Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૫ થી ૭
ચાર કરોડ હિરણ્ય ધન-ધાદિમાં પ્રયુક્ત હતું, દશ હજાર ગાયોનું એક વ્રજ એવા ચાર વ્રજ ગોકુળ હતા.
તે આનંદ ગાથાપતિને શિવાનંદા નામે અહીન સાવત્ સુરૂપા પત્ની હતી. જે આનંદ ગાથાપતિને ઈષ્ટ અને તેની સાથે અનુક્ત, અવિત, ઈષ્ટ શબ્દ યાવત્ પંચવિધ માનુષી કામભોગોને અનુભવતી વિચરતી હતી. તે વાણિજ્ય ગ્રામની બહાર ઈશાન ખૂણામાં કોલાગ નામે ઋદ્ધ-સ્તિમિત યાવત્ પ્રાસાદીય સંનિવેશ હતું.
કોલ્લાગ સંનિવેશમાં આનંદ ગાથાપતિના ઘણાં મિત્ર, જ્ઞાતિ, નિષ્ક, સ્વજન, સંબંધી, પરિજન, આદ્ય યાવત્ અપભૂિત રહેતા હતા.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ પધાર્યા, પદા નીકળી, કોણિક રાજાની માફક જિતશત્રુ રાજા નીકળ્યો, યાવત્ પાસે છે. ત્યારે તે આનંદ ગાથાપતિએ આ વૃત્તાંત જાણ્યો કે શ્રમણ ભગવંત યાવત્ વિચરે છે. તો મહાફળ સાતત્ જાઉં ચાવત્ પપાસું.
આમ વિચારીને ન્હાઈ, શુદ્ધ પ્રવેશ્ય યાવત્ અલ્પ મહાઈ આભરણથી અલંકૃત્ શરીરે પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને કોરંટ પુષ્પમાળા યુક્ત છત્ર ધારણ કર્યું, મનુષ્ય વર્ગથી ઘેરાઈને પગે ચાલતો વાણિજ્યગ્રામ નગરની મધ્યેથી નીકળ્યો, નીકળીને દૂતિપલાશ ચૈત્ય, શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યો. આવીને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, કરીને વંદન, નમસ્કાર કરી સાવત્ પપાસે છે.
૧૯
[૬] ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે મહા-મોટી પર્પદાને ચાવત્ ધર્મ કહ્યો, પર્યાદા પાછી ગઈ, રાજા પણ નીકળ્યો.
[] ત્યારે આનંદ ગાથપતિએ ભગવંત પાસે ધર્મ સાંભળી, સમજી હૃષ્ટતુષ્ટ થઈને કહ્યું - ભગવન્ ! હું નિગ્રન્થ પ્રવચનની શ્રદ્ધા અને રુચિ કરું છું. ભંતે ! નિગ્રન્થ પ્રવચન એમ જ છે, તથ્ય છે, અવિતથ છે, ઈચ્છિત છે, પ્રતિચ્છિત છે, ઈચ્છિત-પ્રતિચ્છિત છે, જેમ તમે કહો છો. એમ કહીને - આપ દેવાનુપિય પાસે જેમ ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ મુંડ થઈ ઘરથી નીકળી દીક્ષા લે છે, તેમ હું તે રીતે કુંડ યાવત્ દીક્ષિત થવા સમર્થ નથી. પણ હું આપની પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત વાળો બાર પ્રકારનો ગૃહિધર્મ સ્વીકારીશ. યથાસુખ-વિલંબ ન કરો.
♦ વિવેચન-૫ થી ૭ :
પવિત્થર - ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદાદિ વિભૂતિ વિસ્તાર. વ્રજ-ગોકુળ, દશગોસાહસિક-૧૦,૦૦૦ ગાયોનું પરિમાણ.
સૂત્ર-૮ :
ત્યારે આનંદ ગાથાપતિ શ્રમણ ભગવંત મહાવીર પાસે પહેલા (૧) સ્થૂલ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરે છે. યાવજ્જીવન માટે, દ્વિવિધ-ત્રિવિધે મન, વચન, કાયા વડે કરું નહીં, કરાવું નહીં. (૨) ત્યારપછી સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
કરે છે
માવજીવન માટે દ્વિવિધ, ત્રિવિધે-મન, વચન, કાયાથી જાવ જીવને માટે કરું નહીં - કરાવું નહીં. (૩) ત્યારપછી સ્થૂલ અદત્તાદાનને પચ્ચખે છે, જાવજીવ દ્વિવિધ, ત્રિવિધે-મન, વચન, કાયાથી કરું નહીં - કરાવું નહીં. (૪) ત્યારપછી, સ્વદારાસંતોષ પરિમાણ કરે છે એક શિવાનંદાભાચર્યાને છોડીને મૈથુનવિધિનો ત્યાગ.
