Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 113
________________ ૨/૧/૩૨ થી ૩૫ સિદ્ધવર શાસન પ્રસિદ્ધ છે, સિદ્ધ છે, બહુમૂલ્ય છે, સમ્યક્ પ્રકારે ઉપદિષ્ટ છે અને પ્રશસ્ત છે. - - તેમ હું કહું છું. • વિવેચન-૩૦ થી ૩૫ ઃ ૨૧૧ હે જંબૂ ! હવે આશ્રવદ્વાર પછી પાંચ સંવ-કર્મનું ઉપાદાન ન કરવારૂપ દ્વારને - ઉપાયોને હું કહીશ. આનુપૂર્વા-પ્રાણાતિપાત વિરમણ આદિ ક્રમથી જે પ્રમાણે શ્રી મહાવીર વર્ઝમાનસ્વામીએ કહેલ છે. આ સમાનતા અવિર્યમાત્રથી છે, સકલ સંશય વ્યવચ્છેદ, સર્વસ્વભાષાનુગામિ ભાષાદિ અતિશય વડે નથી. પહેલું સંવર દ્વાર અહિંસા છે, બીજું સત્ય વચન કહ્યું. દાં-અપાયેલ અશનાદિ, અનુજ્ઞાત-પીઠ, ફલક આદિ ભોગવવા માટે અપાયેલ, તે અશનાદિ માફક ન લેવા. સંવ-દત્તાનુજ્ઞાત લક્ષણ ત્રીજું સંવર. બ્રહ્મચર્ય અને અપરિગ્રહત્વ ચોથુંપાંચમું સંવર. - X - તે પાંચમાં પહેલું અહિંસા - ત્રસ, સ્થાવરોમાં સર્વે ભૂતોને ક્ષેમકરણ કરનારી. તે અહિંસા પાંચ ભાવનાયુક્ત છે. હું તેના ગુણદેશને કંઈક કહીશ. હવે આ વસ્તુ ગધપણે કહે છે - - સંવર શબ્દ વડે તેને કહે છે. હે સુવ્રત-શોભનવત ! જંબૂ ! મહતી-ત્રણ કરણ, ત્રણ યોગથી, જાવજ્જીવ સર્વ વિષય નિવૃત્તિરૂપથી અને અણુવ્રત અપેક્ષાએ મોટી. વ્રત-નિયમા મહાવત. લોકે ધૃતિદાનિ-જીવલોકમાં ચિત સ્વાસ્થ્યકારી વ્રતો. વાચનાંતરથીલોકના હિત માટે બધું આપે છે તે. - x - તપ-અનશનાદિ પૂર્વ કર્મનું નિર્જરણ ફળરૂપ. સંયમ-પૃથ્વી આદિ સંરક્ષણ લક્ષણ, નવા કર્મનું ફલ ન આપનાર, તે રૂપ. વ્યય-ક્ષય, તપ-સંયમ અવ્યય, શીલ-સમાધાન, ગુણ-વિનયાદિ, તેના વડે પ્રધાન જે વ્રતો તે શીલગુણવવ્રતાનિ અથવા શીલના ઉત્તમ ગુણો. તેનો જે વ્રજ-સમુદાય તે શીલગુણવસ્ત્રજ. સત્યમૃષાવાદવર્જન. આર્જવ-માયાવર્જન, તત્વધાન વ્રતો. નકાદિ ચાર ગતિને મોક્ષ પ્રાપકતાથી વિચ્છેદ કરે છે. તે સર્વજિન વડે પ્રતિપાદિત કરેલ છે. - X - જે કર્મજને વિદારે છે. સેંકડો ભવના વિનાશક, તેથી જ સેંકડો દુઃખોના વિમોચક, સેંકડો સુખની પ્રવર્તક. કાયર પુરુષથી દુઃખેથી પાર ઉતારાય છે અને સત્પુરુષો વડે પાર પમાડાય છે. વિશેષ ગ્રંથાંતરથી જાણવું. નિર્વાણગમન માર્ગ છે તથા સ્વર્ગે, પ્રાણીને લઈ જાય છે. - X + X હવે મહાવ્રત નામક સંવરદ્વારનું પરિમાણ કહે છે – સંવરદ્વાર પાંચ છે. આ શિષ્ટ પ્રણેતાએ કહ્યું છે, ભગવંત-શ્રી મહાવીરસ્વામીએ આ કહ્યું છે, તેથી શ્રદ્ધેય છે. આ અહિંસાની પ્રસ્તાવના થઈ. હવે પહેલા સંવરના નિરૂપણાર્થે કહે છે – તે પાંચ સંવ-દ્વાર મધ્યે પહેલું સંવરદ્વાર ‘અહિંસા’ છે. કેવી ? જે દેવ-મનુષ્ય-અસુર લોકને હોય છે. દીવ-દ્વીપ કે દીપ. અગાધ સમુદ્ર મધ્યે વિચરતા, શ્વાપદાદિથી કદર્શિત, મહાઉર્મી વડે મથ્યમાન શરીરીને આ દ્વીપ ત્રાણરૂપ થાય છે તેમ જીવોને આ અહિંસા સંસાર સાગર મધ્યે પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ સેંકડો વ્યસનરૂપ શ્વાપદ વડે પીડિત અને સંયોગ-વિયોગ રૂપ ઉર્મી વડે મથિત થતાંને ત્રાણરૂપ થાય છે તે સંસારસાગરથી