Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 72
________________ ૧/૧૮ ૧૨૯ પ્રભા કાળી છે તે. ભીમ અને ગંભીર, તેથી રોમાંચિત. નિરભિરામ-અરમણીય, નિuતીકા-જેની ચિકિત્સા સંભવ નથી તેવી વ્યાધિ-કુષ્ઠ આદિ, જવર-તાવ, રોગસધઘાતી વર-શૂલાદિ, તેના વડે પીડિત. અહીં નારકધર્મના અધ્યારોપથી નારકોના વિશેષણ કહ્યા. અતીવ-પ્રકૃષ્ટ, નિત્ય-શાશ્વત અંધકાર જેમાં છે તે. તિમિસ્ય-તમિસ ગુફાવતું જે અંધકાર પ્રકર્યા છે તે અથવા અતીવ તિન્ય અંધકાર અને તમિસથી છે જે તે. તેથી વધુ પ્રતિ ભય જેમાં છે તે. ગ્રહ-નક્ષત્રાદિ પ્રકાશ રહિત. અહીં જ્યોતિક શબ્દથી ‘તારા' લેવા. મેદ-શરીરની ધાતુ, વસાચરબી, માંસ-પિશિત, તેનો સમૂહ, પોચ્ચડ-અતિ ગાઢ, પૂયરધિર-પર્વ રકd શોણિત. ઉકીર્ણ-મિશ્રિત, વિલિન-જુગુસિત, ચિક્કણચોંટી જતી, સિક-શારીર સ વિશેષ. વ્યાપન્ન-વિનષ્ટ સ્વરૂપ, તેથી જ કુથિત, તે જ ચિકખલ્લ-પ્રબળ કઈમ-કાદવ જેમાં છે તે. તથા કુલાનલ-લીંડીનો અગ્નિ મુમુરભસ્માગ્નિ, • x • વૃશ્ચિકડંક-વીંછીના પુંછડાનો ડંખ. આવી ઉપમાઓ જેની છે, તે પ્રકારે અતિ દુસહ સ્પર્શ જેમાં છે, તે. અબાણ આદિ પૂર્વવત્, કટુક-દારુણ દુ:ખ વડે પરિતાપિત કરાય છે જેમાં તે નાણાશરણ કરુક દુ:ખ પરિતાપના જેમાં છે તે. અનુબદ્ધ ... અત્યંત નિરંતર વેદના જેમાં છે તે. યમ-દક્ષિણદિપાલ, પુરુષ-અંબ આદિ અસુર વિશેષ. તે યમપુરષોથી વ્યા. ઉત્પન્ન થઈને (નાકો) અંતમુહૂર્તમાંકાલમાનવિશેષ, લધિ-વૈચિલબ્ધિ ને ભવપ્રત્યય-ભવલક્ષણ હેતુ અંતર્મુહર્ત લબ્ધિ તેના વડે શરીર કરે છે, તે પાપીનું શરીર કેવું છે ? હુંડ-સર્વત્ર અસંસ્થિત, બીભત્સ, દુર્દર્શનીય, બીહગ-ભયજનક. અશુભગંઘ અને તે દુ:ખનું અસહ્યપણું શરીર બનાવ્યા પછી-ઈન્દ્રિય પર્યાપ્તિ, આનપ્રાણ પયક્તિ, ભાષા-મન:પર્યાતિને પ્રાપ્ત. આ પાંચે ઈન્દ્રિય વડે દુ:ખને વેદે છે. મહાકુંભમાં પકાવે ઈત્યાદિ દુ:ખના કારણો છે. આ અશુભ વેદના દુ:ખરૂપ છે. તે કેવી છે ? ઉજ્જવલ-અતિ ગાઢ, બલાબલવતી, નિવાસ્વી અશક્ય, વિપુલ-સર્વ શરીર અવયવ વ્યાપી, પાઠાંતરથી મનવચન-કાયાને પરાભવ કરનારી અર્થાત્ મિતુલા, ઉકટ-પકર્ષના અંત સુધીની. ખરઅમૃદુ, શીલાવતું, જે દ્રવ્ય તેના સંપાતથી જનિત, પરુષ-કર્કશ - X • પ્રચંડ-શીધ્ર શરીર વ્યાપક, પ્રચંડ-પોર, જલ્દી ઔદારિક શરીરીના જીવિતનો ક્ષય કરનારી. બીહગભયને ઉત્પન્ન કરનારી, દારુણ. તેને વેદે છે. તે કેવી છે ? કંદુ-લોઢી, કડાઈ, મહાકુંભ-મોટા મુખવાળી. તેમાં ભોજનની જેમ પકાવે છે. પ૩ના - પચન વિશેષ, વગ-તાપિકા, • x • ભ્રાષ્ટ્ર-અંબરીષ, ભર્જન-પાક વિશેષ કરવો તે. ચણાની જેમ ભેજવા. તથા લોઢાની કડાઈમાં ઈક્ષરસની જેમ ઉકાળવા. કો-ક્રીડા, તેના વડે બલિ આપવો - ચંડિકાદિ સામે બકરાની જેમ બલી ચડાવવી. અથવા પ્રાકારને માટે બલિ આપવી. તેનું કુન-કુટિલત્વ કરણ અથવા વિકળ કરવો. અથવા