Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 78
________________ ૧/૨/૧૧ ૧૪૧ ૧૪૨ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ નાસ્તિકવાદીઓ કહે છે. આ બીજું કુદર્શન સદ્ભાવવાદીઓ-મૂઢો કહે છે - આ લોક ઇંડામાંથી પ્રગટ થયો છે. આ લોક સ્વયં સ્વયંભૂ નિર્મિત છે. આ પ્રકારે તે મિા બોલે છે. કોઈ કહે છે. જગતુ પ્રજાપતિ કે ઈશ્વરે બનાવેલ છે. કોઈ કહે છે - સર્વ જગ વિભુમય છે. કોઈ માને છે કે આત્મા અકારક છે, સુકૃત-કૃતનો વેદક છે. સર્વથા સબ ઈન્દ્રિયો જ કારણ છે. આત્મા નિત્ય, નિષ્ક્રિય, નિર્ગુણ, નિર્લેપ છે, આવું સદ્ભાવવાદી કહે છે. કોઈ કોઈ ઋહિદ્ધરસ-સાતા ગારવથી લિપ્ત કે તેમાં અનુરક્ત બનેલ અને ક્રિયા કરવામાં આળસુ ઘણાં વાદી ધર્મ મીમાંસા કરતાં આ પ્રકારે મિથ્યા પ્રરૂપણ કરે છે - આ લોકમાં જે સુકૃત કે દુકૃત દેખાય છે, આ બધું ચટૅચ્છાથી, સ્વભાવથી કે દૈવતભાવથી જ થાય છે. અહીં એવું કંઈ નથી જે કરાયેલ હોય, લક્ષણ અને વિધાન કરનાર નિયતિ જ છે. કોઈ બીજી ઘમક રાજ્ય વિરુદ્ધ અભ્યાખ્યાન કરે છે. જેમકે - અચોકને ચોર કહે છે. જે ઉદાસીન છે, તેને લડાઈખોર કહે છે, સુશીલને દુઃશીલ કહે છે, આ પરીગામી છે એમ કહી તેને મલિન કરે છે. ગુરપની સાથે અનુચિત સંબંધ રાખે છે છે, તેમ કહે છે. બીજી કહે છે - આ મિત્રપની સેવે છે. આ ધમહીન છે, વિશ્વાસઘાતી છે, પાપકર્મકારી - અગમ્યગામી-દુષ્ટાત્મા-ઘણાં પાપકર્મો કરનારા છે, આ પ્રમાણે તે ઈષ્યજી કહે છે. ભદ્રકના ગુણો, કીર્તિ, સ્નેહ, પરલોકની પરવા ન કરનાર અસત્યવાદમાં કુશળ, બીજાના દોષો બતાવવામાં પસકત રહે છે. વિના વિચાય બોલનારા તે અક્ષયદુઃખના કારણભૂત અત્યંત & કર્મબંધનોથી પોતાના આત્માને બાંધે છે. બીજાના ધનમાં આસક્ત તેઓ નિક્ષેપને હરી લે છે. બીજાના ધનમાં ગ્રથિત અને વૃદ્ધ જૂઠી સાક્ષી આપે છે, બીજામાં ન રહેલા દોષોથી તેમને દૂષિત કરે છે. તે અસત્યભાષી ધન-કન્યા-ભૂમિ-ગાય નિમિત્તે અધોગતિમાં લઈ જનાર મોટું જૂઠ બોલે છે. બીજું પણ જાતિ-રપ-કુલ-શીલ-વિષયક અસત્યભાષણ કરે છે. મિસ્યા ધડ રચનામાં કુશળ, ચપળ, વૈશુન્યપૂર્ણ, પરમાને નષ્ટ કરનાર, સવહીન, વિદ્વેષ-અનર્થકાક, પાપકર્મમૂળ અને દુર્દશન યુકત, દુકૃત, અમુણિય, નિર્લજ્જ, લોકગહણીય, વધ-બંધ-પરિક્વેશ બહુલ, જરા-મરણ-દુઃખ-શોકનું કારણ અને અશુદ્ધ પરિણામોના કારણે સંક્લેશથી યુક્ત હોય છે. જેઓ મિથ્યા અભિપાયમાં સંનિવિષ્ટ છે, અવિધમાનગુણના ઉદીરક, વિધમાનગુણના નાશક, હિંસા વડે પ્રાણીના ઉપઘાતિક, અસત્ય વચનમાં જોડાયેલા, એવા સાવધ, અકુશલ, સત્પરષો દ્વારા મર્હિત, આઘમજનક વચન બોલે છે. તેઓ અન્ય-પાપથી અનભિજ્ઞ, વળી અધિરણાદિ ક્રિયામાં પ્રવર્તક, ઘણાં પ્રકારે પોતાનું-પરનું અનર્થ અને વિનાશ કરે છે. આ પ્રમાણે મૃષા