Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 19
________________ ૧/૯ અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત અને (૪) અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ, (૫) પૌષધોપવાસની સમ્યક્ અનનુપાલના. પછી યથાસંતિભાગ વ્રતના પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા સચિત્તનિક્ષેપણા, સચિત્તપિધાન, કાલાતિક્રમ, પરવ્યપદેશ, મત્સરિતા. પછી અપશ્ચિમ મારણાંતિક સંલેખણા ઝોષણા આરાધનાના પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા – ઈહલોક, પરલોક, જીવિત, મરણ અને કામભોગ આશંસાપયોગ. • વિવેચન-૯ : -- ૨૩ આળંડ઼િ - ‘આનંદ' આમંત્રણ વચન છે. - X - અવાર - મિથ્યાત્વ મોહનીય ઉદય વિશેષથી અશુભ પરિણામ વિશેષ, જે સમ્યકત્વને દૂષિત કરે છે, તે ગુણીની પ્રશંસા ન કરવી આદિ અનેક પ્રકારે છે. પેચાન - સારભૂત, પ્રધાન, સ્થૂલપણે જેનો વ્યવહાર થાય છે. તેમાં શંકા – સંશય કરણ, કાંક્ષા-અન્ય અન્ય દર્શનગ્રહણેચ્છા. વિચિકિત્સા - ફળ વિશે શંકા અથવા સાધુની જાત્યાદિની નિંદા, પરપાખંડ-પરદર્શનીની પ્રશંસા, સંસ્તવ-પરિચય. તથા વન્ય - દ્વિપદાદિને દોરડાથી બાંધવા. વજ્ર - લાકડી આદિથી મારવું. વિચ્છેદ્ - શરીરના અવયવોનો છેદ. અમાર અતિચાર આરોપણ, તથાવિધ શક્તિરહિતને મહાભાર ભરવો. મત્તાપણાનોવ્હેમ - અશન-પાન આદિ ન આપવા. પૂજ્યોએ કહ્યું છે – ક્રોધાદિ વડે દૂષિત મનવાળો ગાય - મનુષ્યાદિના બંધ, વધ આદિ ન કરે. “હું મારીશ નહીં'' આ પ્રમાણે વ્રતકર્તાન મૃત્યુ વિના શો અતિચાર છે? પણ જે ક્રોધિત થઈને વધ-બંધાદિ કરે, તે વ્રતી વ્રતથી નિરપેક્ષ થાય છે. કાયાથી વ્રત ન ભાંગવાથી તે વ્રતી છે, પણ કોપ કરવાથી દયાહીનતાથી વ્રત ભંગ કહેવાય. તે દેશ ભંગ “અતિચાર’’ કહેવાય છે, હે ધીમાન્ ! આ ક્રમ બધે યોજવો. મસા - વગર વિચાર્યે, અભ્યાખ્યાન-ખોટો દોષ ચડાવવો, જેમકે “તું ચોર છે.” અહીં તીવ્રસંકલેશથી નહીં પણ સહસા કહેવાયું. માટે અતિચાર છે. રસા - એકાંત, તે નિમિત્તે ખોટો આરોપ મૂકવો. જેમકે - આ લોકો એકાંતમાં રાજવિરુદ્ધ મંત્રણા કરે છે. અનાભોગપણાથી આ અતિચાર છે. એકાંતના નિમિત્તે તે પૂર્વ અતિચારથી જુદો છે અથવા સંભવિત અર્થ કથનથી અતિચાર છે. પણ વ્રતભંગ નથી. - - સવારમંતખેર્ - સ્વ પત્ની સંબંધી વિશ્વાસનીય વાતને પ્રકાશવી. અહીં સ્ત્રીએ કહેલ અપ્રકાશનીયને પ્રકાશતા લજ્જાદિ વડે મરણાદિ અનર્થ પરંપરાનો સંભવ હોવાથી પરમાર્થથી અસત્ય છે. મોમોવÇ - બીજાને સહસા કે અનાભોગથી કે કપટથી અસત્યનો ઉપદેશ, “અમે અસત્ય બોલી બીજાને જીત્યા'' એમ કહી અસત્ય બોલવા બોધ કરવો. અહીં સાક્ષાત્ અસત્ય પ્રવર્તન નથી. જૂઇનેરળ - ખોટા લેખ કરવા, પ્રમાદ કે દુર્વિવેકથી અતિચાર છે. - x - બીજી વાચનામાં “કન્યાલિક, ગવાલિક, ભૂમાલિક, નાસાપહાર, કૂટસાક્ષિક” એવો પાઠ છે. તેને આવશ્યકાદિમાં સ્થૂલ મૃષાવાદના ભેદો કહ્યા છે. તેનો આ અર્થ સંભવે છે - · તે પ્રમાદ, સહસાકાર, અનાભોગાદિ વડે