Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૧/૭
મા-બિડાલી, કોલશુનક-મહાશુકર અથવા ક્રોડા-શૂકર, શ્વાન-કૌલેયક, શ્રીકંદલક આવર્તવાળા અને એકપુર વિશેષ. કોકતિકા-લોમટકા, જે રાત્રિમાં કૌ કૌ એમ બોલે છે. ગોકર્ણ-બે ખુરવાળા ચતુષ્પદ વિશેષ. મૃગ-સામાન્ય હરણ. - - ૪ - ૪ - વિાયવ્યાઘ્ર, છગલ-બકરી, દ્વીપિકા-ચિત્રક નામે નાખર વિશેષ. શ્વાન-વન્ય કૌલેયક. તરક્ષ, અચ્છ, ભલ, શાર્દૂલ એ બધાં વ્યાઘ્ર વિશેષ છે. ચિતલ-નખોવાળો પશુ. ચિત્રલ-હરિણ આકારે દ્વિષ્ઠુર વિશેષ. ચતુષ્પદ વિધાનક તજાતિ વિશેષ.
અજગર-ઉર:પરિસર્પ વિશેષ, ગોણસ-ફેણ વિનાનો સર્પ, વરાહ-દૃષ્ટિવિષ સર્પ, મુકુલી-ફેણવાળો સર્પ, કાકોદર-સામાન્ય સર્પ દર્ભપુષ્પ-દીંકર સર્પ આસાલિક-જેનું શરીર ઉત્કૃષ્ટથી બાર યોજન પ્રમાણ હોય છે. ચક્રવર્તી આદિના ક્ષય કાળે મહાનગર સ્કંધાવાની નીચે ઉત્પન્ન થાય છે. મહોરગ-મનુષ્ય ક્ષેત્રની બહાર થનાર, જેનું શરીર ૧૦૦૦ યોજન પ્રમાણ ઉર્ષથી છે. ઉરગવિધાનક કર્યુ.
૧૨૩
ક્ષીરલ અને શરંબ એ ભુજપરિસર્પ વિશેષ છે. સેહા-તીક્ષ્ણ શૂળવાળું શરીર, શલ્યક-જેના ચર્મ અને તેલથી અંગરક્ષા કરાય છે. શરટ-કૃકલાશ, જાહક-કાંટાથી આવૃત્ત શરીરી, મુગુંસ-ગિરગિટ, ખાડહિલ-કાળા ધોળા પટ્ટાથી અંકિત શરીરવાળો, શૂન્ય દેવકુલાદિવાસી. વાતોત્પત્તિકા-રૂઢિથી જાણવું. - x - આ સરિસૃપગણ કહ્યો. આ અને આવા આન્ય.
X
કાદંબ-હંસ વિશેષ, બક-બગલો, બલાક-બિસમંઠિકા, - x - વંજુલ-ખદિર ચાંચવાળા, પિપીલિકા-એક પ્રકારની ચકલી, હંસ-શ્વેતપક્ષી, ધાર્તરાષ્ટ્ર-કાળા મુખ અને પગવાળા હંસ, કુલિકોશ-કુટીકોશ, દકતુંડ-જળકુકડી, સૂચીમુખ-સુઘરી, ચક્રવાકશાંગ, ઉત્ક્રોશ-કુરર, ગરુડ-સુપર્ણા, શુક-પોપટ, બર્હિણ-કલાપવાળો મોર, મદન શલાકા-સારિકા, મેના. શ્રૃંગાસ્કિા-બે અંગુલ પ્રમાણ શરીરી અને ભૂમિ ઉપર કુદનાર વિશિષ્ટ પક્ષી, ચિટિકા-કલંબિકા અને ઢિંકા, કુકુટ-મુરઘો, મયૂર-કલાપરહિત, હદપુંડરીકા-જલીય પક્ષી, પાઠાંતરથી કક, વાયસ-કાકપક્ષી, ચમસ્થિલા-ચર્મચટક, વિતત પક્ષી-મનુષ્યક્ષેત્ર બહાર હોય છે. આ બધાં ખેચરવિધાનકૃત છે, તથા આવા પ્રકારના અન્ય. આ બધાં શબ્દોમાં કેટલાંક અજાણ્યા અર્થવાળા છે, કેટલાંક અજાણ્યા પર્યાયવાળા છે, નામકોશમાં પણ કેટલાંકનો પ્રયોગ જણાતો નથી. - ૪ -
