________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણે કાવ્ય વા કવિતા કહીએ તેમાં રસ તે અવશ્ય હોવો જોઈએ. જે રસને અભાવ હોય તે જરૂર એ કાવ્ય નથીજ. અને ખરૂં કાવ્ય એ છે કે જે કાવ્ય લખાતી વખતે કવિએ અનુભવેલી લાગણીઓ બીજાને પણ વાંચનદ્વારા અનુભવાવે.
હવે આપણે કાવ્યના અંગની વાત કરીએ. કાવ્યના અંગના મુખ્ય બે ભાગ કરવામાં આવેલા છે. એક તે એ કે જે પદ્ય રચના અમુક અક્ષરે વા અમુક માત્રાઓથી જ નિયંત્રિત થઈ હોય. આને પિંગળ શાસ્ત્રીઓ અક્ષરમેળ અને માત્રામેળ છંદ કહે છે. ત્યારે બીજા અંગની રચના ફક્ત તાલ કાલાદિથી બદ્ધ હેય, એને સંગીતશાસ્ત્રીઓ ગીત અથવા ગાનના નામથી ઓળખાવે છે. આ બંને પ્રકારે સુગમ છે. કેમકે પહેલા પ્રકારમાં તાલ કાલ તે ખરા પણ અક્ષરે મેળવ્યા એટલે તેમાં તાલ કાલ આપોઆપ આવી જાય છે, અને બીજા પ્રકારમાં તે કાવ્ય લખતી વખતે તાલ ન તુટે તેવી સાવચેતી રાખવી પડે છે. - આ પુસ્તકમાં બધાં પહેલાં પ્રકારનાં જ કાવે છે, અને તે સિવાય કેટલીક ગઝલે પણ છે એટલે આમાંનાં લગભગ ઘણું ખરાં કાવ્યે છ દોમાં જ લખાયાં છે. જે આ પુસ્તકમાંનાં અમુક કાબેને આપણે બાહ્ય દૃષ્ટિથી વાંચીશું તે આપણુમાંના ઘણાખરા વાચકને તે શુગારિક ભાવ જેવાં લાગશે, માટે
For Private And Personal Use Only