Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 68
________________ ૧/૧/૭ સારસ, આડા, સેતીય, કુલલ, વંજુલ, પલ્લિત, પોપટ, તીતર, દીપિકા, શ્વેતહંસ, ધાર્તરાષ્ટ્ર, ભાસક, કુટીક્રોશ, ક્રૌંચ, દકતુંડક, ટેલિયાણક, સુધરી, કપિલ, પિંગલાક્ષ, કારંડક, ચક્રવાક, ઉક્કોસ, ગરુડ, પિંગુલ, શુક, મસુર, મેના, નંદીમુખ, નંદીમાનક, કોરંગ, શૃંગારક, કુણાલક, ચાતક, તિત્તિ, વર્ક, લાવક, કપિંજલ, કબૂતર, પારાપત, પરેવા, રકલી, ટિંક, કુકડા, વેસર, મયૂર, ચકોર, હપુંડરીક, કરક, ચીલ, બાજ, કાગડો, વિહગ, શ્વેત ચારસ વલ્ગુલી, સમગાદડ, વિતતપક્ષી, સમુપી ઈત્યાદિને મારે. ૧૨૧ જળ-સ્થળ-આકાશચારી પંચેન્દ્રિય પાણી, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા વિવિધ જીવ જેમને જીવિતપ્રિય છે, મરણ દુઃખપતિકૂળ છે તો પણ સંલિષ્ટ કર્મવાળો પાપી, તે બિચારા પાણીને હણે છે. તેના આ વિવિધ કારણો છે – ચામડું, સી, માંસ, મેદ, લોહી, યકૃત, ફેફસા, મગજ, હૃદય, આંતરડા, પિત્તાશય, ફોસ, દાંત, હાડકાં, મજ્જા, નખ, નેત્ર, કાન, નાયુ, નાક, ધમની, શીંગડા, દાઢ, પીંછા, વિષ, વિષાણ અને વાળ માટે હિંસા કરે છે. -- તથા - - ભ્રમર, મધમાખી સમૂહનું સાસકતો હનન કરે. તે રીતે જ શરીરાદિ કારણે તેઈન્દ્રિય જીવોનું, વસ્ત્રો માટે અનેક બેઈન્દ્રિયોનું અને બીજાં પણ અનેક શત કારણોથી તે અબુધ આવા અનેક સ-પાણ જીવોની હિંસા કરે છે. આ ઘણાં એકેન્દ્રિય જીવોનું, જે ત્રસ કે અન્યના આશ્રયે રહેલા હોય તેના સૂક્ષ્મ શરીરનો તે સમારંભ કરે છે. આ પ્રાણીઓ અત્રાણ, શરણ, અનાથ, અબાંધવ, કર્મ બેડીથી બદ્ધ હોય છે. અકુશલ પરિણામ-મંદબુદ્ધિ-આ પાણીને ન જાણતા નથી. તેઓ પૃથ્વીકાય - પૃથ્વી આશ્રિતને, જલકાયિકજલગત, અગ્નિ-વાયુ-વનસ્પતિ કે તેની નિશ્રાએ રહેલ જીવોને જાણતા નથી. આ પાણી તે સ્વરૂપે, તેના આશ્રય, તેના આધારે, તત્પરિણત વર્ણ-ગંધ-રસસ્પર્શ-શરીરરૂપ હોય છે. તેઓ આંખથી દેખાતા કે ન દેખાતા હોય, એવા અસંખ્ય પ્રસકાયિક જીવો અને અનંત સૂક્ષ્મ, બાદર, પ્રત્યેક અને સાધારણ શરીરી સ્થાવસ્કાયોની જાણતા-અજાણતા હિંસા કરે છે. - - - કયા વિવિધ કારણોથી તેને હણે છે ? કૃષિ, પુષ્કરિણી, વાવડી, ક્યારી, ફૂવા, સરોવર, તળાવ, ચિતિ, વેદિકા, ખાઈ, બગીચા, વિહાર, પ, પ્રકાર, દ્વાર, ગોપુર, અટારી, ચરિકા, પુલ, સંક્રમ, પ્રાસાદ, વિકલ્પ, ભવન, ગૃહ, ઝુંપડી, લયન, દુકાન, ચૈત્ય, દેવકુલ, ચિત્રસભા, પરબ, આયતન, આવસથ, ભૂમિગૃહ, મંડપ આદિ માટે તથા ભાજન, ભાંડ, ઉપકરણ આદિને માટે તે મંદબુદ્ધિકો પૃથ્વીકાયની હિંસા કરે છે. સ્નાન, પાન, ભોજન, વસ્ત્રધોવા, શૌચાદિ માટે અમુકાયની, પાનપાચન, સળગાવવું, પ્રકાશ કરવો તે માટે અગ્નિકાયની, સૂપ, વીંઝણો, તાલવૃંત, મયુરપંખ, હથેળી, મુખ, શાકપત્ર, વસ્ત્રાદિથી વાયુકાયની હિંસા કરે