Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 81
________________ ૧/૨/૧૧ અપર્યાલોચિત અનર્થકવાદી, નિક્ષેપથાપણ ઓળવે. બીજાના અર્થ-દ્રવ્યમાં ગ્રથિતવૃદ્ધઅત્યંતગૃદ્ધિવાળા, તથા અભિયુર્જત-પરમ અસત્ દુષણોથી જોડે છે. લોભીઓ ખોટી સાક્ષી આપે છે. અસત્ય-જીવોને અહિત કરનાર. અર્થાલિક-દ્રવ્યને માટે અસત્ય બોલે છે. કન્યાલીકકુમારી વિષયક અસત્ય. ભૂમિ અને ગાય સંબંધી અસત્ય. ગુરુબાદર, પોતાની જીભ છેદવા આદિ અનર્થને કરનાર અને બીજાને ગાઢ ઉપતાપ આદિ હેતુને કહે છે. અહીં કન્યાદિ પદથી દ્વિપદ-અપદ-ચતુષ્પદ જાતિ ઉપલક્ષણ અર્થપણે સંગૃહીત થયેલ જાણવા. કઈ રીતે તે કહે છે – ૧૪૭ અધરગતિગમન-અધોગતિગમન કારણ. કહેલ સિવાય જાતિ, રૂપ, કુલ, શીલને કારણે અસત્ય બોલે છે. તે માયા વડે નિગુણ કે નિપુણ છે. તેમાં જાતિકુલમાતાપિતાપક્ષ, તે હેતુથી પ્રાયઃ અલીક સંભવે છે. કેમકે જાત્યાદિ દોષથી કેટલાંક અસત્યવાદીઓ બોલે છે. રૂપ-આકૃતિ, શીલ-સ્વભાવ, તે નિમિત્તેથી થાય છે. પ્રશંસા કે નિંદા વિષયત્વથી જાત્યાદિની અલીક પ્રત્યયતા કહેવી. - - તેઓ કેવા છે ? ચપલ-મનથી ચાપલ્યાદિયુક્ત. પિશુન-બીજાના દોષને ઉઘાડવારૂપ, પરમારથભેદક-મોક્ષ પ્રતિઘાતક, અસંગત-અસલ્ક, અવિધમાન અર્થ અથવા સત્વહીન. વિદ્વેષ્યઅપ્રિય, અનર્થકારક-પુરુષાર્થ ઉપઘાતક, પાપકર્મમૂળ-ક્લિષ્ટ જ્ઞાનાવરણાદિ બીજ. દુષ્ટ-અસમ્યક્, દૃષ્ટ-દર્શન, દુષ્ટ શ્રુત-શ્રવણ જેમાં છે તે દુઃશ્રુત. જેમાં મુણિત-જ્ઞાન નથી તે અમુણિત. નિર્લજ્જ-લજ્જારહિત. લોક ગહણીય-પ્રસિદ્ધ છે. વધ-લાકડીથી મારવું, બંધ-સંયમિત કરવું, પરિક્લેશ-ઉપતાપ. તે બહુલ-પ્રચુર છે જેમાં તે. અસત્યવાદીઓ આવા થાય છે. તેઓ અશુદ્ધ પરિણામથી સંક્લિષ્ટસંકલેશવાળા. તેમ કહે છે. કોણ ? જે અસત્ય અભિપ્રાય, તેમાં નિવિષ્ટ અને અસત્ ગુણના ઉદીરક, સદ્ગુણના નાશક અર્થાત્ તેનો અપલાપ કરનારા. તેઓ હિંસા વડે જેમાં જીવનો ઉપઘાત થાય તેવા વચનો કહે છે. અલીક સંપ્રયુક્તો, કેવા વચન કહે છે ? સાવધ-હિંતર્મયુક્ત, અકુશલ-જીવોને અકુશલકારી હોવાથી કે અકુશલ મનુષ્ય દ્વારા પ્રયુક્ત હોવાથી. તેથી જ સાધુ દ્વારા ગહણીય અને અધર્મજનક કહ્યા. કેવા પ્રકાના? અનધિગતપુણ્યપાપા-પુન્ય પાપકર્મના હેતુ થકી અજાણ. તે જાણતા હોય તો અસત્યવચનમાં પ્રવૃત્તિ ન સંભવે. વળી અજ્ઞાન પછીના કાળમાં અધિકરણવિષયા જે ક્રિયા-પ્રવૃત્તિ, તેના પ્રવર્તક. તે અધિકરણ ક્રિયા બે ભેદે છે - નિર્વર્તનાધિકરણ, સંયોજનાધિકરણ. તેમાં પહેલી ખડ્ગાદિ અને મુષ્ટિ આદિના નિર્વર્તનરૂપ છે. બીજી તેની જ સિદ્ધિના સંયોજનરૂપ છે અથવા દુર્ગતિમાં પ્રાણીને જેના વડે પ્રાણીને લઈ જવાય તે બધી અધિકરણક્રિયા. કેમકે તે બહુવિધ અનર્થહેતુપણે છે. અપમર્ - પોતાનું અને બીજાનું ઉપમર્દન કરે છે. - - એ પ્રમાણે અબુદ્ધિક બોલતો વાગુકિોને સસલાદિ બતાવે છે. શશાદિ-અટવીસંબંધી ચતુષ્પદ વિશેષ છે. વાગુરા-મૃગબંધન જેમાં છે તે. તિતર, વર્તક આદિ પક્ષી વિશેષ છે. શ્યન આદિ વડે શીકાર કરે છે તે શાકુનિક. માછલા-મગર આદિ જલચર વિશેષ. - ૪ - · સંખંક-શંખ, અંક-રૂઢિથી