________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાય ભેંશ મરી ગયાં, એથી પય વૃત માઠાં છે,
પયગૃત વિશુ ખેડુત, તણાં પગબળ નાઠાં છે; સુખ દુખ સહીને શીર, છતાં જન ખેતી કરે છે,
બળદ તણી મોંઘાશ, હાલ વળી અત્ર અરે છે !! ૧૫ શુંધર વિશ્વાસ! હદય સહુનાં ડગમગ છે,
કેમ રહેવું આ વર્ષ, નરમ નરમ નરપગ છે; એમ કરી ઉત્પાત, ખેડુ સર્વે કકળે છે,
જ્યારે વર્ષા થાય, એવી ઉમી ઉછળે છે. ૧૬ પુનર્વસુનું પાણિ, નકામું છે અંકુરને,
પણુ એ અમૃત સમાન, બતાવે છે? તલપુરને, અહિં તે હજીએ એમ, છે સાધારણ દુખડાં;
પાધરના તે ગ્રામ્ય, જનેનાં સૂક્યાં સુખડાં. ૧૭ તૃણ નથી ચરવા કાજ, કોઈ સ્થળમાંહી લેશે,
જોઈ આજ સુધી રાહ, ચારવા જાય વિદેશે, નિશ્ચય ઉરમાં થયો, હવે નહિ મેઘજ આવે,
બચશે વિરલાં પ્રાણી, જેમને દૈવ બચાવે. ૧૮ હસ્તી સરખાં પ્રઢ, ગાયનાં પુષ્ટ વૃન્દ આ,
ભૂખેઉંડાં પેટ, કૂર આક્રન્દ કરે હા! જાય હજારે ગાય, જોઈને હદય બળે છે, હીન્દ જનેતા દેવી, તણાં અછુ નિકળે છે. ૧૯
For Private And Personal Use Only