છે. પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ઘર, પચિાર, ભક્ષ્ય, ભોજન, શયન, આસન, ફલક, મુસલ, ઓખલી, તતવિતત-આતોધ, વહન-વાહન, મંડપ, વિવિધ ભવન, તોરણ, વિડંબ, દેવકુલ, જાલક, ચંદ્ર, નિયૂહક, ચંદ્રશાળા, અટારી, વેદી, નિસરણી, હંગેરી, ખૂંટી, સ્તંભ, સભાગાર, પરબ, આવાથ, મઠ, ગંધ, માલા, વિલેપન, વસ્ત્ર, યુગ, હળ, મતિક, કુલિક, સ્પંદન, શિબિકા, રથ, શકટ, યાન, યુગ્ધ, ચરિકા, અટ્ઠાલિકા, પરિઘ, ફાટક, આગળીયો, અરહટ, શૂબી, લાકડી, મુસુંઢી, શતની, ઘણાં પ્રહરણ, આવરણ, ઉપકરણ બીજા આવા અનેક કારણેશતથી વનસ્પતિકાયને હણે છે. ૧૨૨ દૃઢ મૂઢ દારુણમતિવાળા ક્રોધ-માન-માયા-લોભ હાસ્ય-રતિ-અરતિ-શોકવેદાર્થી, જીવન-કામ-અર્થ-ધર્મહિતુ માટે સ્વવશ-પરવશ થઈને પ્રયોજનથી કે પ્રયોજન વિના ત્રા, સ્થાવરની હિંસા કરે છે. આવી હિંસા કરનાર મંદબુદ્ધિ છે. તેઓ સ્વવશ, પરવશ કે બંને રીતે હણે છે. પ્રયોજનથી, પ્રયોજન વિના કે બંને રીતે હણે છે. હાસ્ય, વૈર, રતિ કે ત્રણે કારણે હણે છે. ક્રોધ-લુબ્ધ-મુગ્ધ થઇ કે ત્રણે કારણે હણે છે. અર્થ-ધર્મ-કામથી કે આ ત્રણે કારણે હણે છે. • વિવેચન-૭ : અનંતર જે નામો કહ્યા, તે પ્રાણવધાદિ ઉત્તપદ સાથે સંબંધ રાખે છે. સ્ત્ર વિશેષણ કર્તા અને કારકનું છે. ત્રિમ્ - કેટલાંક જીવો, બધાં નહીં. કેવા ? તે કહે છે – પાપા-પાપી, તે જ બતાવે છે ઃ- અસંય-અસંયમી, અવિ-તપ અનુષ્ઠાન ત નહીં. અનિભૃત-ઉપશમ રહિત પરિણામવાળા, દુષ્ટપ્રયોગ-દુષ્ટ મન-વચન-કાય વ્યાપારયુક્ત, પ્રાણિવધ-કેવા પ્રકારે ? બહુવિધ અને ભયંકર. બહુ પ્રકારો જેના છે તેને ભેદથી કહે છે – તે કેવા છે ? બીજાને દુઃખ આપવામાં આસક્ત. મે - આ પ્રત્યક્ષ ત્રસ સ્થાવરોમાં, પ્રતિનિવિષ્ટ-તેના અરક્ષણથી વસ્તુતઃ દ્વેષવાળા. તે કઈ રીતે પ્રાણવધ કરે છે? તે આ રીતે :- પાીન - મત્સ્ય વિશેષ, તિમિતિમિંગલ-મોટા મત્સ્યો, અનેક ઝા-વિવિધ મત્સ્યો - સૂક્ષ્મ, સ્થૂળ અને યુગમસ્યાદિ. અનેક જાતિના દેડકા, કાચબા-માંસ અને અસ્થિકાચબા એ બે ભેદથી. નક્ર-મત્સ્ય વિશેષ. મગર-જલચર વિશેષ, સુંડા મગર અને મત્સ્ય મગર ભેદથી. ગ્રાહ- જળતંતુ વિશેષ, તે ઘણાં પ્રકારે છે. કહેવાનાર યોગ વડે તેને હણે છે. વિહાણાકએ – ભેદો, તે જ વિધાનક, તેને કરનાર. તથા કુરંગ-મૃગ, રુરુ-મૃગવિશેષ, સરભ-મહાકાય આટવ્ય પશુ વિશેષ, પરાસર - જે હાથીને પણ પૃષ્ઠે ઉપાડી લે છે. ચમર-વન્ય ગાય, શાબ-જેને શીંગડામાં અનેક શાખા હોય. ઉરભ્ર-ઘેટું, શશા-સસલું, પ્રશય-બે ખુરવાળું વન્ય પશુ, ગોણગાય, રોહિત-ચતુષ્પદ વિશેષ. હચ-અશ્વ, ગજ-હાથી, ખર-ગધેડો, કરભ-ઉંટ, ખડ્ગજેના પડખે પાંખ જેવા ચર્મ લટકે છે, મસ્તકે એક શીંગડું હોય છે. ગવય-ગાય આકૃતિવાળા. વૃક-ઈહામૃગનો પર્યાય નાખર વિશેષ. શૃગાલ-જંબૂક, કોલ-ઉંદર આકૃતિ.

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128