જાણવું, ક્ષુલ્લક-કોડીનો જીવ. મગર-જલવિહારીપણાથી ધીવરો તેને બતાવે પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ છે. પાઠાંતરથી મગ્મિણાં-તેની ગવેષણા કરે છે. અજગર આદિ ઉરપરિસર્પ છે. તેમાં દર્વીકર-ફેણવાળો સર્પ, મુકુલી-ફેણ વગરનો સર્પ. વ્યાલ-ભુજંગ. - ૪ - ૪ - x + લુબ્ધકો ગોધા, સેહા આદિને બતાવે છે. આ ગોધા આદિ તે ભુજપરિસર્પ વિશેષ છે. શરટક-કાકીડો. પાશ દ્વારા પકડનારા ગજકુલ અને વાનસ્કુલને બતાવે છે. તેમાં કુલ-કુટુંબ, સુય. પાશ-બંધન વિશેષ વડે ચરે તે પાશિક. શુક-પોપટ, બર્હિણ-મચૂર, મદનશાલા-મેના, કોકિલા-પરભૃત, હંસ-પ્રસિદ્ધ છે. તેમના કુલ-વૃંદ. પોષકો-પક્ષીને પોષનાર, ૧૪૮ તથા વધ-તાડન, બંધ-બાંધવા, યાતના-કદર્શના. - - ગોલ્મિક-ગુપ્તિપાલક, ગોપાલ. ધન-ધાન્ય-ગાયોને ચોરોને બતાવે છે. (તેમાં) ગાવ-બળદ, એલક-ઘેટા તથા ગામ, નગર, પાટણને બતાવે છે. (તેમાં) નકર-કર રહિત, પતન બે ભેદે છે - જલપતન અને સ્થળ પતન. જેમાં જળ પણ વડે ભાંડ-વાસણ આવે છે. - ૪ - ચારિક-પ્રણિધિ પુરુષોને. માર્ગની પાર-પર્યન્ત, માર્ગના ઘાતિક-જઈને હણનાર તે પારઘાતિક. પંચઘાતિક-તેમાં પથિ-માર્ગમાં અર્થાત્ અદ્ભુપયમાં હણનાર. ગ્રંથિભેદચોર વિશેષ. ચૌરિક-ચોરણ. નગરગુપ્તિક-નગર રક્ષકો. લાંછન-કર્ણ આદિને અંકન આદિ કરવું. નિાંછન-ખસી કરવી. ધમણધમવું, ભેંસ આદિને વાયુ પુરવો. દોહન-દોહવું. પોષણ-જવ આદિ ખવડાવી પુષ્ટ કરવા. વંચન-વાછડાને બીજી ગાય પાસે મૂકી ઠગવી. દુમણ-પીડા આપવી. વાહનગાડા આદિમાં જોડવા, આવા અનુષ્ઠાનો કરે. ધાતુ-ગૈરિક ધાતુ અથવા લોઢું આદિ, મણિ-ચંદ્ર કાંતાદિ, શિલા-દૃષદ, પ્રવાલવિદ્રુમાદિ, રત્ન-કતનાદિ, તેની આકર-ખાણ. તેને બતાવે છે. આકણિ-ખાણીયા, પુષ્પ આદિ પ્રસિદ્ધ છે. માત્ર વિધિ એટલે પ્રકાર. અર્થ-મૂલ્યવાળું, મધુકોશક-ક્ષૌદ્ર ઉત્પત્તિ સ્થાનો. વનચર-ભીલ આદિ. યંત્ર-ઉચ્ચાટન આદિ અર્થાક્ષર લેખનપ્રકાર, અથવા જલસંગ્રામ આદિ યંત્રો. વિષ-સ્થાવર જંગમ ભેદ, હાલાહલ. મૂલકર્મ-મૂલ આદિ પ્રયોગ વડે ગર્ભપાતન આદિ. આહેવણ-આક્ષેપ, નગર ક્ષોભ આદિ કરવો, પાઠાંતરથી આહિવ્વણ-અહિતત્વ, શત્રુભાવ. અવિંધણ-મંત્રાદિ વડે ધનને ખેંચવું તે. આભિયોગ્ય-વશીકરણ આદિ, તે દ્રવ્યથી - દ્રવ્ય સંયોગ જનિત અને ભાવથી-વિધામંત્રાદિ જનિત કે બલાત્કાર. મંત્ર, ઔષધિ પ્રયોગથી વિવિધ હેતુથી તેની પ્રવૃત્તિ કરવી. ચોરી અને પરદારાગમનના ઘણાં પાપનું કરવું તે. અવચ્છંદ-છળથી બીજાના સૈન્યનું મર્દન કરવું, ગ્રામઘાતિક-ગામને નષ્ટ કરનાર. વન, તળાવ આદિ સુકવવા. બુદ્ધિના વિષયનો વિનાશ તથા વશીકરણ આદિના ભયમરણ-ફ્લેશ-દ્વેષની જનક છે. ભાવ-અધ્યવસાય, ઘણાં સંક્લિષ્ટ, મલિન-કલુષ. ભૂત-પ્રાણિનો ઘાત-હનન, ઉપઘાત-પરંપર આઘાત. તે જેમાં વિધમાન છે તે ભૂતઘાતોપઘાતક. ઉક્ત બધું દ્રવ્યથી સત્ય હોવા છતાં તે હિંસક વચનો છે. પૃષ્ટ કે અપૃષ્ટ પ્રતીત છે. પરતપ્તિવ્યાવૃત્તા-બીજાને પીડા કરવામાં પ્રવૃત્ત. અસમીક્ષિતભાષી-વિચાર્યા વિના બોલનાર, ઉપદિસંતિ-શિક્ષા આપે છે. સહસા

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128