Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 100
________________ ૧/૪/૧૯ નિર્દેશ કરેલ છે. નિરુપહત-નીરોગી, સમરી ગાય વિશેષ તેના શરીરનો પૃષ્ઠ ભાગ, ત્યાં રહેલ [વાળ]. અમલિન અથવા આમૃદિત જે સિતકમળ-પુંડરીક અને વિમુકુલવિકસિત તથા ઉજ્વલિત-દીપ્ત, જે રજતગિરિ શિખર, વિમળ એવા જે ચંદ્રકિરણો, તેના જેવા વર્ણવાળી, કલૌતવત્-રજતવત્ નિર્મળ. પવનાહતો-વાયુ વડે તાડિત થઈ ચપળ થાય છે, એ રીતે ચલિત અને સલલિત. વીચિ વડે પ્રસરેલ ઉત્તમ ક્ષીરોદક સાગરના જે જળઉર્મી, તેની જેમ ચંચળ. હંસાલીની ઉપમા આપતા કહે છે – માનસ સરોવરના વિસ્તારમાં જેનો આવાસ-નિવાસ છે, વિશદ ધવલ નેપથ્ય જેવો આકાર છે. ૧૮૫ અવપાતોત્પાતયો :- ઉંચે જવા-નીચે જવા રૂપ ચપળ વસ્તુ અંતરજયી શીઘ્ર વેગ જેનો છે, તેવી હંસાલીની જેમ યુક્ત [તે ચામર] વાસુદેવ-બળદેવને ઢોળાઈ રહી છે. વળી તે ચામર-ચંદ્રકાંતાદિ વિવિધ મણીઓ, પીતવર્ણ સોનું, મહાર્ટ, ક્તવર્ણ સુવર્ણ આદિથી ઉજ્જ્વળ વિચિત્ર દંડવાળી હતી. - ૪ - ૪ - સલલિત-લાલિત્ય યુક્ત, રાજાના લક્ષ્મીરૂપ સમુદયને પ્રકાશિત કરતી-દેખાડતી, શ્રેષ્ઠ પાટણમાં શિલ્પી વિશેષથી નિર્મિત અથવા ઉત્તમ આચ્છાદન કોશકથી ઉદ્ગત-નીકળેલી હતી, સમૃદ્ધ રાજકુળ વડે સેવિત કેમકે અસમૃદ્ધ રાજકુળને તેની યોગ્યતા હોતી નથી તથા કાળો અગરુ, પ્રધાન કુંદરુષ્ક, તુરુષ્ક લક્ષણ જે ધૂપ, તેના વશથી જે વાસ, તેના વડે સ્પષ્ટ ગંધગુણ વડે રમ્ય, ચિલિકા-દીપતી, બંને પડખે ચામરો વડે વીંઝાતા, ચામરોના સુખશીલ વાયુ વડે જેમના અંગો વાયુ વડે વીંઝાઈ રહ્યા છે તેવા, અજિત, અજિત થવાળા, હલમૂશલ ધારણ કરેલા, કનક-બાણ જેના હાથમાં છે તેવા. આ વિશેષણ બલદેવની અપેક્ષાએ છે. પંચજન્ય શંખ, સુદર્શનચક્ર, કૌમુદી ગદા, ત્રિશૂલ, નંદકનામક ખડ્ગને ધારણ કર્તા, આ વિશેષણ વાસુદેવની અપેક્ષાએ છે. પ્રવરોજ્જ્વલ-શ્રેષ્ઠ શુક્લ, સુકૃત-સુરચિત, વિમલ-નિર્મલ, કૌસ્તુભ-વક્ષોમણિ, તિટિ-મુગટને ધારણ કરે છે. પુંડરીક-શ્વેત પદ્મ, તેના જેવા નયનવાળા, એકાવલી વક્ષસિ-હૃદયે ધારણ કરેલ, - ૪ - સર્વઋતુ પુષ્પોથી રચિત લાંબી-શોભતી-વિકસેલી વનમાળાથી રચિત કે રતિદાયક હૃદયવાળા. સ્વસ્તિકાદિ ૧૦૮ ચિહ્નો જે પ્રશસ્ત અને સુંદર છે, તેનાથી શોભતા અંગોપાંગવાળા ઉન્મત્ત એવા શ્રેષ્ઠ હાથીનો જે વિલાસ, ફરવું, તેના જેવી વિલાસવાળી ગતિ જેની છે તે, કડીસુગ-કટી સૂત્રપ્રધાન, નીલ અને પીત વસ્ત્ર વિશેષવાળા. તેમાં નીલવસ્ત્ર બલદેવનું અને પીતવસ્ત્ર વાસુદેવનું છે. પ્રવર દીપ્ત તેજવાળા છે. શરદઋતુના નવીન મેઘની ગર્જના જેવા મધુર, ગંભીર, સ્નિગ્ધ ઘોષવાળા. સિંહવિક્રમ ગતિવાળા - ૪ - ૪ - સૌમ્ય, ઈત્યાદિ - ૪ - ૪ - ચક્રવર્તીના વર્ણનની જેમ જાણવું. • સૂત્ર-૧૯ [અધુરેથી] : વળી નવરેન્દ્ર માંડલિક (રાજા પણ) બળ, અંતઃપુર, પર્ષદા સહિત હોય છે. પુરોહિત-અમાત્ય-દંડનાયક-સેનાપતિ-મંત્ર નીતિ કુશલ સહિત હોય છે. તેમના કોશો વિવિધ મણિ-રત્ન, વિપુલ ધન-ધાન્યના સંચય અને નિધિથી સમૃદ્ધ હોય છે, તે વિપુલ રાજ્યશ્રીને અનુભવતા, શત્રુ પર આક્રોશ કરતા, સૈન્ય ૧૮૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વડે મત્ત હોય છે, તેઓ પણ કામ-ભોગથી તૃપ્ત ન થઈને મરણધર્મને પામે છે. વળી ઉત્તકુ-દેવના વન અને વિવરોમાં પગે ચાલનારો મનુષ્યગણ ઉત્તમભોગી, ભોગલક્ષણધારી, ભોગલક્ષ્મીથી યુક્ત, પ્રશસ્ત-સૌમ્ય-પ્રતિપૂર્ણ દર્શનીયા, સુજાત સર્વાંગ સુંદરશરીરી, રાતા કમળના પત્રો માફક કાંત હાથપગના કોમળ તલવાળા, સુપ્રતિષ્ઠિત કુર્મચારુ ચરણયુક્ત, અનુક્રમે સુસંહત આંગળીવાળા, ઉન્નત-પાતળા-તમ-સ્નિગ્ધ નખોવાળા, સંસ્થિત-સુશ્લિષ્ટ-ગૂઢગુલ્ફવાળા, હરણ-કુરુવિંદ-વૃત્ત સમાન ક્રમશઃ વર્તુળ જંઘાવાળા, ડબ્બો અને ઢાંકણની સંધિ માફક ગૂઢ ઘુંટણવાળા, ઉન્મત્ત હાથી સમાન વિક્રમ અને વિલાસિત ગતિવાળા, ઉત્તમ અશ્વ જેવા સુજાત ગુહ્ય દેશ - તેના જેવું નિરુપલેપ મલદ્વાર, પ્રમુદિત શ્રેષ્ઠ પુષ્ટ સીંહથી પણ વધુ ગોળ કટિભાગ, ગંગાના આવર્ત જેવી દક્ષિણાવર્ત્ત, તરંગોના સમૂહ જેવી, સૂર્યના કિરણોથી વિકસિત કમળ જેવી ગંભીર નાભી, શરીરનો મધ્યભાગ ભેગી કરેલ ત્રીપાઈ, મૂસલ, દર્પણ, શુદ્ધ કરેલ ઉત્તમ સુવર્ણથી સ્પેલ ખડ્ગની મૂઠ અને શ્રેષ્ઠ વજ્ર સમાન કુશ હોય છે, રોમરાજી સીધી, સમાન, પરસ્પર ચોટેલી, સ્વભાવથી બારીક, કાળી, ચીકણી, પ્રશસ્ત પુરુષ યોગ્ય સુકુમાર હોય છે - – મત્સ્ય અને પક્ષી સમાન ઉત્તમ રચનાથી યુકત કુક્ષિવાળા હોવાથી ઝોદર, કમલ સમાન ગંભીર નાભિ, નીચે ઝુકેલો પાર્શ્વભાગ તેથી જ સંગત, સુંદર, સુજાત હોય છે. તે પડખાં પ્રમાણોપેત અને પરિપુષ્ટ છે. પીઠ અને બગલની માંસયુકત હાડકાં તથા સ્વર્ણના આભુષણ સમાન નિર્મળ કાંતિયુક્ત, સુંદર નિર્મિત નિરુપહત શરીરને ધારણ કરનાર છે. સુવર્ણ શિલાતલ સમાન પ્રશસ્ત, સમતલ, પુષ્ટ, વિશાળ વક્ષસ્થળયુક્ત. ગાડીના યૂપ સમાન પુષ્ટ, સ્થૂળ, રમણીય હાથ તથા અત્યંત સુડોળ, સુગઠિત, સુંદર, માંસલ અને નસોથી ઢ અસ્થિસંધી, નગરદ્વારની અર્ગલા સમાન, લાંબી ગોળાકાર ભુજાવાળા છે. તે બાહુ ભુજગેશ્વરના વિશાળ શરીર સમાન, પોતાનાથી પૃથક્ કરાયેલી-લાંબી હોય છે. હાથની હથેળી લાલ, પરિપુષ્ટ, કોમળ, માંસલ, સુનિર્મિત, શુભ લક્ષણોયુકત, નિશ્ચિંદ્ર આંગળીવાળી હોય છે. તે પુષ્ટ, સુરચિત, કોમળ અને શ્રેષ્ઠ હોય છે. તેના નખ તામ્રવર્ણી, પાતળા, સ્વચ્છ, રુચિર, સ્નિગ્ધ હોય છે. ચંદ્ર-સૂર્ય-શંખચક્ર-સ્વસ્તિક ચિન્હથી અંકિત હસ્ત રેખાવાળા હોય છે. તેમના સ્કંધ ઉત્તમ મહિષ, શૂકર, સિંહ, વાઘ, સાંઢ અને ગજરાજના સ્કંધ સમાન પરિપૂર્ણ હોય છે. તેમની ડોક ચાર આંગળ પરિમિત અને શંખ જેવી હોય છે . - – અવસ્થિત દાઢી-મૂંઢ સુવિભક્ત અને સુશોભિત છે. તેઓ પુષ્ટ, માંસલ, સુંદર તથા વ્યાઘ્ર સમાન વિસ્તીર્ણ, દાઢીવાળા હોય છે, તેમના અધરોષ્ઠ સંશુદ્ધ, મુંગા એ ચણોઠી જેવા લાલ છે. દંતપંક્તિ ચંદ્રમાંના ટુકડા, નિર્મળ શંખ, ગાયના દુધના ફીણ, કુદપુષ્પ, જલકણ, કમળની નાળ સમાન શ્વેત છે. તે દાંત અખંડ, અવિરલ, અતી સ્નિગ્ધ, સુરચિત છે. તે એક દંતપંક્તિ સમાન અનેક [બત્રીશ

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128