ સ્તુતિ/ સ્તોત્ર સાહિત્યનો અણમોલ ખજાનો આજે પણ સુરક્ષિત છે. ખેદની વાત એ છે કે છેલ્લા ૪ સૈકામાં રચાયેલ ગુજરાતી સ્તોત્ર સાહિત્યમાંથી જેટલું સાહિત્ય પ્રકાશિત થયું છે તે કરતા વધુ સાહિત્ય આજે અપ્રગટ છે.
અયોગવ્યયચ્છેદÇાત્રિંશિકા
આ સ્તોત્ર શ્રી વર્ધમાનસ્વામી ભગવંતની સ્તુતિ રૂપ છે એટલું જ નહિ પરન્તુ ગંભીર તત્ત્વજ્ઞાનથી ભરપૂર
છે.
આચાર્યશ્રી મલ્લિષણસૂરિષ્કૃત સ્યાદ્વાદમંજરીમાં અન્યયોગવ્યવચ્છેદ્વાત્રિંશિકાના બીજા શ્લોકની અવતરણકામાં અન્યયોગવ્યવચ્છેદનો અર્થ આ મુજબ કર્યો છે.
“ अस्यां च स्तुतावन्ययोगव्यवच्छेदोऽधिकृतस्तस्य च तीर्थान्तरीयकल्पिततत्त्वाभासनिरासेन तेषामाप्तत्वव्यवच्छेदः સ્વરૂપમ્ ।"
અવલોકન