Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૪/૨૦
૧૯૭
[વૃત્તિકારશ્રી લખે છે] અહિન્નિકાને અમે નથી જાણતા.
સુવર્ણગુલિકા નિમિત્તે સંગ્રામ થયો - સિંધુ સૌવીર જનપદમાં વિદર્ભકનગરમાં ઉદાયન રાજાની પ્રભાવતી રાણી પાસે દેવદત્તા નામની દાસી હતી. તે દેવનિર્મિત ગોશીર્ષચંદનમયી મહાવીર સ્વામીની પ્રતિમાને રાજગૃહના ચૈત્યમાં સંભાળતી રહેતી હતી, કોઈ શ્રાવક તે પ્રતિમા વંદનાર્થે આવ્યો. તેને કોઈ રોગ થયો ત્યારે દેવદત્તાએ તેની સારી સેવા કરી. ખુશ થઈને તે શ્રાવકે આરાધેલ સર્વકાર્મિક દેવે આપેલી ૧૦૦ ગુટિકા આપી. દેવદત્તાએ હું સ્વરૂપવાન થઈ જાઉં એમ વિચારી એક ગુટિકા ખાધી, તેના પ્રભાવે તે સુવર્ણવર્ણા થઈ જતાં સુવર્ણગુલિકા નામે પ્રસિદ્ધ થઈ.
પછી તેણીને વિચાર થયો કે – હું રૂપવાળી થઈ ગઈ છું આ રૂપ પતિ વિના શું કામનું ? મારા આ રાજા પિતાતુલ્ય છે, તેથી તેની ઈચ્છા ન કરાય. બાકીના તો સામાન્ય પુરુષ છે, તેનાથી શું? પછી ઉજ્જૈનીના રાજા ચંડપધોતને મનમાં ધારીને ગુટિકા ખાધી. દેવાનુભાવથી ચંડપ્રધોતે તે જાણ્યું. તેથી હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈ સુવર્ણગુલિકાને લાવવા નીકળ્યો. સુવર્ણગુલિકાએ પ્રતિમા સાથે લઈને જ આવું, તેમ
આગ્રહ રાખતાં ચંડપધોતે પોતાની નગરીએ જઈ તેના જેવી પ્રતિમા કરાવી, પ્રતીમાં લઈને ત્યાં રાત્રે આવ્યો. પોતાની પ્રતિમાને દેવનિર્મિત પ્રતિમા સ્થાને રાખીને, મૂળ પ્રતિમા તથા સુવર્ણગુલિકાને લઈને ગયો. પ્રભાતે ચંદપ્રધોતના ગંધહસ્તીએ તજેલ મળ-મૂત્રની ગંધથી પોતાના હાથીઓને મદરહિત જામીને ચંડપ્રધોત અહીં આવેલો તેમ જાણ્યું. સુવર્ણગુલિકા તથા પ્રતિમાને લાવવા ઉદાયન રાજા અતિ કોપાયમાન થઈ દશ મહાબલી રાજા સાથે ઉજ્જૈની પ્રતિ ચાલ્યો. - ૪ - ૪ - ચંડપધોતને હરાવી, પકડીને તેના કપાળમાં “દાસીપતિ” એમ મોરપીંછ વડે અંકિત કર્યુ.
કિન્નરી, સુરૂવિધુન્મતી વિશે જાણતા નથી.
રોહિણી નિમિતે સંગ્રામ થયો – અષ્ઠિપુરે રુધિર નામે રાજા, મિત્રા નામે રાણી, તેનો પુત્ર હિરણ્યનાભ અને પુત્રી રોહિણી હતા. રોહિણીના વિવાહ માટે રુધિર રાજાએ સ્વયંવર જાહેર કર્યો. ત્યાં જરાસંધ આદિ, સમુદ્રવિજયાદિ રાજા એકઠા થયા. ત્યાં બેઠા. રોહિણીની ધાવમાતા ક્રમશઃ રાજાનું વર્ણન કરતાં તેણીને દેખાડે છે. તે રાજામાં રાગ ન કરતી, સૂર્યવાદક મધ્યે રહેલ સમુદ્રવિજયાદિના નાનાભાઈ વસુદેવ રાજપુત્રએ (કહ્યું) - x - હું તારા માટે અહીં આવેલ છું, આવા અક્ષરનો અનુકારિ ધ્વનિ ઢોલમાં વગાડ્યો. - ૪ - અનુરાગ વાળી થયેલ રોહિણીએ સ્વહસ્તે વસુદેવને માળા પહેરાવી. ત્યારે ઈર્ષ્યાથી બીજા રાજા - ૪ - વસુદેવ સાથે સંગ્રામ કરવા લાગ્યા. ત્યારે વસુદેવે બધાંને જીતીને રોહિણી સાથે લગ્ન કર્યા. તેમને રામ નામે બળદેવ પુત્ર જન્મ્યો.
આવા પ્રકારે ઘણાં સંગ્રામો સ્ત્રીના નિમિત્તે થયાનું સંભળાય છે. તેનું મૂળ વિષયહેતુ છે. તે અબ્રહ્મોવી આ લોકમાં પરસ્ત્રીગમનથી અપયશ પામી નાશ પામ્યા. પરલોકે પણ નાશ પામ્યા. તેઓ કેવા હતા ? – મહામોહ રૂપ, અત્યંત તમન્ જ્યાં છે ત્યાં, તથા દારુણ. ક્યાં જીવ સ્થાનોમાં નાશ પામ્યા તે કહે છે – ત્રસ, સ્થાવર,
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
સૂક્ષ્મ, બાદર આદિ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ જીવોમાં તથા અંડજ-પક્ષી, મસ્ત્યાદિ. પોતવસ્ત્ર અથવા જરાયુવર્જિતપણાથી પોતથી જન્મેલ-હાથી આદિ. જરાયુ-ગર્ભવેપ્ટનમાં જન્મેલ, મનુષ્યાદિ. રસમાં જન્મેલ તે રસજ. સંવેદથી નિવૃત્ત તે સંસ્વેદિમ-જૂ, માંડ આદિ. સંમૂર્ખન વડે નિવૃત્ત તે સંમૂર્ણિમ-દેડકા આદિ. ઉદ્ભિજ્જ-પૃથ્વી ફાડીને ઉત્પન્ન ખંજનક આદિ, ઉપપાતથી થનાર તે ઔપપાતિક - દેવ, નાસ્ક.
થયેલ
૧૯૮
-
ઉક્ત જીવોને જ સંગ્રહ વડે કહે છે – નસ્ક, તિચિ, મનુષ્ય, દેવમાં જન્મ, મરણ, રોગ, શોકની બહુલતા પરલોકમાં થાય છે. કેટલાં કાળે તે નષ્ટ થાય છે ? ઘણાં પલ્યોપમ, સાગરોપમે. અનાદિ-અનંત. તે જ કહે છે – દીર્ધકાળ. દીધ્ધિદીર્ધમાર્ગ, ચાતુરંગ-ચતુર્ગતિક, સંસાર અટવીમાં ભમે છે. કોણ ? મહામોહવશ અબ્રહ્મમાં રહેલા જીવો.
મુનિ દીપરત્નસાગરે કરેલ આશ્રવ-અધ્યયન-૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