કુટીને ચૂર્ણ કરવો. શાભલિ-વૃક્ષ વિશેષના તીણાણા [15/9] ૧૩૦ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ જે લોઢાના કાંટા, તેમાં આમથી તેમ ઘસેડવા. ફાટન-એક વખત ફાડવું, વિચારણવિવિધ પ્રકારે ફાડવું. અવકોટક બંધન-હાથ અને મસ્તકને પૃષ્ઠદેશમાં બાંધવા. સેંકડો લાકડી વડે તાડન કરવું. ગલક-કંઠમાં, ઉલ્લંબન-વૃક્ષની શાખાએ બાંધીને લટકાવવા તે ગલક બલોલંબન. શૂલાણભેદન-શૂલના અગ્ર ભાગ વડે ભેદવા. આદેશ પ્રપંચ-અસત્ય અગદિશથી ઠગવા. ખ્રિસન-નિંદવું તે, વિમાનના-અપમાન કરવા રૂપ, વિઘુપણિજ્જણાણિ-“આવા પાપીઓ પોતાના કરેલા કર્મના પાપફળ પામ” એમ વયન વડે ઘોષણા કરીને વધ્યભૂમિએ લઈ જવાય છે. તે જ માતા-જેની ઉત્પત્તિ ભૂમિ છે, તેમાં વધ્ય જીવોને સેંકડો પ્રકારના દુઃખ અપાય છે - તે પાપી ઉક્ત ક્રમે દુ:ખ પામે છે. • સૂત્ર-૮ - અિધુરેથ] [આ પ્રકારના નાક જીવો પૂર્વ કર્મના સંચયથી સંતપ્ત, મહાનિ સમાન નસ્કાનિથી તીવ્રતા સાથે સળગતો રહે છે. તે જીવ ગાઢ દુઃખ-મહાભયકર્કશ, શારીરિક-માનસિક બંને આશldi વેદનાને તે પાપકર્મકારી ઘણાં પલ્યોપમસાગરોપમ સુધી વેદે છે. યથાવુક કરુણાવસ્થામાં રહે છે, ચમકાચિક દેવોથી ત્રાસિત રહે છે, ભયભીત રહી શબ્દ (અવાજે કરે છે, તે કઈ રીતે અવાજ કરે છે ? હે અજ્ઞાતબંધુ ! હે સ્વામી ! ભ્રાતા! બાપ! તાતા જિતવાન ! મને છોડી દો. મરી રહ્યો છું. દુબલ છું હું વ્યાધિ પીડિત છું. તમે અત્યારે આવા દારુણ અને નિર્ણય કેમ છો ? મને મારો નહીં, મુહૂર્વભર શ્વાસ તો લેવા છે. કૃપા કરો. રોષ ન કરો. વિષમ તો લઉં, મારું ગળું છોડી દો, હું મરી m છે, હું તરસથી પીડિત છું મને પાણી આપો. -- ભારે નકપાલ કહે છે – આ વિમળ શીતલ જળ છે, એમ કરીને ઉકળતા શીeiાનો સ તે નાકના મોઢામાં રેડી દે છે. તે નરકપાલને જોઈને જ તેના અંગોપાંગ કાંપે છે, મોથી આંસુ ટપકે છે. પાછો તે કહે છે - મારી તૃષા શાંત થઈ ગઈ. આવા કરુણ વચનો બોલતો, ચારે દિશા-દિશિમાં જોવા લાગે છે. તે અગાણ, અશરણ, અનાથ, અબાંધવ, બાંધુથી વંચિત, ભયથી ઉદ્વિગ્ન થઈને મૃગની જેમ નાસવા. માંડે છે. ભાગતા એવા તેને કોઈ કોઈ અનુકંપા વિહિત સમકાયિક ઉપહાસ કરતા, તેને બળથી પકડી લે છે. ત્યારપછી તેના મુખને લોઢાના ડંડાથી ખોલી ઉકળતું શીશુ નાંખે છે, તેનાથી તે દwતો ભયાનક આર્તનાદ કરે છે. કબુતરની માફક તે કરુણાજનક આકંદન કરે છે, રડે છે, ચીકાર તો અશ્રુ વહાવે છે, વિલાપ કરે છે. નસ્ક્રપાલ તેને રોકીને બાંધી દે છે. ત્યારે આર્તનાદ કરે છે, હાહાકાર કરતાં બબડે છે. ત્યારે નરકમાલ કપિત થઈતેને ઉંચા ધ્વનિથી ધમકાવે છે. કહે છે - કડો, માણે, છેદો, ભેદો, ચામડી ઉતારો, નેત્ર ખેંચી લો, કાપો, ટુકડા કરો, વારંવાર હણો, વિશેષ હણો, મુખમાં શીશ રેડો, ઉઠાવીને પટકો, ઘસેડો.

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128