Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૧૨ થી ૧૪
તેના ઉપર બેસીને, પૌષધશાળામાં પૌષધ લઈ દર્ભ સંથારે બેસી, ભગવંત મહાવીર પાસે ધર્મપજ્ઞપ્તિ સ્વીકારીને રહ્યો.
• વિવેચન-૧૨ થી ૧૪ :
અંતે થાય તે આંતિકી, ભગવંત પાસે સ્વીકારેલી. ધર્મ પ્રજ્ઞાપના, અનુષ્ઠાન વડે સ્વીકારીને, ‘પૂરળ' - ભગવતીમાં કહેલ બાલતપસ્વી, તેની જેમ આનંદે કર્યુ - X - X - નાયકુલ-સ્વજનગૃહ, ઉપસ્કરોતુ-રાંધવું, ઉવકરેઉ-રાંધેલને બીજા દ્રવ્યો વડે સંસ્કારવું-ગુણાંતર કરવું.
૩૧
• સૂત્ર-૧૫ :
ત્યારપછી આનંદ શ્રાવક ઉપાસક પ્રતિમા સ્વીકારીને વિચરે છે, પહેલી શ્રાવકપ્રતિજ્ઞા યથા-સૂત્ર, માર્ગ, તથ્યથી સમ્યક્, કાયા વડે સ્પર્શે છે, પાળે છે, શોભે છે, પૂર્ણ કરે છે, કીર્તન-આરાધન કરે છે. પછી તે બીજી-ત્રીજી-ચોથીપાંચમી-છઠ્ઠી યાવત્ અગીયારમી પ્રતિમા યાવત્ આરાધે છે.
• વિવેચન-૧૫ :
પદમ - અગિયારમાં પહેલી ઉપાસક પ્રતિમા-શ્રાવકોચિત અભિગ્રહ વિશેષ. તે આ - શંકાદિ શલ્યરહિત સમ્યક્દર્શનયુક્ત, શેષ ગુણ રહિત, જે પ્રાણી તે પહેલી પ્રતિમા. સમ્યગ્દર્શન સ્વીકાર તેની પૂર્વે પણ હતો. અહીં શંકાદિ દોષ, રાજાભિયોગાદિ અપવાદ સિવાય, તથાવિધ સમ્યગ્દર્શનાચારના વિશેષ પાલન વડે પ્રતિમાત્વ સંભવે છે. તે સિવાય પહેલી પ્રતિમા એકમાસે, બીજી બે માસે યાવત્ અગિયારે પ્રતિમા સાડા પાંચ વર્ષે પૂર્ણ કરી, તેમ કહ્યું, તે અર્થ સંગત થશે નહીં. આ અર્થ દશાશ્રુતસ્કંધાદિમાં નથી, કેમકે ત્યાં શ્રદ્ધામાત્ર રૂપ પહેલી પ્રતિમાનું પ્રતિપાદન છે.
માસુત્ત આદિ-સૂત્ર પ્રમાણે, પ્રતિમાચાર ઉલ્લંઘ્યા વિના, ક્ષાયોપશમિક ભાવ ન છોડીને, તત્વ મુજબ. સેફ આદિ-સ્પર્શે છે, સતત ઉપયોગ જાગૃતિ વડે રક્ષે છે, ગુરુપૂજા પૂર્વક પારણું કરીને શોભાવે છે અથવા નિરતિચારપણે શુદ્ધ કરે છે, કાળ મર્યાદા પૂર્ણ થવા છતાં પરિણામને તજતો નથી, તેની સમાપ્તિમાં “મેં કરવા યોગ્ય કર્યુ” એમ સ્તુતિ કરે છે. આ બધાં પ્રકારો વડે નિર્દોષપણે પૂર્ણ કરે છે.
બીજી પ્રતિમા-દર્શન પ્રતિમા યુક્ત નિરતિચાર અણુવ્રતને પાળતો, અનુકંપાદિ ગુણયુક્ત જીવને બીજી પ્રતિમા હોય. - - ત્રીજી પ્રતિમા-સામાયિક પ્રતિમા-શ્રેષ્ઠ દર્શન, વ્રતયુક્ત, જે ત્રિસંધ્યાએ સામાયિક કરે છે તે આ ત્રણ માસની પ્રતિમા છે. ચોથીપૌષધ પ્રતિમા, પૂર્વોક્ત પ્રતિમા યુક્ત આઠમ, ચૌદશ આદિ પર્વદિને ચાર માસ સુધી સંપૂર્ણ પૌષધ પાળે. પાંચમી-કાયોત્સર્ગ પ્રતિમા-સમ્યકત્વ, અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રતવાળો, સ્થિર, જ્ઞાની, આઠમ-ચૌદશે એક રાત્રિ કાયોત્સર્ગમાં સ્થિર રહે, તે સિવાયના દિવસે સ્નાન અને રાત્રિભોજન છોડી, કચ્છને મોકળો મૂકી દિવસે બ્રહ્મચારી અને રાત્રે પરિમાણ કરેલો હોય, ત્રિલોકપૂજ્ય-જિતકષાયી જિનનું, પ્રતિમા સ્થાયી (શ્રાવક) ધ્યાન કરે અથવા નિજ દોષ સિવાયનું ધ્યાન પાંચ માસ કરે.