કહેવાતા તે - - ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ મૃષાવાદ વિરતિના અતિચાર થાય છે, બુદ્ધિપૂર્વક કહેવાતા તે વ્રત ભંગ છે, તેનું સ્વરૂપ આ છે – ૨૪ ન્યા - અપરિણિતા સ્ત્રી, તે માટે અસત્ય તે કન્યાલીક. અહીં કન્યાલીક વડે સર્વ મનુષ્યજાતિ જાણવું. એ રીતે ગવાલિક-ચતુષ્પદ જાતિ સંબંધી અલીક, ભૂમિ અલિક-તે સચેતન અચેતન વસ્તુ સંબંધી અપદ લક્ષણ છે. ન્યાસ - થાપણ, બીજાએ મૂકેલ તેનો અપલાપ કરવો. વદમ્ - અસત્ય અર્થ સંવાદન વડે સાક્ષિ આપવી. - × - અહીં ન્યાસાપહાર આદિ બેમાં પહેલાં ત્રણ સમાવિષ્ટ છે, પણ પ્રાધાન્ય વિવક્ષાથી જુદા કહ્યા. તેનાહક - ચોરે લાવેલ વસ્તુ સસ્તી જાણી લોભથી ખરીદવી તે - ૪ - અતિચાર છે. સાક્ષાત્ ચોરી અભાવે તે અતિચાર છે. તાપ્પો - ચોરને ચોરી કરવા પ્રેરવા, “તમે ચોરો”, અનાભોગથી તે અતિચાર છે. વિરુદ્ધ ર′ામ્ - વિરુદ્ધ રાજાના રાજ્યનું ઉલ્લંઘન, અહીં રાજાની અનુજ્ઞા નથી અને ચોરીની બુદ્ધિ પણ નથી તેથી અનાભોગથી અતિચાર છે. કુડતુલકૂડમાણે - તેમાં માન - કુડવ, કૂટત્વ-ન્યૂનાધિકપણું. અનાભોગાદિથી આ અતિચાર છે. અથવા “હું ચોર નથી' કેમકે ખાતર પાડવું આદિ કર્યુ નથી, તે વ્રત સાપેક્ષ હોવાથી અતિયાર છે. તત્પતિરૂપક વ્યવહાર-મૂળ વસ્તુના સમાન વસ્તુનો વ્યવહાર-મૂળ વસ્તુમાં પ્રક્ષેપ, જેમકે ઘીમાં ચરબી આદિ મેળવવી અથવા ચરબીનો ધૃતાદિરૂપે વ્યવહાર, તે અતિચાર. સદાર સંતોસી - સ્વપત્ની સંતુષ્ટ. ઇન્વકાલ પરિગૃહીતા-ભાડું આપીને કેટલાક કાળ-દિવસાદિ માટે સ્વવશીકૃત. ગમન-મૈથુન સેવન. અહીં અતિક્રમાદિ વડે અતિચાર છે. અપરિતૃપ્તિતા - બીજા પાસેથી પરિંગૃહીત અથવા પતિ વિનાની કુલાંગના સ્ત્રી, અહીં અતિક્રમાદિથી અતિચાર છે. અનંગ લીક - મૈથુન કાર્યની અપેક્ષાએ અનંગ-સ્તન, કાંખ, સાથળ, વદનાદિ વિશે ક્રીડા કરવી. સ્વ સ્ત્રી સિવાયની અન્ય સાથે મૈથુનનો ત્યાગ કરી અનુરાગથી આલિંગનાદિથી વ્રતમાલિન્ય થાય. પવિવારī - પોતાની, પોતાની સંતતિ સિવાય બીજાના વિવાહ કરવા. અહીં બીજાના વિવાહ થકી મૈથુનની પ્રેરણા કરવી અયોગ્ય છે. - ૪ - કામ-શબ્દ, રૂપ. ભોગ-ગંધ, રસ, સ્પર્શ. તેના વિશે તીવ્ર અભિલાષ, તે કામભોગ તીવ્રાભિલાષ. અર્થાત્ સ્વદારા સંતોષી એ વિશિષ્ટ વિસતિવાળો છે, તેટલું જ મૈથુનસેવન ઉચિત છે, જેનાથી વેદ જનિત બાધા શાંત થાય છે, વાજિકરણાદિ વડે, કામશાસ્ત્ર વિહિત પ્રયોગ વડે અધિક ઈચ્છા ઉત્પન્ન કરી, સતત સુરત સુખને ઈચ્છે છે, તે પરમાર્થથી મૈથુન વિરમણવ્રતને મલિન કરે છે - x - માટે તે અતિચાર છે. ક્ષેત્ર વસ્તુ પ્રમાણાતિક્રમ-પ્રત્યાખ્યાન કાળે ગૃહીત પ્રમાણને ઉલ્લંઘવું. અનાભોગ કે અતિક્રમથી અતિયાર છે, એક ક્ષેત્રાદિનું પરિમાણકર્ત્તનિ અન્ય ક્ષેત્રની વાડ આદિ દૂર કરીને પૂર્વ ક્ષેત્રમાં જોડવી. તે વ્રત સાપેક્ષત્વથી અતિચાર છે. સુિવધા ૦ પૂર્વવત્ અથવા રાજાદિ દત્ત હિરણ્યાદિ અભિગ્રહ પૂરો થતાં સુધી બીજાને આપે,

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128