બોલનાર, ઘાતકોને ઘડા અને ભુંડ બતાવે છે, લાગુરિકોને સસલા, મૃગ, રોહિત બતાવે છે. પક્ષીઘાતકોને તીતર, બતક, કપિજલ અને કબૂતર બતાવે છે. મચ્છીમારને માછલી, મગર, કાચબા બતાવે છે. ધીવરોને શંખ-અંક-કોડી બતાવે છે. શીવરોને શંખ-અંક કોડી બતાવે છે. મદારીને અજગર, ગોનસ, મંડલી, દfકર, મુકુલી સાપ દેખાડે છે, લુબ્ધકોને ગોધો, સેહ, શલ્લકી, ગિષ્મટ બતાવે છે. પાશિકોને ગજ-વાનર કુલ બતાવે છે. પોષકોને પોપટ, મોર, મેના, કોકિલા, હંસ, સારસ પક્ષી બતાવે છે. આરક્ષકોને વધ, બંધ, યાતના દેખાડે છે. • • • • ચોરોને ધન, ધાન્ય, ગાય, બળદ બતાવે છે. જાસુસોને ગામ, નગર, આકર પાટણાદિ વસ્તી બતાવે છે. ગ્રંથિભેદકોને પારઘાતિક, પંચધાતિક, બતાવે છે. નગરરક્ષકોને ચોરીનો ભેદ કહે છે. ગોપાલોને લાંછન, નિલછિન, ધમણ, દુહણ, પોષણ, વણસ, દમન, વાહનાદિ દેખાડે છે. ગરીકોને ધાતુ, મણિ, શિલ, પ્રવાલ, નોની ખાણ બતાવે છે. માળીને પુષ્પવિધિ, ફળવિધિ બતાવે છે. વનચરોને અર્થ અને મધુકોશક બતાવે છે. મંત્ર, વિષ, મૂલકમને મારણ-મોહન-ઉચ્ચાટનાદિ માટે તથા અભિયોગ મંત્ર, ઔષધિ પ્રયોગ, ચોરી, પરસ્ત્રીગમનાદિ ઘણાં કમકરણ, છળથી શત્રુસેનાને નષ્ટ કરવી, વનદહન, તળાવભેદન, ગ્રામઘાત, બુદ્ધિના વિષય-વિનાશ, ભયમરણ-કલેશ-દ્વેષજનક, અતિ સંક્ષિપ્ત ભાવ હોવાથી મલિન, જીવના ઘાતઉપઘાત વચન, યથાર્થ હોવા છતાં હિંસક હોવાથી અસત્ય એવા વચન, તે મૃષાવાદી બોલે છે. બીજાને સંતાપવામાં પ્રવૃત્ત, અવિચારપૂર્વક બોલનારા, કોઈ પૂછે કે ન પૂછે, તો પણ સહસા ઉપદેશ આપે છે કે ઉંટ, બળદ, ગવયને દમો. વયપાd ઘોડા, હાથી, બકરી, મુરઘાને ખરીદો-ખરીદાનો, વેચો, પકાવો, સ્વજનોને આપો, પેયનું પાન કરો. દાસી-દસ-ભૂતક, ભાગીદર, શિષ્ય, પેપ્યજન, કર્મક્ટ, કિંકર આ બધાં તથા સ્વજન-પરિજન કેમ નકામાં બેઠા છે, ભરણ-પોષણ યોગ્ય છે, કામ કરે. આ સઘન વન, ખેતર, ખિલભૂમિ, વલ્લર, ઉગેલા ઘાસ-તુસ; આ બધાંને બાળી નાંખો, કાપી નાંખો, ઉખેડી છે. યંત્ર, ભાંડ, ઉપદ્ધિ માટે તથા વિવિધ પ્રયોજનથી વૃક્ષો કપાવો, શેરડી તલને પીલાવો, મારા ઘર માટે છેટો પકાવો ખેતર ખેડો કે ખેડાવો, જલ્દી ગામ-અકર-નગર-ખેડ-કKટ વસાવો. અટવી પ્રદેશમાં વિપુલ સીમાવાળા ગામ વસાવો. યુપ-ફળ-કંદ-મૂલ જે કાલરાપ્ત હોય તેને ગ્રહણ કરો, પરિજનો માટે સંચય કરો. શાલી-વીહી-જવને કાપો, મસળો, સાફ કરો, જલ્દી કોઠારમાં નાંખો. નાના-મધ્યમ-મોટા નૌકાદળને નષ્ટ કરો, તેના પ્રયાણ કરે, યુદ્ધભૂમિમાં જાય, ઘોર યુદ્ધ કરે, ગાડી-નૌકા-વાહન ચલાવો, ઉપનયન-ચોલક-વિવાહ-યજ્ઞ એ બધું અમુક દિવસ-કરણ-મુહ-નક્ષત્ર-તિથિમાં કરો. આજે નાન થાઓ, પ્રમોદપૂર્વક વિપુલ માત્રામાં ખાધ-પેય સહિત કૌતુક, વિરહાવક-શાંતિકર્મ કરો.

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128