Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૨/૩૬
૨૨૩
૨૨૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
વિસ્મયકારી છે. કોને ? ઘણાં મનુષ્યોને અવસ્થાવિશેષમાં. કહ્યું છે - સત્ય વડે
અગ્નિ શીત થાય છે, ઈત્યાદિ. સત્ય હેતુથી મહાસમુદ્ર મથે રહે છે, પણ ડૂબતા નથી. મુઢાણિયાવિ-મુઢ-નિયત દિશાગમનને ન જાણતાં, અણિય-અગ્રતુંડ કે અનીક, તેને પ્રવતવનાર જન સૈન્ય જેને છે તે. પોત-મ્બોધિસ્થ, સત્યથી ઉદક સંભ્રમમાં પણ વચન પરિણામથી ભીંજાતા નથી, - x - અગ્નિસંભ્રમમાં બળતા નથી. આર્જવયુક્ત મનુષ્યો સત્યથી બળતા તેલાદિને હાથમાં લે તો પણ બળતા નથી. પર્વતના એક દેશથી ફેંકવા છતાં મરતા નથી ઈત્યાદિ - X - X -
કહ્યું છે - પ્રિય, સત્ય, વાક્ય કયાં મનુષ્યનું હૃદય હરતું નથી, લોકમાં પ્રતિતિપદ સત્યવાણી અર્થને આપે છે, દેવો કામિક ફળ આપે છે ઈત્યાદિ. * * • તેથી બીજું સત્યમહાવત ભગવત્ જિને સારી રીતે કહ્યું છે તે દશ ભેદે છે. - જનપદ, સંમત આદિ દશવૈકાલિકાદિમાં પ્રસિદ્ધ છે. ચૌદપૂર્વીએ પણ પૂર્વગત શ્રત વિશેષથી જાણેલ છે. મહર્ષિને સિદ્ધાંત વડે આપેલ છે કે સમાચારથી જાણેલ છે. લોકોને અર્થ વડે કહેલ છે. • x • x • અથવા દેવેન્દ્ર દિને જિનવચનરૂપ જીવાદિ અર્શી કહેવાયા છે. વૈમાનિકોને જિન આદિ વડે ઉપાદેયપણે પ્રતિપાદિત કરેલ છે. અથવા વૈમાનિકોએ તે સેવેલ છે અથવા સમર્થન કરેલ છે. તે મહાપ્રયોજનવાળું છે - તે જ કહે છે -
મંત્ર, ઔષધિ, વિધાને સાધવાનું પ્રયોજન છે, તેનો સત્ય વિના અભાવ છે. વિદ્યાચારણ આદિ વંદોને અને શ્રમણોને આકાશગમન પૈક્રિય કરણાદિ પ્રયોજન વિધા સિદ્ધ છે. મનુષ્યગણોને સ્તુત્ય, દેવગણોને પૂજ્ય, અસુરગણોને પૂજનીય છે. અનેક પાખંડી દ્વાસ-વિવિધ વ્રતી વડે તે સ્વીકૃત છે, જે લોકમાં સારભૂત, મહાસમુદ્રથી અતિશય વડે ક્ષોભ્યત્વથી ગંભીરતર છે - સ્થિરતર છે. મેરુ પર્વતથી અચલિત છે, ઈત્યાદિ - X - X - તેમાં મંગ-હણેિગમેપીમમાદિ. થી . વશીકરણાદિ પ્રયોજન દ્રવ્યસંયોગ, જપા-મંત્ર વિધાનો જ૫, વિધા-પ્રજ્ઞપ્તિ આદિ. ભક-તિછલોકવાસી દેવો. અા-નારાય આદિ શ્રેય આયુધ કે સામાન્ય શ. શાસ્ત્ર-અર્ય શાસ્ત્રાદિ. શસ્ત્ર-ખડ્યાદિ, શિક્ષા-ક્લાગ્રહણ, આગમ-સિદ્ધાંત, તે બધું સત્યમાં પ્રતિષ્ઠિત છે. અસત્યવાદીને કોઈપણ મંગાદિ પ્રાયઃ સાધ્ય થતાં નથી.
વળી સત્ય પણ સદ્ભત અર્થ માનતાથી સંયમને બાધક હોય તેવું થોડું પણ બોલવું ન જોઈએ. તે કેવું છે ? જીવવધથી હિંસક, સાવધ-પાપ વડે યુક્ત. તેથી જ કાણાને કાણો, લંગડાને લંગડો, વ્યાધિવાળાને રોગી, ચોરને ચોર ન કહેવો.. ભેદ-વ્યાધિ ભેદકારી, વિકથા-સ્ત્રી આદિની કથા, તેને કરનાર, અનર્થવાદ-નિપ્રયોજન બોલવું, કલહ-ઝઘડો કરવો. અનાર્ય-અનાર્ય દ્વારા પ્રયુક્ત, અન્યાચ્ય-અન્યાયયુક્ત, અપવાદ-બીજાના દૂષણો કહેવા. વિવાદ-વિપતિપતિથી યુક્ત. વલંબ-બીજાને વીડંબનાકારી, ઓજ-બળ, વૈર્ય-ધૃષ્ટતા, બકુલ-પ્રયુર, નિર્લજલારહિત, ગહણીય-નિંધ, દુર્ઘટ-અસમ્યક્ જોયેલ, દુઃશ્રુત-અસમ્યક સાંભળેલ, દુ—ણિત-સમ્યક જ્ઞાત. પોતાની સ્તુતિ અને બીજાની નિંદા ન કરવી.
નિંદાને કહે છે - તું બુદ્ધિમાન - અપૂર્વ શ્રુત દટગ્રહણ શક્તિ યુત નથી. તું ધન્ય-ધન પ્રાપ્તિ નથી, પ્રિયધમ-ધર્મપ્રિય નથી. તું કુલીન-કુલ-જાત નથી. દાનપતિ-દાનદાતા નથી. સૂર-ચારભટ, સુભટ નથી. તું પ્રતિરૂપ-રૂપવાનું નથી, લટ-સૌભાગ્યવાન નથી, પંડિત-બુદ્ધિમાન નથી. બહુશ્રુત-સાંભળીને શીખેલા ઘણાં શાસ્ત્ર, અથવા બહસત એટલે ઘણાં પુછો કે ઘણાં શિયો નથી. તપસ્વીક્ષપક નથી. પરલોકના વિષયમાં નિશ્રિત-નિઃસંશય મતિ નથી. સર્વકાળ-આજમાં. ઈત્યાદિ - x • તેવી જાત્યાદિની નિંદા વડે પરચિત પીડાકારીત્વ ચાય છે, માટે તે વર્જવું. આવું સત્ય હોય તો પણ ન કહેવું. તેમાં જાતિ-માતૃપા, કુલ-પિતૃપક્ષ, રૂપ-આકૃતિ, વ્યાધિ-ચિર સ્થાયી કુષ્ઠાદિ, રોગ-શીઘતર ઘાતિ જ્વરાદિ.
દુહિલ-ન્દ્રોહવાળા, પાઠાંતચી દુહઓન્દ્રવ્યથી અને ભાવથી ઉપચાર-પૂજા કે ઉપકારને ઉલ્લંઘવો. આવું સત્ય સદ્ભુત હોવા છતાં અસત્ય છે, તે ન બોલવું. તો કેવું. પુજા - અહીં ‘પુનઃ પૂર્વ વાક્યર્થ અપેક્ષાએ ઉત્તર વાક્યર્થને વિશેષ જણાવવા માટે છે. સત્ય બોલવું ?
દ્રવ્ય-ત્રિકાળ અનુગતિ લક્ષણ પુદ્ગલાદિ વસ્તુ. પર્યાય-જૂના-નવા આદિ ક્રમવર્તીધર્મ. ગુણ-વણદિ, સહભાવિ ધર્મ, કર્મ-કૃષ્ણાદિ વ્યાપાર, શિલા-આચાર્યએ શીખવેલ ચિત્રકમદિ ક્રિયા વિશેષ. આગમ-સિદ્ધાંત-અર્થથી યુક્ત. * * * દ્રવ્યાદિયુક્તવ વચનના અભિધાયકવરી અથવા દ્રવ્યાદિ વિષયમાં. નામખ્યાતનિપાતાદિ પદ હેતુયોગિકાદિ તેમાં પદ શબ્દ બધાં સાથે જોડાતાં નામપદ, આખ્યાતપદ આદિ સમજવું.
તેમાં નામ પદ બે ભેદે - વ્યુત્પન્નમાં દેવદત્તાદિ, વ્યુત્પમાં ડિથ આદિ. આખ્યાત-ક્રિયા સાધ્યપદ, કર્ય-કરે છે - કરશે. તે - તે અર્થ જણાવવા તે-તે
સ્થાનોમાં પડે તે નિપાતપદ - ‘ખલુ' આદિ. ધાતુ સમીપે યોજાય, એ ઉપસર્ગથી તપ પદ તે ઉપસપદ, પ્ર-પરા આદિ. તદ્ધિત-અર્થ અભિધાયક જે પ્રત્યય, તદત્ત પદ તે તદ્ધિત પદ, નાભિના અપત્ય-નાભેય. સમાસ-પદોના એકીકરણરૂપ પદ, તપુરપાદિ, જેમકે રાજપુરુષ. સંધિ-સબ્રિક પદ, ‘દધીદ' આદિ. હેતુ-સાધ્યા વિનાભૂતવલક્ષણ, - x - યૌગિક-હત્યાદિ સંયોગવતુ, • x • ઉણાદિ-ઉણુ વગેરે પ્રત્યયાત પદ, જેમકે સ્વાદુ. ક્રિયાવિધાન-સિદ્ધ ક્રિયાવિધિ, પદવિધિ જેમકે - પાચક આદિ. ધાતુ-“ભૂ આદિ, સ્વર-અકારાદિ કે પજ આદિ, રસ-શૃંગારાદિ નવ. નવ રસ - શૃંગાર, હાસ્ય, કરુણા, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત આ નવ રસો નાટ્યમાં જણાવેલા છે.
વિભક્તિ-પ્રથમા આદિ સાત, વર્ણ - 8 કારાદિ વ્યંજનો વડે યુક્ત. સત્યને ભેદથી કહે છે - ત્રિકાળ વિષય દશ ભેદે સત્ય છે. તે આ પ્રમાણે - જનપદ, સંમત, સ્થાપના, નામ, રૂપ, પ્રતીત, વ્યવહાર, ભાવ, યોગ અને ઉપમા સત્ય. તેમાં (૧) જનપદ સત્ય - જેમકે કોંકણાદિ દેશમાં પાણીને પયસ કહે છે. (૨) સંમત સત્ય - અરવિંદને પંકજ કહેવાય કુવલયાદિને નહીં. (૩) સ્થાપનાસત્ય

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128