પાર ઉતારવાના હેતુપણાથી અહિંસાદ્વીપ કહ્યો છે. દીવો-જેમ અંધકારને નિવારી, ઉજાસ પ્રસરાવવા આદિ માટે, અંધકાર સમૂહનું નિવારણ કરવામાં પ્રવૃત્તિ આદિ કારણ અહિંસા થાય છે, તેમ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ અંધકારને નિવારવા વિશુદ્ધ બુદ્ધિરૂપ પ્રભા પટલ પ્રવર્તનથી તે દીપ-દીવો કહેવાય છે. ત્રાણ-પોતાને અને બીજાને આપત્તિથી રક્ષણ આપે છે તથા તે રીતે જ શરણરૂપ સંપત્તિ આપે છે. શ્રેયના અર્થી વડે આશ્રય કરાય છે તે ગતિ પ્રતિષ્ઠન્તિસર્વે ગુણો કે સુખ જેમાં રહે છે તે. નિર્વાણ-મોક્ષ, તેના હેતુરૂપ. નિવૃત્તિ-સ્વાસ્થ્ય, સમાધિ-સમતા, શક્તિ-શક્તિના હેતુરૂપ, શાંતિ-દ્રોહવિરતિ. કીર્તિ-ખ્યાતિના હેતુત્વથી, કાંતિ-કમનીયતાના કારણરૂપ, વિરતિ-પાપથી નિવૃત્તિ. શ્રુતાંગ-શ્રુતજ્ઞાનનું કારણ. જેમકે પહેલું જ્ઞાન પછી દયા. દયા-જીવરક્ષા. પ્રાણી સઘળાં બંધનથી મૂકાય છે તેથી વિમુક્તિ. ૨૧૨ ક્ષાંતિ-ક્રોધના નિગ્રહથી જન્મે છે માટે અહિંસા પણ ક્ષાંતિ કહેવાય. સમ્યકત્વસમ્યગ્ બોધિરૂપે આરાધાય છે મહંતી-સર્વે ધર્માનુષ્ઠોનામાં મોટી. સર્વે જિનવરોએ એક જ માત્ર વ્રત-પ્રાણાતિપાતવિરમણ નો નિર્દેશ કર્યો છે. બાકીના તેની રક્ષાર્ચે છે. બોધિ-સર્વજ્ઞ ધર્મ પ્રાપ્તિ, તે અહિંસા રૂપ છે અથવા અહિંસા-અનુકંપા, તે બોધિનું કારણ છે, માટે બોધિ કહ્યું. - x - બુદ્ધિ સાફલ્યના કારણત્વથી બુદ્ધિ. કહ્યું છે જે - x - ધર્મકળા જાણતા નથી તે અપંડિત છે કેમકે ધર્મ-અહિંસા જ છે. ધૃતિ-ચિત્તની દઢતા - X - સાદિ-અનંત મુક્તિની સ્થિતિનો હેતુ હોવાથી સ્થિત. પુન્ય ઉપચયના કારણત્વી પુષ્ટિ. સમૃદ્ધિ લાવે છે માટે નંદા. શરીરીનું કલ્યાણ કરે છે માટે ભદ્રા. પાપ ક્ષયનો ઉપાય અને જીવનિર્મળતા સ્વરૂપત્વથી વિશુદ્ધિ. કેવળજ્ઞાનાદિ લબ્ધિ નિમિતત્વથી લબ્ધિ. વિશિષ્ટદૃષ્ટિ-પ્રધાનદર્શન, તેનાથી બીજા દર્શનની અપ્રાધાન્યતાથી કહ્યું. કહ્યું છે – ઘાસના પૂળા જેવા કરોડ પદ ભણવાથી શું? જેણે બીજાને પીડા ન કરવી જોઈએ તેમ જાણ્યું નથી ? કલ્યાણ પ્રાપ્ત કરાવનાર હોવાથી કલ્યાણ. દુરિત ઉપશાંતિ હેતુથી મંગલ. - ૪ - ૪ - રક્ષા-જીવરક્ષણના સ્વભાવત્વથી, મોક્ષવાસને આપનાર હોવાથી સિદ્ધિ આવાસ. કર્મબંધના નિરોધનો ઉપાય હોવાથી અનાશ્રવ. - X - X - સમિતિ-સમ્યક્ પ્રવૃત્તિ રૂપત્વથી અહિંસા. શીલ-સમાધાન, સંયમ-હિંસાથી વિરમેલ. - x - શીલપરિગૃહ-ચાસ્ત્રિ સ્થાન. ગુપ્તિ-અશુભ મન વગેરેનો નિરોધ. વ્યવસાય-વિશિષ્ટ નિશ્ચયરૂપ. ઉચ્છ્વય-ભાવનું ઉન્નતત્વ, યજ્ઞ-ભાવથી દેવપૂજા. આયતન-ગુણોનો આશ્રય. યજન-અભયનું દાન અથવા યતન-પ્રાણિ રક્ષણ માટે પ્રયત્ન. અપ્રમાદ-પ્રમાદવન. આશ્વાસન-પ્રાણી માટે આશ્વાસન. - ૪ - અભય-સર્વ પ્રાણિગણને નિર્ભય પ્રદાતા. અમાઘાત-અમારિ. ચોક્ષા અને પવિત્રા બંને એકાર્થક શબ્દોના ઉપાદાનથી અતિશય પવિત્ર. શુચિ-ભાવશૌચરૂપ. - x - તા-પવિત્રા કે પૂજા, ભાવથી દેવપૂજા. - ૪ - નિમ્મલા-જીવને નિર્મળ કરે

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128