________________
જૈન ન્યાયનો ક્રમિક વિકાસ ૦ ૧૫ નિરૂપણપદ્ધતિની ભિન્નતા અને ખાસ કરી સાંપ્રદાયિક પ્રમેયોની અને માન્યતાઓની ભિન્નતાને લીધે ઉપસ્થિત થયેલો પ્રસ્થાનભેદ વૈદિક ન્યાયનું પ્રસ્થાન વેદને પ્રમાણ માની તેને અનુકૂળ ચાલવામાં છે. બૌદ્ધ ન્યાયનું પ્રસ્થાન વેદ કે અન્ય આગમ પ્રમાણને આશ્રિત ન રહી પ્રધાનપણે અનુભવને આધારે ચાલવામાં છે. જૈન ન્યાયનું પ્રસ્થાન વેદના પ્રામાણ્યનો સ્વીકાર ન ર્યા છતાં પણ શબ્દનું પ્રામાણ્ય સ્વીકારી ચાલવામાં છે. તે ઉપરાંત આ ત્રણે મુખ્ય સંપ્રદાયના ન્યાયની ભિન્નતાનું એક બીજું પણ બીજ-કારણ છે, અને તે વિષયભેદ. વૈદિક ન્યાય કોઈ પણ તત્ત્વને સિદ્ધ કરતો હોય ત્યારે તે સાધ્ય તત્ત્વોને અમુક એકરૂપે જ સિદ્ધ કરે છે; જેમ કે આત્મા વગેરે તત્ત્વોને વ્યાપક અથવા નિત્યરૂપે જ અને ઘટ આદિ પદાર્થોને અનિત્ય રૂપે જ. બૌદ્ધ ન્યાય આંતર કે બાહ્ય સમગ્ર તત્ત્વોને એક રૂપે જ સિદ્ધ કરે છે, પણ તે એક રૂપ એટલે માત્ર ક્ષણિકત્વ. તેમાં ક્ષણિકત્વના વિરુદ્ધ પક્ષ સ્થાયિત્વને કે નિત્યત્વને બિલકુલ અવકાશ નથી. જૈન જાય એ વૈદિક અને બૌદ્ધ ન્યાયની વચ્ચે રહી પ્રત્યેક સાધ્ય તત્ત્વને માત્ર એક રૂપે સિદ્ધ ન કરતાં અનેક રૂપે સિદ્ધ કરે છે. આ કારણથી જૈન ન્યાય બીજા ન્યાયો કરતાં જુદો પડે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે જે ન્યાય જૈનાચાર્યોએ રચેલો હોય, જે કેવળ પૌરુષેય આગમનું પ્રામાણ્ય સ્વીકારી ચાલતો હોય અને કોઈ પણ તત્ત્વનું સાપેક્ષ દૃષ્ટિએ નિરૂપણ કરતો હોય તે જૈન ન્યાય.
એકબીજાના પ્રભાવથી થયેલ વિચારક્રાંતિઃ એક સંપ્રદાય અમુક તત્ત્વો ઉપર વધારે ભાર આપતો હોય, ત્યારે જાણે કે અજાણે તેનો પ્રભાવ બીજા પાડોશી સંપ્રદાયો ઉપર અનિવાર્ય રીતે પડે છે. જો જૈન અને બૌદ્ધ સંપ્રદાયની અહિંસાનો પ્રભાવ વૈદિક સંપ્રદાય ઉપર પડ્યાની વાત માની લેવા તૈયાર થઈએ તો સત્ય ખાતર એ પણ માની લેવું જોઈએ કે વૈદિક વિદ્વાનોની દાર્શનિક પદ્ધતિની અસર બીજા બે સંપ્રદાયો ઉપર પડી છે. જોકે સામાન્ય ન્યાય-સાહિત્યના વિકાસમાં ત્રણે સંપ્રદાયોના વિદ્વાનોએ અને આચાર્યોએ ફાળો આપ્યો છે, છતાં પહેલેથી છેલ્લે સુધીનો ન્યાય-સાહિત્યનો તથા પઠનપાઠનનો ઇતિહાસ જોતાં એવા નિર્ણય ઉપર આપોઆપ આવી જવાય છે કે ન્યાયનાં તત્ત્વોની વ્યવસ્થા કરવામાં પ્રધાન સ્થાન વૈદિક વિદ્વાનોનું છે. એ વિષયમાં તેઓનો પ્રભાવ સ્પષ્ટ છે, અને આ જ કારણથી ક્રમે ક્રમે બૌદ્ધ અને જૈન વિદ્વાનો પોતાની આગમમાન્ય પાલિ અને પ્રાકૃત ભાષા છોડી વૈદિક સંપ્રદાયમાન્ય સંસ્કૃત ભાષામાં પોતાની પદ્ધતિએ ન્યાયના ગ્રંથો રચવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org