Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 31
________________ 3/30,39 માફક કહેવું. પૂર્વવત્ કરે છે. એ રીતે ત્રીજી વખત નાના પુત્રને પણ યાવત્ [ચુલનીપિતાએ તે વેદના સહન કરી. *ક ત્યારપછી ચુલનીપિતા શ્રાવકને નિર્ભય યાવત્ જોઈને ચોથી વખત ચુલનીપિતાને કહ્યું – ઓ ગુલનીપિતા ! પાર્થિતના પ્રાર્થિત ! જો તું યાવત્ ભંગ નહીં કરે, તો હું આજે, જે તારી આ માતા-ભદ્રા સાર્થવાહી છે, દેવ-ગુરુજનનીરૂપ, દુષ્કર-દુષ્કસ્કારિકા છે, તેને તારા ઘરમાંથી લાવીને તારી આગળ ઘાત કરીશ, પછી માંસના ટુકડા કરીને તેલ આદિની કડાઈમાં ઉકાળીશ, ઉકાળીને તારા શરીરને માંસ અને લોહી વડે છાંટીશ. જેનાથી તું આધ્યિાનની પરવશતાથી પીડિત થઈ અકાલે જીવિતથી રહિત થઈશ. ત્યારે તે ચુલનીપિતા, તે દેવે આમ કહ્યું ત્યારે નિર્ભય યાવત્ રહે છે. ત્યારે તે દેવે ચુલનીપિતાને નિર્ભય યાવત્ વિચરતો જોઈને તેને બીજી-ત્રીજી વખત આમ કહ્યું – ઓ ચુલનીપિતા ! પૂર્વવત્ યાવત્ જીવિતથી રહિત થઈશ. ત્યારે તે ચુલનીપિતાને, તે દેવે બીજી-ત્રીજી વખત આમ કહેતા સાંભળીને આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો કે – - અહો આ અનાર્ય, અનાર્યબુદ્ધિ પુરુષ અનાર્ય પાપ કર્મ કરે છે. જેણે મારા મોટાપુત્રને મારા ઘરથી લાવીને મારી આગળ ઘાત કર્યો ઈત્યાદિ જેમ દેવે કહ્યું તે ચિંતવે છે, યાવત્ શરીરે છાંટ્યા. જેણે મારા વાલાપુત્રને મારા ઘરથી લાવી યાવત્ લોહી છાંટ્યું, જેણે મારા નાના પુત્રને મારા ઘેરથી લાવી પૂર્વવત્ યાવત્ છાંટ્યા. જે મારી આ માતા, દેવ-ગુરુ-જનની દુષ્કર-દુષ્કરકારિકા ભદ્રા સાર્થવાહી છે, તેને પણ મારા ઘરમાંથી લાવી મારી પાસે વાત કરવા ઈચ્છે છે, તો મારે ઉચિત છે કે . આ પુરુષને પકડવો, એમ વિચારી તે દોડ્યો, દેવ આકાશમાં ઉડી ગયો. ચુલનીપિતાએ ઘરનો સ્તંભ પકડી લીધો અને મોટા મોટા શબ્દોથી કોલાહલ કરવા લાગ્યો. - ત્યારે ભદ્રા સાર્થવાહી આ કોલાહલ શબ્દ સાંભળીને ત્યાં આવ્યા, આવીને ચુલનીપિતા શ્રાવકને કહ્યું – હે પુત્ર ! તેં મોટા-મોટા શબ્દોથી કોલાહલ કેમ કર્યો ? ત્યારે ચુલનીપિતાએ માતા ભદ્રાને કહ્યું – હે માતા ! હું જાણતો નથી, પણ કોઈ પુરુષે ક્રોધિત થઈ, એક મોટી નીલોત્વલ યાવત્ તલવાર લઈને મને કહ્યું કે – ઓ પાર્થિતના પાર્થિત ગુલનીપિતા ! જો તું ચાવત્ મરીશ. તે પુરુષે આવું કહ્યું તો પણ હું નિર્ભય થઈને રહ્યો. ત્યારે તેણે મને નિર્ભય યાવત્ રહેલો જાણીને મને બીજી-ત્રીજી વખત કહ્યું કે – ઓ ચુલનીપિતા ! આદિ યાવત્ શરીરે છાંટીશ. ત્યારે મેં તે ઉજ્જવલ વેદના યાવત્ સહી, ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું. - X "X "X - ત્યારપછી