Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 51
________________ ૫/૧/૧/૨૦ શ્રેષ્ઠ ન્યગ્રોધ વૃક્ષની નીચે પૃથ્વીશિલાપકે પીળા વસ્ત્રથી આચ્છાદિત શરીરે સુતા હશો, ત્યારે જરાકુમારે ધનુષ્યમાંથી છોડેલા તીક્ષ્ણ બાણ વડે ડાબા પગમાં વિંધાઈને કાળમાસે કાળ કરી ઉજ્જવલ વેદનાવાળી વાલુકાપ્રભા નામે ત્રીજી નરક પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થશો. ૩ ત્યારે કૃષ્ણ વાસુદેવે, અરિષ્ટનેમિ અરહંતના આ અર્થને સાંભળી, અવધારીને અપહત યાવત્ વિચારે છે. ત્યારે ભગવંતે કૃષ્ણને કહ્યું - હે દેવાનુપ્રિય ! તું અપહત યાવત્ ચિંતામગ્ન ન થા. તું નિશ્ચે ત્રીજી પૃથ્વીથી નીકળી અનંતર ઉદ્ધર્તીને આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં પુંડ્ર દેશમાં શતદ્વાર નગરમાં બરમાં “મમ' નામે તીર્થંકર થશો. ત્યાં તમે ઘણાં વર્ષોં કેવલિપયાય પાળી સિદ્ધ થશો. ત્યારે કૃષ્ણ વાસુદેવ, અરિષ્ટનેમિની પાસે આ અર્થ સાંભળી, અવધારી, હૃષ્ટ-તુષ્ટ થઈ, આસ્ફોટન કર્યું, કુદકો માર્યો, ત્રણ પગલાંરૂપ ન્યાસ કર્યો, સીંહનાદ કર્યો. કરીને ભગવંતને વંદન-નમન કર્યું, કરીને તે જ આભિષેક્સ હસ્તિ ઉપર બેસીને દ્વારવતી નગરીમાં પોતાને ઘેર આવ્યો. અભિષેક હસ્તિરત્નથી ઉતર્યો, બાહ્ય ઉપસ્થાન શાળામાં પોતાના સીંહાસન પાસે આવ્યો, આવીને સીંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈ બેઠો, બેસીને કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપિયો ! તમે જાઓ અને દ્વારવતીનગરીના શ્રૃંગાટકાદિએ યાવત્ ઉદ્ઘોષણા કરતા આમ કહો કે હે દેવાનુપિયો ! નવયોજન લાંબી યાવત્ દેવલોકભૂત આ દ્વારવતી નગરી સૂરા-અગ્નિ-દ્વૈપાયન નિમિત્તે વિનાશ પામવાની છે. તો દ્વારવતીના જે કોઈ રાજા, યુવરાજ, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇબ્ધ, શ્રેષ્ઠી, રાણી, કુમાર કે કુમારી અરિહંત અરિષ્ટનેમિની પાસે મુંડ થઈ યાવત્ દીક્ષા લેવા ઈચ્છે, તેને વાસુદેવ કૃષ્ણ રજા આપશે. પાછળ રહેલા પીડા પામતાને પૂર્વે હોય તેની આજીવિકા અપાશે પણ હરી નહીં લેવાય, મહા ઋદ્ધિસત્કારના સમુદાય વડે દીક્ષા મહોત્સવ કરશે, એવી ઉદ્ઘોષણા બે-ત્રણ વખત કરાવો. પછી મારી આ આજ્ઞા પાછી સોંપો. કૌટુંબિક પુરુષોએ યાવત્ આજ્ઞા સોપી. ત્યારે તે પદ્માવતી દેવી, અષ્ટિનેમિ અરહંત પાસે ધર્મ સાંભળી, સમજી, હૃષ્ટપુષ્ટ યાવત્ હૃદયી થઈ ભગવંતને વાંદી-નમીને કહે છે ભગવન્ ! નિગ્રન્થ પ્રવાનની હું શ્રદ્ધા કરું છું. ચાવત્ આપજે કહો છો વિશેષ એ કે – કૃષ્ણ વાસવુદેવની રજા લઉં. પછી હું આપની પાસે મુંડ થઈ યાવત્ દીક્ષા લઈશ. - - યથા સુખં - પછી પદ્માવતી દેવી ધાર્મિક યાપવરમાં બેઠી, બેસીને દ્વારવતી નગરીએ આવી, આવીને ધાર્મિક યાનથી ઉતરી, ઉતરીને કૃષ્ણ વાસુદેવ પાસે આવી, બે હાથ જોડીને કહ્યું – હે દેવાનુપ્રિય ! આપની અનુજ્ઞા પામીને હું અરિષ્ટનેમિ અરહંત પાસે યાવતુ દીક્ષા લેવાને ઈચ્છુ છું. યથાસુખ - - પછી