છઠ્ઠી અબ્રહ્મ વર્જન પ્રતિમા-પૂર્વોક્ત પ્રતિમા ગુણયુક્ત, મોહનીય કર્મ જિતેલો,
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
એકાંતે મૈથુન ત્યાગે અને રાત્રિએ સ્થિર ચિત્ત હોય. શ્રૃંગાર કથા વિક્ત તે સ્ત્રી સાથે ન રહે, સ્ત્રીનો અતિપ્રસંગ અને ઉત્કૃષ્ટ વિભૂષા ત્યજે, એ રીતે છ માસ સુધી રહે. અથવા બીજી રીતે યાવજ્જીવ અબ્રહ્મને ત્યાગે. સાતમી સચિત્તાહાર ત્યાગરૂપ પ્રતિમા-સંપૂર્ણ સચિત્તાહારનો વિધિપૂર્વક ત્યાગ અને બાકીની પ્રતિમાઓના પદ વડે ચાવત્ સાતમાસ યુક્ત રહે.
આઠમી સ્વયં આરંભવર્જન પ્રતિમા-આઠ માસ માટે સ્વયં સાવધારંભ તજે.
૩૨
વૃત્તિ નિમિત્તે પ્રેય્યાદિ દ્વારા આરંભ કરાવે, પૂર્વોક્ત પ્રતિમા પાળે. નવમી મૃતક પેપ્યારંભ વર્જનપ્રતિમા-પ્રેષ્ય દ્વારા સાવધ આરંભ ન કરાવે અને પૂર્વોક્ત પ્રતિમાયુક્ત નવ માસ રહે. દશમી ઉદ્દિષ્ટ ભક્તવર્જન પ્રતિમા-ઉદ્દિષ્ટ કૃત ભોજન પણ વર્ષે, અસ્ત્રાથી મુંડ થાય કે શિખા ધારે. દ્રવ્ય વિશે પૂછતા, જાણવા છતાં, જાણું છું કે નહીં, તેમ ન કહે. પૂર્વોક્ત ગુણ યુક્ત, કાલમાન-દશ માસ. અગિયારમી શ્રમણભૂત પ્રતિમા-અસ્ત્રાથી મુંડ કે લોચ કરેલ, રજોહરણ અને અવગ્રહ ગ્રહી, શ્રમણ માફક કાચા વડે ધર્મને સ્પર્શતો એક દિવસથી આરંભી, અગિયાર માસ સુધી વિચરે.
• સૂત્ર-૧૬ થી ૧૮ઃ
[૧૬] ત્યારપછી આનંદ શ્રાવક આ આવા ઉદાર, વિપુલ, પ્રયત્નરૂપ, પ્રગૃહીત તપોકર્મથી શુષ્ક યાવત્ કૃશ અને ધમનિ વ્યાપ્ત થયો. ત્યારપછી
આનંદ શ્રાવકને અન્ય કોઈ દિને મધ્યરાત્રે ધર્મ જાગરિકા કરતાં આવો સંકલ્પ થયો કે
-
હું યાવત્ ધમનિ વ્યાપ્ત થયો છું. હજી મારામાં ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ, શ્રદ્ધા-ધૈર્ય-સંવેગ છે, તો મારામાં જ્યાં સુધી ઉત્થાન યાવત્ સંવેગ છે, મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, જિન-સુહસ્તિ શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં સુધી, મારે ઉચિત છે કે આવતીકાલે યાવત્ સૂર્ય ઉગતા, પશ્ચિમ મારણાંતિક સંલેખના, આરાધના યુક્ત થઈને, ભાત-પાણીનું પ્રત્યાખ્યાન કરીને કાલની અપેક્ષા ન કરીને વિચરવું. એમ વિચારીને કોઈ દિવસે શુભઅધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ થતી લેશ્યા, તદાવરણીય કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન ઉપજ્યું. પૂર્વમાં લવણસમુદ્રમાં ૫૦૦ યોજન ક્ષેત્રને જાણે-જુએ છે. એ રીતે દક્ષિણ અને પશ્ચિમમાં જાણવું. ઉત્તરમાં ગુલ્લ હિમવંત વર્ષધર પર્વત સુધી, ઉંચે સૌધર્મકા, નીચે આ રત્નપ્રભા પૃથ્વીના ૮૪,૦૦૦ વર્ષ સ્થિતિક રોય નરક સુધી જાણે-જુએ છે.
[૧] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. પર્યાદા નીકળી યાવત્ પાછી ગઈ. ત્યારે ભગવંતના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર, જે ગૌતમ ગોત્રીય, સાત હાથ ઉંચા, સમયરસ સંસ્થાન સંસ્થિત, વઋષભનારાય સંઘયણી, સુવર્ણપુલક નિઘસ પગૌર, ઉગ્ર-દિપ્ત-તપ્ત-ઘોર-મહાતપસ્વી, ઉદાર, ઘોર ગુણ, ઘોર તપવી, ઘોર બ્રહ્મચારી, શરીર મમત્વ ત્યાગી, સંક્ષિપ્ત-વિપુલ તેજલેશ્તી, નિરંતર છટ્ઠ-છઠ્ઠ તપોકર્મથી સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરતા હતા.