Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 105
________________ ૧/૪/૨૦ ૧૫ ૧૯૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ થયા. ત્યારે રામદેવની અપર માતાનો પુત્ર ભરત હતો, તેને ભરતની માતા સાથે પૂર્વે સ્વીકારેલ વર-યાચનાથી રાજ્ય ભરતને આપ્યું. રામ, લક્ષ્મણની સાથે વનવાસમાં ગયા. પછી કૌતુકથી લક્ષ્મણ તે દંડકારણ્યમાં ફરતા આકાશમાં રહેલા ખગ રન લઈને વંશાલિનો છેદ કર્યો. તે છેદાતા ત્યાં રહેલ વિધાસાધના પરાયણ રાવણના ભાણેજ શંભુક્ક વિધાધર કુમારને જોઈને, પશ્ચાત્તાપ થતાં લમણે આવીને આ વૃતાંત ભાઈને કહ્યો. આ વૃતાંત જાણી કોપિત થયેલ શંબુકાની માતા ચંદ્રનખાને રામ-લક્ષમણને જોઈને 'કામ' ઉત્પન્ન થયો. કન્યાનું રૂપ કરી તેમને ભોગ માટે પ્રાર્થે છે. પરંતુ રામ-લક્ષ્મણે તેને ન ઈચ્છતા શોક અને રોષથી પોતાના પતિ ખરદૂષણને કહ્યું. પૈર જન્મતા લમણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ભાણેજનું મરણ આદિ વૃતાંત લંકાનગરીથી આકાશ-માર્ગે જતાં રાવણે જોયોજાણ્યો. ત્યારે રાવણે -x• કુલ માલિત્યને વિચાર્યા વિના, વિવેકરનને અવગણીને, ધર્મસંજ્ઞા છોડીને, અનર્થ પરંપરા વિચાર્યા વિના, પશ્લોકની ચિંતા છોડીને, સીતાના હરણની બુદ્ધિ ઉત્પન્ન થતાં વિધાનુભાવ પ્રાપ્ત રામ-લક્ષ્મણનું સ્વરૂપ જાણ્યું. સિંહનાદના સંકેતપૂર્વક સંગ્રામ સ્થાને જઈ, એકાકી એવી સીતાને જોઈને અપહરણ કરી જદી લંકામાં ગૃહઉધાનમાં લાવ્યો. પછી સવણે અનુકૂળ-પ્રતિકૂળ વાણી વડે તેણી પાસે ભોગ પ્રાર્થના કરી. તેણીએ રાવણની ઈચ્છા ન કરી. રામે સુગ્રીવ આદિ વિધાધર છંદની સહાયથી ત્યાં આવી • x • રાવણનો નાશ કરી સીતાને પાછી લઈ ગયા. કંપિલપુરમાં દ્રુપદ નામે રાજા થયો. પત્ની ચુલની હતી. તેમની પુત્રી દ્રૌપદી, પૃષ્ણાર્જુનની નાની બહેન, સ્વયંવર મંડપ વિધિથી હસ્તિનાપુરના રાજા પાંડુના યુધિષ્ઠિર આદિ પુત્રોને પરણી. કોઈ વખતે - x • નારદમુનિ અવકાશ માર્ગે ત્યાં આવ્યા. પાંડુરાજા આદિ બધાંએ સત્કાર કર્યો, પણ શ્રાવિકા હોવાથી દ્રૌપદી, આ મિથ્યાર્દષ્ટિ મુનિ છે એમ સમજી ઉભી ન થઈ. નારદને દ્વેષ થયો. વાસુદેવ કૃષ્ણ સાથે પાંડવો દ્રૌપદીને છોડાવવા ગયા. ત્યાં કૃષ્ણ વાસુદેવ, દ્રૌપદીનું અપહરણ કરનાર પાનાભને હત-મથિત કરી દીધો. ઈત્યાદિ. આ દ્રૌપદી નિમિતે થયેલ સંગ્રામ હતો. કિમણી નિમિતે સંગ્રામ-કૌડિન્યાનગરીમાં ભીમ સજાના પુત્ર રુકિમ રાજાની બહેન રુકિમણી કન્યા હતી. અહીં દ્વારકામાં કૃષ્ણ વાસુદેવની પત્ની સત્યભામાના ઘેર કોઈ દિવસે નારદ આવ્યા. તેણી વ્યગ્ર હોવાથી નારદનો સકાર ન કર્યો. કોપાયમાન નારદે તેણીની શૌક્ય-પની કરું એમ વિચારી કૌડિન્યા નગરી જઈ કિમણીને ને કૃણની મહારાણી થવાના આશીર્વાદ આપ્યા. કૃષ્ણના ગુણોને વર્ણવીને તેણીને કૃષ્ણ પ્રત્યે રણવતી બનાવી. તેણીનું ચિત્ર બતાવીને કૃષ્ણને પણ તેણીની અભિલાષા જમાવી. કૃષ્ણએ રુકિમણીની યાચના કરતા કમી રાજાએ તેને આપી નહીં. શિશુપાલ નામક મહાબલિ રાજપુત્રને બોલાવીને તેની સાથે વિવાહ આરંભ્યો. રુકિમણી પાસેથી ફોઈ દ્વારા રુકિમણીના અપહરણ માટેનો લેખ મળ્યો. ત્યારે રામ-કેશવ તે નગરીએ આવ્યા. આ વખતે રુકિમણી, ફોઈ સાથે અને દાસીઓ સહિત દેવતા-પૂજાના બહાને ઉધાનમાં આવી. કૃષ્ણ તેણીને રથમાં બેસાડી તેણીને ગ્રહણ કરી દ્વારિકા સમુખ ચાલ્યો. ત્યારે રુકમી અને શિશુપાલ બંને - x - ચતુરંગ સૈન્ય સાથે રુકિમણીને પાછી લેવા નીકળ્યા. ત્યારે હલ-મુશલ અને દિવ્ય અસ્ત્રો વડે તેના સૈન્યને ચૂર્ણ કરી શિશુપાલ અને રુકમીનો વધ કરી કૃષ્ણ રુકિમણીને લઈ ગયા. પાવતી નિમિતે સંગ્રામ થયો - અરિષ્ઠ નગરમાં રમના મામા હિરણ્ય નામક રાજાની પુત્રી પદમાવતી થઈ. તેનો સ્વયંવર સાંભળીને રામ, કેશવ અને બીજા ઘણાં રાજકુમારો ત્યાં ગયા. ત્યાં હિરણ્યનાભના મોટા ભાઈ રૈવતે ભાણેજ સમ-ગોવિંદની પૂજા કરી. પિતા સાથે મોહરહિત થઈ, તે ત્યાં નમિજિનના તીર્થમાં દીક્ષિત થયા. તેને રેવતી, રામા, સીમા, બંધુમતી ચાર પુત્રીઓ હતી. | પહેલી ઝીને રામને આપી દીધી. ત્યાં સ્વયંવરમાં બઘાં નરેન્દ્રોની આગળ જ યુદ્ધમાં કુશળ કૃષ્ણએ કન્યાને ગ્રહણ કરી. યાદવો સાથે અતુચ યુદ્ધ થયું. મુહd માત્રમાં બધાં રાજાને હરાવી દીધા. રામ ચારે કન્યાને અને હરિએ પડાવતી કન્યાને ગ્રહણ કરી, બધાં સાથે પોતાના શ્રેષ્ઠ નગરમાં આવી ગયા. તારા નિમિતે સંગ્રામ થયો - કિંકિંધપુરમાં વાલી, સુગ્રીવ નામના આદિત્યરથી નામના વિધાધરના બે પુત્રો હતા. તે બે વાનર વિધાર્વત વિધઘર થયા. વાલીઓ બીજાને પોતાનું રાજ્ય આપી દીક્ષા લીધી, પછી સુગ્રીવ રાજ્ય કરવા લાગ્યો. તેને તારા નામે પત્ની થઈ. પછી કોઈ ખેચરાધિપતિ સાહસગતિ નામે હતો, તેણે તારા પ્રત્યે ભોગલાલસાથી સુગ્રીવનું રૂપ લઈ અંતઃપુરમાં પ્રવેશ્યો. તારા તેના લક્ષણથી તેને જાણીને જંબુવતુ આદિ મંત્રી મંડલને બોલાવ્યું. બે સુગ્રીવને જોઈને આ આશ્ચર્ય શું છે ? તેમ કહ્યું. પછી તે બંનેને મંત્રી વર્ગના વચનથી બહાર કાઢ્યા. • x • x • પછી જે સત્યસુગ્રીવ હનુમંત નામક મહાવિધાધર રાજા પાસે જઈને કહ્યું. તે પણ ત્યાં આવીને તે બેમાંથી ખરો કોણ છે, તે જાણ્યા વિના ઉપકાર કર્યા વિના પોતાના નગરે પાછા આવ્યા. પછી લમણે વિનાશ કરેલ ખરદૂષણના પાતાલલંકાપુરમાં રાજયાવસ્થામાં રહેલ રામદેવનું શરણ સ્વીકાર્યું. પછી તેની સાથે રામ-લક્ષ્મણ કિંકિંધાપુરે રહ્યા. • x• ત્યાં ખોટો સુગ્રીવ રથમાં બેસીને ત્યાં આવ્યો. સાચા અને ખોટા સુગ્રીવના બળને ન જાણતા રામ ઉદાસીન રહ્યા. સુગ્રીવે બીજાની કદર્થના કરી. સમ પાસે જઈને સુગ્રીવે કહ્યું - હે દેવ ! આપના દેખતા હું તેના વડે કદર્ચિત થયો. રામે કહ્યું - ચિત કર્યું, પછી યુદ્ધ કરો. ફરીથી તેઓ લડ્યા ત્યારે બાણના પ્રહારથી રામે તેને પંચતત પમાડ્યો [મારી નાંખ્યો. પછી સુગ્રીવ તારા સાથે ભોગ ભોગવવા લાગ્યો. કાંચના વિશે અમે જાણતા નથી, માટે નથી લખ્યું. સ્કૃત સુભદ્રા નિમિતે સંગ્રામ થયેલ- સુભદ્રા, કૃષ્ણ વાસુદેવની બહેન, તે પાંડુ પણ અર્જનમાં ક્ત બની, તેથી તસુભદ્રા કહેવાઈ. તે સગવતી થઈ અર્જુન પાસે આવી. કૃણે તેને પાછી લાવવા સૈન્ય મોકલ્યું. અર્જુને તેમને જીતી લઈને સુભદ્રાને પરણ્યો. કેટલાંક કાળ પછી તેણીને અભિમન્યુ નામે મહાબલી પુત્ર થયો.

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128