Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 88
________________ ૧/૩/૧પ ૧૬૧ ૧૬૨ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ છે. તેનાથી કાયરજન ભયાનક શબ્દો કરે છે. તે સમુદ્ર મોટો હોવાથી પાર પમાય તેવો નથી, આકાશની જેમ આલંબન રહિત છે અર્થાત તેમાં પડ્યા પછી કોઈ જ આલંબન પ્રાપ્ત થતું નથી. ઔત્પાતિક પવન - ઉત્પાતજનિત વાયુ વડે, ઘણિય-અત્યર્થ, નોલિય-પ્રેરિત, ઉપપરિ-નિરંતર તરંગ-કલ્લોલ, તેમાં દૈતની જેમ અતિવેગ-અતિકાંત શેષવેગથી દષ્ટિપથને આચ્છાદિત કરે છે. ક7ઈ-કોઈ દેશમાં ગંભીર, વિપુલ ગર્જિત-મેઘ જેવો ધ્વનિ તથા નિઘતિ-ગગનમાં ભંતરસ્કૃત મહાધ્વનિ, વિધુત્ આદિ ગુરુક દ્રવ્યના નિપાત જનિત ધ્વનિ જ્યાં છે તે તથા લાંબો પડઘો, દુરથી સંભળાતો ગંભીર ધક ધક શબ્દ જેમાં છે તે. તથા જેનો માર્ગ યક્ષ આદિ વ્યંતર વડે હજારો ઉપસર્ગોથી પરિપૂર્ણ છે અથવા દુષ્ટ વ્યંતરાદિથી હજારો ઉપસર્ગ વડે તે સંકુલ છે x •x • બલિઉપહાર વડે હોમ-અગ્નિ વડે અને ધૂપથી જે ઉપચાર-દેવતા પૂજા જયાં થાય છે. ઈત્યાદિ - X - X - કૂિમાર્ગમાં બધું નોંધેલ હોવાથી અહીં ફી નોધેલ નથી.] પૂર્વોક્ત વિશેષણ યુક્ત સાગરમાં પ્રવેશીને સમુદ્ર મણે જઈને જનચ-સાંયોગિક લોકના વહાણોને નષ્ટ કરે છે. પરદ્રવ્ય હરણમાં જે નિરનુકંપ-દયાશૂન્ય, * * * નિરવયક્રખ-પરલોક પ્રત્યે નિપેક્ષ. ગ્રામ-જનપદ આશ્રિત સંનિવેશ વિશેષ, આકરલવણ આદિ ઉત્પત્તિ સ્થાન, નકકર ન લેવાતો હોય તે. ખેટ-ધૂળીયો કિલ્લો, કબૂટ-કુનગર, મડંબ-સંનિવેશમાં રહેલ, દ્રોણમુખ-જળ સ્થળ માર્ગ યુક્ત. પતન-જળ કે સ્થળ માયુિક્ત. આશ્રમ-તાપસ આદિનો નિવાસ, નિગમ-વણિજનનો નિવાસ. જનપદ-દેશ. એવા તે ધનસમૃદ્ધોને હણે છે. તથા સ્થિરહદય, તે ધનમાં નિશ્ચલ ચિતવાળા અને લારહિત છે તે તથા બંદિ બનાવી ગ્રહણ કરનાર અને ગાયોને ગ્રહણ કરનારા તથા દારુણમતિ, કૃપારહિત તેઓ પોતાના નિજકને હણે છે અને ગૃહોચી સંધિ છેદે છે - ખાતર પાડે છે. નિક્ષિપ્ત-પોતાના સ્થાનમાં રાખેલ, ધન-ધાન્ય દ્રવ્ય પ્રકારોને હરે છે. કોના ? જનપદકુળોના-લોકોના ઘરમાં રાખેલ, તે નિર્દયબુદ્ધિવાળા અને બીજાના દ્રવ્યથી જે અવિરત છે. પૂર્વોક્ત પ્રકારે કેટલાંક અદત્તાદાન - નહીં અપાયેલ દ્રવ્યને શોધતા, કાલ અને અકાલમાં - ઉચિત, અનુચિત રૂપે સંચરંત-ભમતાં. ત્યાં વિતામાં પ્રજવલિત, સરસ-લોહી આદિથી યુક્ત, દરદગ્ધ-કંઈક ભસ્મ કરાયેલ, કૃષ્ટ-આકૃષ્ટ, કડેવર-મૃત શરીર જેમાં છે તે તથા તે સ્મશાનમાં લેશ પામતા, અટવીમાં જાય છે. તે અટવી કેવી છે ? (અટવી વર્ણન સૂકામાં છે, તેથી અહીં માત્ર શબ્દાર્થ આપેલા છે.) અક્ષત-સમગ્ર, ખાદિત-ભક્ષિત, ડાકિની-શાકિની, ભ્રમતાં-તેમાં સંચરતા, અદર-નિર્ભય, ઘૂંકકૃત ઘોર શબ્દ-ઘુવડનો ડરામણો અવાજ, વેતાલ-વિકૃત પિશાચ, ઉસ્થિત-ઉત્પન્ન થતાં, બીહણગભયાનક, નિરભિરામ-અરમણીય. અતિ બીભત્સ દુરભિગંધ હતી. શેમાં ? તે કહે છે – પિતૃવન-શ્મશાનમાં, વન-કાનનમાં, શૂન્યગૃહમાં, લયન-શિલામય