Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 47
________________ 3/૮/૧૩ આવે છે, તે માતાઓ ધન્ય છે. ઈત્યાદિ, યાવત્ ચિંતામગ્ન છું. ત્યારે કૃષ્ણ, દેવકીમાતાને કહ્યું – હે માતા ! તમે અપહત યાવત્ ચિંતામગ્ન ન થાઓ. હું તેવો યત્ન કરીશ, જેથી મારો સહોદર નાનો ભાઈ થાય. એમ કહી દેવકીને તેવી ઈષ્ટાદિ વાણી વડે આશ્વાસિત કર્યા, ત્યાંથી નીકળ્યા. નીકળીને પૌષધશાળાએ આવ્યા, આવીને અભયકુમાર માફક કર્યું. વિશેષ આ - હરિભેગમેષીને ઉદ્દેશીને અઠ્ઠમ તપ ગ્રહણ કરી. યાવત્ અંજલિ જોડીને કહ્યું – હે દેવાનુપ્રિય ! હું ઈચ્છુ છું કે મને સહોદર નાનો ભાઈ આપો. ૩૯ ત્યારે હારિણેગમેષીને કૃષ્ણ વાસુદેવે કહ્યું – હે દેવાનુપ્રિય ! દેવલોકથી વેલ એક જીવ, તમારો નાનો ભાઈ થશે. તે બાલ્યભાવથી મુક્ત થઈ યાવત્ સૌવન પામી, અરહંત અરિષ્ટનેમિ પાસે મુંડ થઈ યાવત્ દીક્ષા લેશે. કૃષ્ણને બીજી-ત્રીજી વખત આમ કહ્યું, કહીને જ્યાંથી આવેલ ત્યાં પાછો ગયો. ત્યારે કૃષ્ણે પૌષધશાળાથી નીકળી, દેવકીમાતા પાસે આવીને દેવકીના પગે વંદના કરીને કહ્યું – હે માતા ! મારે સહોદર નાનો ભાઈ થાઓ. એમ કહી દેવકીમાતાને તેવી ઈષ્ટાદિ વાણીથી આશ્વાસિત કરી ગયા. ત્યારપછી દેવકી અન્ય કોઈ દિને, તેવી તેવી પ્રકારની યાવત્ હનું સ્વપ્ન જોઈને જાગી યાવત્ પાઠકા હર્ષિત હૃદયા થઇ ગર્ભને વહે છે. પછી દેવકીદેવીએ નવ માસ પછી જાપુ, રાતા બંધુજીવક પુષ્પ, લાક્ષારસ, સરસ પારિજાતક, તરુણ સૂર્ય સમાન પ્રભાવાળા, સર્વનયન કાંત, સુકુમાર, યાવત્ સુરૂપ, હાથીના તાલુ સમાન પુત્રને જન્મ આપ્યો. જન્મ મહોત્સવ મેઘકુમારવત્ કહેવો. યાવત્ જે કારણે અમારો આ પુત્ર ગજતાલુરામાન છે, તેથી અમારા આ બાળકનું નામ ગજસુકુમાલ થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ ગજસુકુમાલ નામ કર્યું. બાકી મેઘકુમારવત્ જાણવું. યાવત્ તે અત્યંત ભોગ ભોગવવાને સમર્થ થયો. તે દ્વારાવીમાં સોમિલ નામે આટ્સ, ઋગ્વેદ યાવત્ સુપરિનિષ્ઠિત બ્રાહ્મણ વસતો હતો. તે સોમિલને સોમશ્રી નામે સુકુમાલ બ્રાહ્મણી [પત્ની હતી. તે સૌમિલની પુત્રી, સોમશ્રી બ્રાહ્મણીની આત્મજા સોમા નામે પુત્રી સુકુમાલા યાવત્ સુરૂષા, રૂપ વત્ લાવણ્ય યુતા, ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરી પુત્રી હતી. તે સોમા પુત્રી અન્ય કોઈ દિને ન્હાઈ ચાવત્ વિભૂષિતા થઈ, ઘણી કુબ્જા યાવત્ પરિવરીને સ્વગૃહેથી નીકળી. પછી રાજમાર્ગે આવી, રાજમાર્ગમાં સુવર્ણના દડાથી ક્રીડા કરતી હતી. - - તે કાળે, તે સમયે અરહંત અષ્ટિનેમિ પધાર્યા, પર્ષદા નીકળી. ત્યારે કૃષ્ણ વાસુદેવે, આ વૃત્તાંત જાણીને ન્હાઈ યાવત્ વિભૂષિત થઈ, ગજસુકુમાલ કુમાર સાથે ઉત્તમ હાથીના સ્કંધે બેસી, કોરંટ છત્રને ધરાવતો, શ્રેષ્ઠ શ્વેત ચામરો વડે વિંઝાતો દ્વારવતી નગરી મધ્યેથી ભગવંતના પાદ વંદનાર્થે નીકળ્યો ત્યારે સોમા અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ કન્યાને જોઈ, જોઈને સોમાના રૂપ, લાવણ્યથી યાવત્ વિસ્મીત થઈ, કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. ૮૦ બોલાવીને કૃષ્ણે કહ્યું – હે દેવાનુપિયો ! જાઓ, તમે સોમિલ બ્રાહ્મણ પાસે સોમાની યાચના કરીને, તે કન્યાને લાવો. કન્યા અંતઃપુરમાં રખાવો. પછી આ કન્યા ગજસુકુમાલની પત્ની થશે. ત્યારે કૌટુંબિક પુરુષોએ યાવત્ તેમ કર્યું. - - પછી કૃષ્ણ વાસુદેવ દ્વારવતી નગરીની મધ્યેથી નીકળીને સહસ્રામવન ઉધાનમાં યાવત્ ભગવંતને પાસે છે. - ત્યારે અરિષ્ટનેમિ રહંતે કૃષ્ણ વાસુદેવ, ગજસુકુમાલ અને મોટી પર્યાદાને ધર્મ કહ્યો. ત્યારે ગજસુકુમાલે ભગવંત પાસે ધર્મ સાંભળીને - - વિશેષ આ - માતાપિતાને પૂછું. યાવત્ મેઘકુમારની જેમ સ્ત્રીને વર્જીને યાવત્ કુલવૃદ્ધિ કર. ત્યારે કૃષ્ણ વાસુદેવે આ કથા જાણીને ગજસુકુમાલ પાસે આવીને ગજસુકુમાલને આલિંગે છે, પછી ખોળામાં બેસાડે છે, બેસાડીને કહ્યું – તું મારા સહોદર નાનો ભાઈ છે, તેથી હે દેવાનુપિય ! હમણાં અરહંત પાસે મુંડ થઈ યાવત્ દીક્ષા ન લે. હું તને દ્વારવતી નગરીમાં મોટા-મોટા રાજ્યાભિષેક વડે અભિષેક કરીશ. ત્યારે કૃષ્ણ વાસુદેવે આમ કહેતા ગજસુકુમાલ મૌન રહ્યો. ત્યારે ગજસુકુમાલે કૃષ્ણ વાસુદેવ તથા માતા-પિતાને બે-ત્રણ વખત કહ્યું – હે દેવાનુપિયો ! માનુષી કામભોગ ખેલાશ્રવ યાવત્ ત્યાજ્ય છે, હું ઈચ્છું છું કે આપની અનુજ્ઞાથી અરિષ્ટનેમિ રહંત પાસે યાવત્ દીક્ષા લઉં. ત્યારે ગજસુકુમાલને કૃષ્ણવાસુદેવ તથા માતા-પિતા જ્યારે ઘણાં અનુકૂળ યાવત્ સમજાવવા સમર્થ ન થયા ત્યારે ઈચ્છા વિના [અનુજ્ઞા આપતા એમ કહ્યું કે – હે પુત્ર! અમે એક દિવસને માટે પણ તારી રાજ્યશ્રીને જોવા ઈચ્છીએ છીએ. મહાબલની જેમ નિષ્ક્રમણ કહેવું યાવત્ ભગવદ્આજ્ઞાથી તે-તે પ્રકારે યાવત્ સંયમને વિશે યત્ન કરે છે. તે ગજસુકુમાલ અણગાર થયા. ઈસિમિત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી થયા. પછી તેઓએ દીક્ષાના દિવસે જ મધ્યાહ કાળે ષ્ટિનેમિ અરહંત પાસે આવ્યા, આવીને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરીને પૂછ્યું – ભગવન્ ! આપની અનુજ્ઞાથી હું મહાકાળ શ્મશાનમાં એકરાત્રિકી મહાપ્રતિમા સ્વીકારીને વિચરવા ઈચ્છુ છું. હે દેવાનુપ્રિય ! સુખ ઉપજે તેમ કરો. ત્યારે ગજસુકુમાલ અણગારે ભગવંતની અનુજ્ઞા પામીને, તેઓને વંદન-નમન કરીને, ત્યાંથી-સહગ્રામવન ઉધાનથી નીકળ્યા, નીકળીને મહાકાળ શ્મશાને આવ્યા. આવીને સ્થંડિલ પડિલેહી, ઉચ્ચાર-પ્રસવણ ભૂમિને પડિલેહી, કંઈક નમેલી કાયા વડે યાવત્ બંને પગને સાથે રાખી (ઉભા) અને એકરાત્રિકી મહાપ્રતિમા સ્વીકારીને વિચરવા લાગ્યા. આ વખતે સૌમિલ બ્રાહ્મણ સમિધ લેવાને દ્વારવતી નગરીથી બહાર પહેલાથી નીકળેલો, તે સમિધ-દર્ભ-કુશ-પાનને લઈને, ત્યાંથી પાછો વળ્યો.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128