કૃષ્ણ - અંતકૃદ્દશાંગસૂત્ર-સટીક અનુવાદ કૌટુંબિકોને બોલાવીને કહ્યું - જલ્દી પાવતીદેવી માટે મહાર્ય નિષ્ક્રમણાભિષેક તૈયાર કરો. કરીને મારી આજ્ઞા પાછી સોંપો. તેઓએ યાવત્ આજ્ઞા પાછી સોંપી. ત્યારે કૃષ્ણ વાસુદેવે પદ્માવતી દેવીને પાટે સ્થાપી, ૧૦૮ સુવર્ણ કળશ યાવત્ મહાનિષ્ક્રમણાભિષેકથી અભિષેક કર્યો. કરીને સવલિંકારથી વિભૂષિત કરી, પછી સહયપુરુષ વાહિની શિબિકા રચાવીને, તેણીને બેસાડીને દ્વારવતીનગરીના મધ્યેથી નીકળ્યા, રૈવતક પર્વત સહસ્રામવન ઉધાનમાં આવ્યા. શિબિકા સ્થાપી, પાવીને શિબિકામાંથી ઉતારી, પછી અરિષ્ટનેમિ અરહત પાસે આવ્યા. આવીને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વાંદી-નમીને કહ્યું - ભગવન્ ! આ મારી અગ્રમહિષી પદ્માવતી રાણી, ઈષ્ટા કાંતા પ્રિયા મનોજ્ઞા મણામા અભિરામા યાવત્ દર્શનનું કહેવું શું? હે દેવાનુપ્રિય ! આપને શિષ્યા ભિક્ષા આપું છું, આપ સ્વીકાર કરો. યથાસુખ - - ત્યારે પદ્માવતી ઈશાન ખૂણામાં જઈ, સ્વયં જ આભરણ અલંકાર ઉતાર્યા, સ્વયં જ પંચમુષ્ટિક લોય કર્યો કરીને અરિષ્ટનેમિ રહંત પાસે આવી, વંદન-નમન કરીને કહ્યું – આ લોક આદિપ્ત છે યાવત્ ધર્મ કહો. ત્યારે ભગવંતે પદ્માવતીદેવીને સ્વયં જ પ્રવ્રજ્યા આપી, મુંડ કરીને યક્ષિણી આયનિ શિષ્યા રૂપે સોંપી, પછી ક્ષિણી આએિ પદ્માવતીને સ્વયં દીક્ષા આપી યાવત્ યત્ન કરવો. ત્યારપછી પદ્માવતી યાવત્ સંયમ વિશે યત્ન કરે છે. પછી તે પદ્માવતી આ િથઈ, ઈસિમિતા યાવત્ ગુપ્ત બ્રહચારિણી થઈ. પદ્માવતી આર્યા, યક્ષિણી આ પાસે સામાયિક આદિ ૧૧-અંગો ભણ્યા. ઘણાં ઉપવાસ, છઠ્ઠ વિવિધ તપ ભાવિત કરતા વિચરે છે. પછી પદ્માવતી આર્યા, પ્રતિપૂર્ણ વીસ વર્ષ શ્રામણ્ય પચયિ પાળીને માસિકી સંલેખનાથી આત્માને ઝોષિત કરીને સાઈઠ ભક્તોને અનશન વડે છેદીને, જે હેતુથી નગ્નભાવ ધારણ કરેલ, તે અર્થને આરાધી, છેલ્લા શ્વાસે સિદ્ધ થયા. • વિવેચન-૨૦ : પાંચમાં વર્ગમાં દશ અધ્યયનો છે, તેમાં પહેલામાં :- સુળિયાવાવળમૂતામ્ - મધ, કુમારોને ઉન્મત્તતાનું કારણ, અગ્નિકુમાર દેવ, દ્વૈપાયન-દારુ પીને ઉન્મત્ત કુમારો વડે પીડિત, નિયાણું કરેલો બાલ તપસ્વી. તે વિનાશના મૂળ કારણો છે. પુઢવી-પૃથ્વીશિલાપટ્ટક, પીયવત્ય-પીળા વસ્ત્રથી આચ્છાદિત શરીર, તિજ્ઞ - ત્રિપદી-મલ્લની જેમ રંગભૂમિમાં ત્રણ પગલાં વિન્યાસ વિશેષ કરે છે. યુવરાજ-રાજ્યને યોગ્ય, ઈશ્વર-અમાત્યાદિ, તલવ-રાજવલ્લભ, માડંબિક-મડંબ નામે સંનિવેશ વિશેષનો સ્વામી, કૌટુંબિક-બે, ત્રણ આદિ કુટુંબનો નેતા. - ૪ - पच्छाउर દીક્ષા લેનારે પાછળ મૂકેલ કુટુંબકના નિર્વાહ માટે પીડાયુક્ત માનસવાળાને પૂર્વે પ્રરૂપિત આજીવિકા પૂર્વવત્ દેવી. પણ પ્રવ્રુજિતની પાછળ રહેલા કુટુંબી પાસેથી તેનું હરણ ન કરવું.. મિાં પુળ૰ ઉદુંબર પુષ્પ માફક સાંભળવું પણ દુર્લભ છે, તો જોવાની તો વાત જ શું ? - - અસ્તિત્તળ ભગવન્ ! આ લોક આદીપ્ત .

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128