જલ-સ્થલ-આકાશચારી, પંચેન્દ્રિય વિવિધ પશુગણ, બે, ત્રણ, ચાર અને પાંચ ઈન્દ્રિયો જેની છે તે. અર્થાત્ બેઈન્દ્રિય આદિ, તેને-વિવિધ કુળ ભેદથી જીવોને જીવિત પ્રિય છે - પ્રાણ ધારણ કરવા સ્વીકાર્ય છે. મરણ રૂપ દુઃખ અથવા મરણ અને દુઃખ પ્રતિકૂળ છે. તથા તે વરાક-તપસ્વી, બિચારા. શું? તે કહે છે – ધ્વનિ - વિનાશ કરે છે. આવા જીવો ઘણાં સંક્લિષ્ટ કર્મવાળા જાણવા. - - આ પ્રમાણે વધ્યદ્વારથી પ્રાણવધના પ્રકાર કહ્યા. હવે તે પ્રયોજન દ્વારથી કહે છે હવે કહેવાનાર પ્રત્યક્ષ વિવિધ પ્રયોજન વડે કહે છે. તે પ્રયોજન કયા છે ? તે આ –
-
ચર્મ-ચામડી, વસા-ચરબી, મેદ-દેહધાતુ વિશેષ, શોણિત-લોહી, યકૃત-દક્ષિણ કુક્ષિમાંની માંસ ગ્રંથિ, ફિફિસ-ઉદર મધ્યેનો અવયવ વિશેષ, મસ્તુલિંગ-ભેજુ, આંત્ર
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
આંતરડા, પિત્ત-દોષ વિશેષ, ફોસ-શરીરનો અવયવ, - x - અસ્થિ-હાડકા, મજાહાડકા મધ્યનો અવયવ વિશેષ, નયન-આંખ, કર્ણ-કાન, હારુ-સ્નાયુ, નક્ક-નાક, ધમની-નાડી, શ્રૃંગ-શીંગડુ, દંષ્ટ્રા-દાઢ, પિચ્છ-પીંછા, વિષ-કાલકુટ, વિષાણ-હાથીદાંત, વાલ-વાળ અહીં એમ કહે છે – અસ્થિ, મજ્જાદિ હેતુથી હણે છે. ભ્રમર-લોક વ્યવહારથી પુરુષરૂપે ઓળખાવાતો ભમરો, મધુકરી-સ્ત્રીપણે વ્યવહાર કરાતી મધમાખી, ગણ-સમૂહ, તેના મધમાં વૃદ્ધ.
૧૨૪
તેઈન્દ્રિય ચૂકા-માંકડ, શરીરોપકરણાર્થ - શરીરના ઉપકારને માટે, માંકડ આદિકૃત્ દુઃખના પરિહારને માટે અથવા શરીરના ઉપકારને માટે હશે. અર્થાત્ શરીર સંસ્કારમાં પ્રવૃત્ત અને ઉપકાર સાધન સંસ્કાર પ્રવૃત્ત વિવિધ ચેષ્ટા વડે તેને હશે. કેવા ? કૃપણાન-કૃપાના ઈચ્છુક.. તથા બેઈન્દ્રિય, વત્સ્ય-વસ્ત્ર, ઉહર-આશ્રયવિશેષ, પરિમંડન-વિભૂષા, કૃમિરાગ વડે રંગેલ વસ્ત્રો. શંખ-શુક્તિ ચૂર્ણ વડે આશ્રિતો વિભુષા કરે છે. અથવા વસ્ત્રને માટે અને વિભૂષાને માટે. તેમાં વસ્ત્રોને માટે કૃમિ હિંસા સંભવે છે. માટી, જલ આદિ દ્રવ્યોમાં આશ્રયને માટે રહેલ પોરા આદિનો ઘાત થાય છે. હાર આદિ વિભૂષાર્થે મોતી આદિ બેઈન્દ્રિયનો ઘાત કરે છે.
