Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 21
________________ ૧/૯ સામાયિક કરવાનું છે “પ્રબળ પ્રમાદથી તેવું યાદ ન આવે તે (૫) અલ્પ કાળનું કે અનિયત સામાયિક કરવું, અલ્પકાળ પછી સામાયિકનો ત્યાગ કરવો અથવા જેમતેમ કરવું. પહેલા ત્રણ અનાભોગ છે અને બીજા બે પ્રમાદથી છે. દેશાવામિનૢ૦ ગૃહિત દિશાના પરિણામનો એક દેશ, તેને વિશે અવકાશગમનાદિ ચેષ્ટા સ્થાન તેના વડે નિવૃત્ત તે દેશાવકાશિક, જે પૂર્વગૃહીત દિવ્રતના કે સર્વ વ્રતના સંક્ષેપરૂપ છે. તેના અતિચાર – ૨૩ (૧) આણવણ૫ઓગ - અમુક મર્યાદાવાળા ભૂમિ ભાગમાં જવા-આવવાનો અભિગ્રહ હોય, તેનાથી આગળના ભાગમાંથી બીજાને પ્રેરણા કરી સચિત્તાદિ દ્રવ્ય મંગાવવું. (૨) પેસવણર્પઓગ-બળથી પ્રેરવા યોગ્ય તે પ્રેષ્ય, તેનો પ્રયોગ, યથાગૃહીત પ્રવિચાર દેશને ઉલ્લંઘવાના ભયે-તેને મોકલીને વસ્તુ મંગાવવી. (૩) સાનુવાયપોતાના ઘર આદિની વાડ વગેરેની ભૂમિનો પ્રયોગ, તેથી બહાર કામ પડતાં, શબ્દાદિ વડે બહારનાને જણાવવું તે શબ્દનું ઉચ્ચારણ, જેથી તે શબ્દ બીજાના કાનમાં પ્રવેશે. (૪) રૂપાનુપાત - અભિગ્રહ બાહ્ય ભૂમિમાં કામ પડતાં શબ્દોચ્ચાને બદલે, પોતાના શરીરનું રૂપ બતાવવું. (૫) બહિયાપુગ્ગલ પજ્ઞેવ-નિયત ભૂમિ પ્રદેશ બહાર, પ્રયોજનવશ, બીજાને જણાવવા પુદ્ગલ ફેંકવા. અહીં પહેલા બે અતિયાર અનાભોગથી, બીજા ત્રણ વ્રત સાપેક્ષત્વથી છે. પોહોવવામ૰ અષ્ટમી આદિ પર્વમાં ઉપવાસ કરવો તે. તે આહારાદિ ચાર ભેદે છે. તેમાં અપડિલેહિય-જીવરક્ષાર્થે આંખ વડે ન નીરખવું, દુપ્પડિલેહિય-ઉદ્ઘાંત ચિત્તથી અરસમ્યક્ નિરીક્ષણ કરવું. સુવા માટે સંચારો. આ સંથારો પતિલેખિતદુષ્પત્તિલેખિત હોવો. એ પ્રમાણે અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત શય્યા-સંથારો. પ્રમાર્જન વસ્ત્રના છેડાથી જાણવું. ઉધ્વાર - પુરુષ, પ્રસવણ-મૂત્ર, તેની ભૂમિ તે સ્થંડિલ. આ ચાર અતિચાર પ્રમાદથી છે. પૌષધોપવાસ કરીને અસ્થિર ચિત્ત વડે આહાર, શરીરસત્કાર, અબ્રહ્મવ્યાપારની ઈચ્છાથી પૌષધનું અયથાર્થ પાલન. અસંવિભાળ - પોતા માટે કરેલ અશનાદિના પશ્ચાત્ કર્માદિ દોષનો ત્યાગ કરીને સાધુને દાન આપવું તે. તેના અતિચાર - (૧) અન્નાદિની અદાન બુદ્ધિથી, માયા વડે સચિત્ત ડાંગર આદિ ઉપર મૂકવા. (૨) સચિત્ત ફલાદિ વડે અન્નાદિ ઢાંકવા. (૩) સાધુના ભોજનકાળનું ઉલ્લંઘન, અર્થાત્ ન્યૂન કે અધિક કાળ જાણીને સાધુ કે ગ્રહણ નહીં કરે તેવું દાન. (૪) “આ બીજાનું છે, માટે સાધુને ન આપી શકાય” સાધુઓ જાણે કે આનું અન્ન વગેરે હોય તો અમને કેમ ન આપે, એમ સાધુને વિશ્વાસ પમાડવા કહેવું અથવા “આ દાનથી મારી માતાને પુન્ય થાઓ'' એમ કહેવું. (૫) બીજાએ આપ્યું, તો હું તેનાથી હીન કે કૃપણ છું - એમ વિચારી આપે. આ અતિચાર છે, વ્રત ભંગ નથી. કેમકે આપવું છે, પણ પરિણામ દૂષિત છે. ન આપે, આપનારને રોકે, ઈત્યાદિથી વ્રત ભંગ થાય છે. આવશ્યક ટીકામાં ભંગ અને અતિચારની વિશેષતા અમે જાણી નથી, પણ અહીં વ્રત ભંગથી જુદા ગણી અમે અતિચારોની વ્યાખ્યા કરી છે, સંપ્રદાયથી નવપદાદિમાં ર ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ તેમ જણાય છે. - x - આવશ્યક ચૂર્ણિમાં પૂર્વગત ગાથામાં નવ દ્વારો છે. અતિચાર શબ્દથી સર્વ ભંગ પ્રાયઃ અપ્રસિદ્ધ છે, તેથી એવી શંકા ન કરવી કે આ અતિચારો જ ભંગ છે. અહીં કહેલ પાંચ-પાંચ અતિચારો, તે બીજા અતિચારના સૂચક છે, પણ તેટલાં જ છે, તેમ નિશ્ચિત નથી. - x - પણ ઉપલક્ષણ માત્ર છે. અહીં તત્ત્વ આ છે - જે વ્રતવિષયમાં અનાભોગાદિ કે અતિક્રમાદિ ત્રણ પદ વડે અથવા સ્વબુદ્ધિ કલ્પનાથી વ્રતના વિષયનો ત્યાગ કરતાં પ્રવૃત્તિ થાય, તે અતિચાર અને વિપરીતપણામાં ભંગ છે. - x - પ્રશ્ન-સર્વ વિરતિમાં અતિચાર સંભવે, દેશવિરતિમાં તો ભંગ જ થાય કેમકે કહ્યું છે કે – બધાં અતિયાર સંજ્વલન ના ઉદયથી થાય, મૂલ છેદ, બાર કષાયથી જ થાય ? ઉત્તર - આ ગાયા સર્વવિરતિના અતિચાર અને ભંગને જણાવવા માટે છે, દેશવિરતિ આદિનો ભંગ બતાવવા નહીં - ૪ - ૪ - જેમ સંયતને સંજ્વલનના ઉદયે યથાખ્યાત ચાસ્ત્રિનો નાશ થાય છે, બીજા ચાસ્ત્રિ અને સમ્યકત્વ સાતિચાર અને ઉદયવિશેષથી નિરતિચાર હોય છે, ત્રીજા કષાયના ઉદયે સરાગ ચાસ્ત્રિનો નાશ થાય છે, સમ્યકત્વ સાતિચાર-નિરતિચાર બંને હોય છે. બીજા કષાયના ઉદયે દેશવિરતિનો નાશ થાય છે, પણ સમ્યકત્વ તો બે ભેદે જ હોય, પ્રથમ કષાયના ઉદયે સમ્યકત્વનો નાશ થાય છે. જો એમ ન હોય તો અતિચારાદિ દેશ ભંગમાં પ્રાયશ્ચિત્ત તપ અને સર્વ ભંગમાં મૂલ છેદ કઈ રીતે સંભવે ? .. પ્રશ્ન - અનંતાનુબંધ્યાદિ કષાય સર્વઘાતી છે, સંજ્વલન દેશઘાતિ છે, તેથી સર્વઘાતી ઉદયે મૂલછેદ, દેશઘાતિમાં અતિચારો છે. [સમાધાન સત્ય છે, પણ બાર કષાયોનું સર્વઘાતિત્વ સર્વવિરતિ અપેક્ષાએ છે, સમ્યકત્વાદિ સાપેક્ષ નથી. - ૪ - માટે અતિચાર છે. ચ્છિમ - પછી બીજું નથી, તે અપશ્ચિમ. મરણ-પ્રાણ ત્યાગ, તે રૂપ અંત તે મરણાંત. તે સમયે થયેલ તે મારણાંતિકી, જેનાથી શરીર, કષાયાદિ કૃશ કરાય તે સંલેખના - તપ વિશેષ રૂપ. જોષણા-સેવના. તેની આરાધના અર્થાત્ અખંડપણે કાળ કરવો. તેમાં ફોર્ક - મનુષ્યલોક, તે સંબંધી અભિલાષા, તેની પ્રવૃત્તિ. જન્માંતરે હું શ્રેષ્ઠી આદિ થઉં. પરત્નો - હું દેવ થાઉં આદિ. નીવિત - પ્રાણ ધારણા, “હું ઘણું જીવું”. તે ઈચ્છા. સંલેખના કરનાર વસ્ત્ર, માળા, આદિ સત્કાર જોઈને, ઘણો પરિવાર થતો જોઈ કે લોક પ્રશંસાથી “જીવિત જ શ્રેષ્ઠ છે’ એમ માને ઈત્યાદિ - x - ઉક્ત સ્વરૂપ પૂજાદિના અભાવે મરણને ઈચ્છે. માનુષી કે દિવ્ય કામભોગ મળે તેમ ઈચ્છવું. • સૂત્ર-૧૦ : ત્યારપછી આનંદ ગાાપતિઓ ભગવંત મહાવીર પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષતતાદિ બાર ભેદે શ્રાવક ધર્મ સ્વીકારીને ભગવંતને વાંદી-નમીને, તેમને કહ્યું – ભગવન્ ! આજથી મારે અન્યતીર્થિક, અન્યતીર્થિકદેવ, અન્યતીર્થિક

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128