તે પુરુષે મને નિર્ભય યાવત્ જોઈને મને ચોથી વખત કહ્યું કે ઓ ચુલનીપિતા ! યાવત્ વ્રત ભંગ નહીં કરે, તો આજે તારી આ માતાને યાવત્ તું મરીશ. ત્યારે તે પુરુષે મને નિર્ભય યાવત્ રહેલ જાણીને, બીજી-ત્રીજી - ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ વખત કહ્યું – ઓ ચુલનીપિતા ! આજે યાવત્ તું મરીશ. ત્યારે - ૪ - મને આવો સંકલ્પ થયો કે – અહો ! આ પુરુષ અનાર્ય યાવત્ આચરે છે. ઈત્યાદિ પૂર્વવત્, તો મારે આ પુરુષને પકડવો, એમ વિચારી હું દોડ્યો. તે આકાશમાં ઉડી ગયો. મેં આ થાંભલો પકડી લીધો અને મોટા-મોટા શબ્દોથી કોલાહલ કર્યો. ત્યારે ભદ્રા સાર્થવાહીએ ચુલનીપિતાને કહ્યું – કોઈ પુરુષે યાવત્ વારા નાના પુત્રનો - ૪ - ઘાત કર્યો નથી. તને આ કોઈ પુરુષ ઉપસર્ગ કર્યો છે. આ તેં બિહામણું દૃશ્ય જોયું છે, તેથી તું હાલ ભગ્નવ્રત, ભગ્નનિયમ, ભગ્ન પૌષધવાળો થઈને વિચરે છે. તો હે પુત્ર ! તું આ સ્થાનથી આલોચના કર યાવત્ પ્રાયશ્ચિત્ત સ્વીકાર. ત્યારે તે ચુલનીપિતા શ્રાવકે ભદ્રા માતાની આ વાત વિનયપૂર્વક “તહત્તિ” કઈને સ્વીકારી અને તે સ્થાનની આલોચના યાવત્ પ્રાયશ્ચિત્ત કર્યુ. [૩૧] ત્યારપછી ચુલનીપિતા શ્રાવક પહેલી ઉપાસક પ્રતિમા સ્વીકારીને વિચરે છે, પહેલી ઉપાસક પ્રતિમાને યથાસૂત્ર આદિ આનંદની માફક પાળતા યાવત્ અગિયારે ઉપાસક પ્રતિમા આરાધી. ત્યારપછી તે ઉદાર યાવત્ કામદેવ માફક સૌધર્મકો, સૌધર્મવતંસક મહાતિમાનની પૂર્વદિશામાં અરુણપભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં ચાર પલ્યોપમ સ્થિતિ, પછી મહાવિદેહે મોક્ષ. • વિવેચન : તો માંસસોફ્ટે - ત્રણ માંસ ખંડ, શૂળ વડે પકાવે માટે શૂલ્ય. આદાણભરિસંસિ - આંધણ પાણી તેલ આદિ, જે કોઈ દ્રવ્યને પકાવવા અગ્નિ ઉપર મૂકાય છે. કડાહ લોઢાની કડાઈ, આદ્રહયાનિ-ઉકાળીશ. આર્યચામિ-છાંટીશ - ૪ - ભગવો-ભગ્નાત, સ્થૂલ પ્રાણાતિપાત વિરતિના ભાવથી ભંગ, કોપ વડે તેનો નાશ કરવાના ભાવથી ભગ્ન નિયમ-કોષના ઉદયથી ઉત્તરગુણરૂપ ક્રોધના અભિગ્રહના ભંગથી. ભગ્નપૌષધઅવ્યાપાર પૌષધના ભંગથી. આ અર્થની આલોચના કરૂગુરુ પાસે નિવેદન કર યાવત્ શબ્દથી પ્રતિક્રમ-નિવર્ત, નિંદ-આત્મ સાક્ષીએ નિંદા કર, ગર્હ-ગુરુ સાક્ષીએ નિંદા કર. વિત્રોટય-તે ભાવના અનુબંધનો વિચ્છેદ કર, વિસોહ-અતિચાર મલને દૂર કર, તેને કરવા ઉધત થઈ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વીકાર. “પ્રાયશ્ચિત્ત કર” એમ કહીને નિશીયાદિમાં ગૃહસ્થને પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, માટે ગૃહસ્થને પ્રાયશ્ચિત ન હોય, તે મતને દૂર કર્યો છે. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128