Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri Publisher: Jain Sangh Gantur View full book textPage 4
________________ www સ્થાકુષ્ઠમેજરી અયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા એક અવલોકન (પૂજયપાદ આચાર્ય દેવ શ્રીમવિજય હેમચન્દ્ર સુ.મ. ના પ્રશિષ્ય મુનિ મહાબોધિ વિજયજી) સંસાર દુ:ખમય છે! સંસાર પાપમય છે! સંસાર રાગમય છે!! સ્તોત્ર: ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુ ઉપર રાગ અને દ્વેષ કરીને જીવ પાપમાં પ્રવૃત્તિ કરે છે. તેને લીધે અશુભ કર્મનો બંધ કરે છે. આ અશુભ કર્મના ઉદયથી સંસારી આત્મા દુઃખી થાય છે. સંસારના પ્રત્યેક ક્ષેત્રમાં તે સુખની ઝંખના કરતો દોડે છે, પરંતુ તેને ક્યાંય સુખ પ્રાપ્ત થતું નથી. તે બેચેન બની જાય છે, હતાશ બની જાય છે, છે તેનું મન અશાન્ત બની જાય છે. આવા અશાન્ત મનને શાન્ત-પ્રશાન્ત-ઉપશાન બનાવવા માટેનો પરમ ઉપાય છે પરમાત્મ-ભકિત... પરમાત્મ-ભકિતનો રસ એવો અદ્ભુત છે કે એ રસગંગામાં નાના બાળકથી માંડીને પ્રૌઢપંડિત સુધીના કોઇપણ આત્માસ્નાન કરે તો એનું ચિત્ત નિર્મળ થયા વિના ન રહે. એમાં પણ જયારે સ્તુતિ-સ્તોત્રમાં રહેલા દિવ્ય ભાવો સમજાય છે ત્યારે તો તેનો આનંદ કોઈ અનેરો હોય છે. પ્રભુ ભકિતથી હદયમાં શુભ ભાવો પ્રગટ થાય છે. આ શુભ ભાવોને વાચા આપવા પૂર્વના મહાપુરુષોએ તેને સ્તુતિ/સ્તોત્ર/સ્તવન આદિમાં ગૂંથી લીધા છે છે. પ્રાચીનકાળથી સ્તુતિ/સ્તોત્રવિષયક સાહિત્યની રચના ચાલી આવે છે જે આજે પણ અવિચ્છિન્નપણે ચાલુ છે. પ્રાચીન કાળમાં સંસ્કૃત/પ્રાકૃત ભાષામાં સ્તોત્રાદિની રચના થતી હતી. જેમ જેમ કાળની રેતી પરથી એક પછી એક સૈકાઓ પસાર થતા ગયા તેમ તેમ જનસમુદાયની અભિરુચિ પણ બદલાતી રહી. જેને લીધે સંસ્કૃત/પાફત અપભ્રંશ ભાષામાં રચાતા સ્તુતિ/સ્તોત્રાદિ સાહિત્ય નવો જ પલટો ખાધો. પૂર્વના કાળમાં જે સ્તુતિ/સ્તોત્રાદિ સાહિત્ય સંસ્કૃતાદિ ભાષામાં રચાતું હતું, તે અનુક્રમે વધારેને વધારે ગુજરાતી અને હિન્દુસ્થાની ભાષામાં રચાતું ગયું. બાળજીવો પણ સરળતાથી સ્તુતિના ભાવો સમજી શકે એ માટે ગુજરાતી ભાષાના સ્તુતિસાહિત્યમાં ઢગલાબંધ ચૈત્યવંદન, સ્તુતિ/ સ્તવન/ દેવવંદન/ પૂજા/ભાસ, રાસ/ગીત/ ફાગ વગેરે વિવિધ ભાષા, છંદ, અલંકારમય કૃતિઓ ગૂંથાતી ગઈ. અરિહંત પરમાત્માનું ગુણોત્કીર્તન અથવા તેમની સમક્ષ આત્મનિંદાવગેરે સ્તુતિ/સ્તોત્રોનો વિષય હેય છે. તેથી અરિહંત પરમાત્મા વિષયક અનેક સ્તુતિ/સ્તોત્રોની રચના આજ સુધીમાં થઈ છે. આ સિવાય સિદ્ધભગવતો/ શાસનદેવીઓ/સરસ્વતીદેવી અને શત્રુંજયાદિ તીર્થોને ઉદ્દેશીને પણ અનેક સ્તોત્રોની રચના થઈ છે. સ્તોત્રકાર જૈન શાસનમાં થયેલા અનેક આચાર્યો/ શ્રમણો/ રાજા-મહારાજાઓ, મંત્રી – મહામંત્રીઓએ 2 અવલોક્નPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 376