બીજા પણ આવા અનેક ઘણાં સેંકડો કારણો વડે તે બાલિશો ઈહ-જીવલોકમાં હંતિ-ત્રસ, પ્રાણોને હણે છે. - - તથા આ પ્રત્યક્ષ એકેન્દ્રિય-પૃવીકાયિકાદિનો તે બિચારા સમારંભ કરે છે. તેઓ માત્ર એકેન્દ્રિયોને નહીં, પણ તેના આશ્રિત ત્રસોને પણ હણે છે. કેવાને ? પાતળા શરીરોને, અનર્થ પ્રતિઘાતકના અભાવથી અત્રાણ, અર્થ પ્રાપક અભાવથી અશરણ, તેથી જ યોગ-ક્ષેમકારી નાયકના અભાવે અનાય, સ્વજન સંપાધ કાર્યના અભાવથી અબાંધવ - ૪ - મિથ્યાત્વના ઉદયથી મંદબુદ્ધિ, જન-લોક તેના વડે દુર્વિજ્ઞોય જે, તે તથા, પૃથ્વીનો વિકાર તે પૃથ્વીમય તે પૃથ્વીકાયિક. તથા પૃથ્વીને આશ્રીને રહેલ અલસ આદિ ત્રસ.
-
એ પ્રમાણે જલમય-કાયિક, પાણીમાં રહેલ પોરા આદિ ત્રસ-સેવાળ આદિ વનસ્પતિકાયિક, અનન તેઉકાય, અનિલ-વાયુકાય, તૃણ વનસ્પતિગણ-બાદર વનસ્પતિનો સમુદાય. - ૪ - તમ્મયન્તિય - તે અગ્નિ, વાયુ, તૃણ વનસ્પતિગણનો વિકાર, તન્મય અગ્નિકાયિકાદિ જ, તથા અગ્નિ આદિ જીવો, તદ્યોનિક ત્રસ. - X -
તે કેવા છે ? તદાહાર-પૃથ્વી આદિ આધાર જેમાં છે તે, તે જ પૃથ્વી આદિનો આહાર કરે છે, તેથી તેનો આહાર છે. તેમાં જ પૃથ્વી આદિના પરિણત વર્ણ-ગંધ
રસ-સ્પર્શ વડે જે બોદિ શરીર, તે રૂપ-સ્વભાવ જેનો છે તેને. અન્નામ્ - આંખ વડે ન જોઈ શકાતા. પશુપા - આંખ વડે ગ્રાહ્ય. આવા પ્રકારના ત્રસનામ કર્મોદયવર્તી જીવ રાશિમાં થનાર, ત્રસકાયિકને હણે છે. તે અસંખ્યાત છે. તથા સ્થાવકાય-સૂક્ષ્મ અને બાદર, તે-તે નામ કર્યોદય વર્તીજીવ. પ્રત્યેક શરીર નામકર્મ વિશેષ તે પ્રત્યેક શરીરી
અને સાધારણ નામ કર્મોદયવર્તી તે સાધારણ.
સાધારણો અનંત હોય. બાકીના અસંખ્યાતપણાથી સ્થાવર જીવો છે. તેને અજાણતા હણે છે. પરિખાનત - સુખદુઃખ વડે અનુભવતા એકેન્દ્રિયોને હણે છે