ઘરોમાં, અંતર-ગ્રામાદિના અર્ધપથમાં, 15/11] આપણ-હાટ, ગિરિકંદર-ગિરિગુફામાં, હિંસક પ્રાણીઓના સ્થાનમાં કલેશ પામતા રહે છે તથા દગ્ધચ્છવય:- શીત આદિ વડે વયા હણાય છે. તથા નરક, તિર્યંચ ભવરૂપી ગહન વન, તેમાં જે દુ:ખો અથવા નક, તિર્યય ભવમાં જે નિરંતર દુ:ખ, તેના બાહુલ્યને વેદે છે - અનુભવે છે. તે - તે પાપ કર્મોને સંચિતંત-બાંધતો દુર્લભ-દુરાપ ભચ-મોદકાદિ અક્ષ-ઓદનાદિ, પાન-મધ. જલ આદિ. ભોજન-પ્રાશન, તેવી જ પિપાસિત » તરસ્યો થઈને ઝુઝિય-ભુખ્યો, કલા-ગ્લાનીવાળો થઈને, કુણિમ-મડદા, કંદમૂલાદિ, જે કંઈ વસ્તુ મળે તેનાથી આહાર-ભોજન કરે છે તથા ઉદ્વિગ્ન, ઉડુતઉસુક, અશરણ-ત્રાણ રહિત થઈને, અટવીવાસ-અરણ્યવાસમાં રહે છે કે જ્યાં વાલશતશંકનીય-સર્ષ આદિ સેંકડો ભય વર્તતા રહે છે. અયશકર આદિ વ્યકત છે. કોનું શું ચોરી લઉં ? અધ-આજના દિવસે, દ્રવ્ય-ધન આદિ, એવા પ્રકારે સામર્થ્ય-મંગણા કરે છે. ગુણ-રહસ્ય તથા ઘણાં લોકોના કાર્ય-કારણ અર્થાતું પ્રયોજનવિધાનમાં વિદનકર-અંતરાયકા થાય છે. છિદ્ર-અવસર જોઈને ઘાત કરવાના સ્વભાવવાળા છે. - X - વિગq-વૃક, નખવાળુ પશુ, તેની જેમ ‘રહિમહિય” લોહી પિપાસાથી પરંતિચોતરફ ભમે છે. વળી કેવા ? સજની મર્યાદાને ઓળંગી ગયેલા, સજનજન-વિશિષ્ટ લોકો વડે ગુણિત-નિંદિત, તથા પાપકર્મકારી-પાપ અનુષ્ઠાન કરનાર, અશુભ પરિણત-અશુભ પરિણામવાળા અને દુ:ખ-ભાગી થાય છે. નિત્યસદા, આવિલ-કલુષતાવાળા કે આકુળ, દુ:ખ-પ્રાણીને દુ:ખહેતુ, અનિવૃત્તિ-સ્વાથ્ય રહિત મનવાળા તથા આ લોકમાં પણ તે પરદ્રવ્ય હરનારા ખેદ પામે છે • x • હવે તેનું ફળ કહે છે• સૂત્ર-૧૬ : આ પ્રમાણે કોઈ પદ્ધવ્યને શોધતા [ચોર પકડાઈ જાય છે, તેને મારપીટ થાય છે, બંધાય છે, કેદ કરાય છે, વેગથી જદી ઘુમાવાય છે. નગરમાં [આરક્ષકોને સોંપી દેવાય છે. પછી ચોરને પકડનાર, ચાર ભટ, ચાટુકરકારાગૃહમાં નાંખી દે છે. કાકાના ચાબુકના પ્રહારોથી, કઠોર હૃદય રક્ષકોના તીણ અને કઠોર વચનો, તર્જના, ગર્દન કડી ધક્કો આપે ઈત્યાદિથી Mિa ચિત્ત થઈ, તે ચોરોને નાટકવાસ સમાન કારાગરમાં નાંખી દે છે. ત્યાં પણ વિવિધ પ્રહારોથી, યાતના, તર્જના, કટુ વચન અને ભયોત્પાદક વચનોથી ભયભીત થઈને દુ:ખી બની રહે છે. તેના વસ્ત્રો છીનવી લે છે, મેલાફાટેલા વો આપે છે. વારંવાર તે ચોર પાસેથી લાંચ માંગનાર કારાગૃહરક્ષક દ્વારા તે ચોરને દુ:ખ ઉત્પન્ન કરવાના હેતુથી વિવિધ બંધને બાંધી દેવાય છે. તે બંઘાન કયા છે ? હડિ, કષ્ટમય બેડી, બાલરજજુ, કુદંડ, ચરિસ્સી, લોઢાની સાંકડ, ચામડાનો પટ્ટો, પણ બાંધવાની રસ્સી, નિફોડન, આ બધા તથા આ પ્રકારના અભ્યાજ દુઃખ ઉત્પન્ન કરનાર છે. તેમાં તે પાપી, ચોરના શરીરને સંકોચી, વાળીને બાંધી દે છે. કાલકોટડીમાં નાંખીને કમાડ બંધ કરી દ, લોઢાના પીંજરામાં નાંખે, ભોંયરામાં બંધ કરી દે, કૂવામાં ઉતારે, બંદીગૃહના

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128