૨૦
–
ત્યારપછી ઈચ્છાવિધિ-પરિમાણ કરતો હિરણ્ય-સુવર્ણ વિધિ પરિમાણ કરે છે, ચાર કોડી નિધાનમાં, ચાર કોડી વ્યાપારમાં, ચાર કોડી પવિસ્તર હિરણ્યસુવર્ણ વિધિ સિવાયના સુવર્ણ હિરણ્યનો ત્યાગ. પછી રાતુષ્પદ વિધિ પરિમાણ કરે છે. ચાર વ્રજને છોડીને સર્વે ચતુષ્પદનો ત્યાગ. પછી ક્ષેત્ર-વાસ્તુવિધિ પરિમાણ કરે છે - ૫૦૦ હળથી ખેડી શકાય તેટલી ભૂમિ સિવાયના ક્ષેત્રવાસ્તુનો ત્યાગ. પછી શકટ વિધિ પરિમાણ કરે છે - દેશાંતર ગમન માટે ૫૦૦
ગાડાં અને સંવાહનીય ૫૦૦ ગાડાં કરતા વધારે ગાડાંનો ત્યાગ. પછી વહાણ વિધિ પરિમાણ કરે છે, દેશાંતર ગમન યોગ્ય ચાર અને સાંવાહનિક ચાર વહાણો સિવાયના બાકીના વહાણોનો ત્યાગ કરું છું.
ત્યારપછી ઉપભોગ-પરિંભોગ વિધિનું પ્રત્યાખ્યાન કરતાં ગલુછણાવિધિ પરિમાણ કરે છે, એક ગંધ કચાયિક સિવાય બાકીના આંગલુંછણાનો ત્યાગ. પછી દંતધાવન વિધિનું પરિમાણ કરું છું. એક આ યષ્ઠિમધુ સિવાયના દાંતણનો ત્યાગ. પછી ફલ વિધિ પરિમાણ કરું છું, એક મધુર આમળા સિવાયના ફળનો ત્યાગ. પછી અભ્યગન વિધિ પરિમાણ કરું છું . શતાક, સહસપાક તેલ સિવાયના અન્ચંગનનો ત્યાગ. પછી ઉદ્વૈતના વિધિનું પરિમાણ કરું છું - એક સુગંધી ગંધચૂર્ણ સિવાયના ઉદ્ઘતકનો ત્યાગ. પછી સ્નાનવિધિનું પરિમાણ કર્યું છું - આઠ ઔટ્રિક ઘડાં પાણીથી વિશેષ સ્નાનનો ત્યાગ પછી વસ્ત્રવિધિ પરિમાણ કરું છું. એક મયુગલ સિવાયના વસ્ત્રનો ત્યાગ. પછી વિલેપન વિધિ પરિમાણ કરું છું. અગ-ફુંકુમ-ચંદનાદિ સિવાયના વિલેપનનો ત્યાગ. પછી પુષ્પવિધિ પરિમાણ કરું છું. એક શુદ્ધ પદ્મ અને માલતીપુષ્પ માળા સિવાયના પુષ્પોનો ત્યાગ. પછી આભરણ વિધિ પરિમાણ કરું છું - કોમળ કર્ણેયક અને નામની વીટી સિવાયના આભરણોનો ત્યાગ. પછી ધૂપનિધિ પરિમાણ કરું છું - અગરુ, તુરક ધૂપાદિ સિવાયના ધૂપનો ત્યાગ. પછી ભોજનવિધિ પરિમાણ
કરતો યવિધિ પરિમાણ કરે છે - એક કાષ્ઠપેય સિવાયના પેયનો ત્યાગ, પછી ભક્ષ્યવિધિ પરિમાણ કરે છે, એક ધૃતપૂર્ણ-ખાંડખાધ સિવાયની ભક્ષ્યવિધિનો ત્યાગ, પછી ઓદનવિધિ પરિમાણ કરું છું - એક કલમશાલિ સિવાયના ઔદનનો ત્યાગ. પછી સૂપવિધિ પચ્ચક્ખાણ કરું છું - વટાણા, મગના સુપ સિવાયના સૂપનો ત્યાગ, પછી ધૃતતિધિ પરિમાણ કરું છું - શરદઋતુ સંબંધી ગાયનું ઘી, સિવાયના ઘીનો ત્યાગ. પછી શાકવિધિ પરિમાણ કરે છે વસ્તુ, સ્વસ્તિક, મંડુક્કિય સિવાયના શાકનો ત્યાગ, પછી માધુકર વિધિ પરિમાણ કરે છે
.