________________
૩૪
એક યુગમાં બે વાસુદેવ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે.
જંબુદ્વીપ નામક દ્વીપમાં ભરત અને ઐરવત વર્ષ ક્ષેત્રમાં પ્રત્યેકમાં પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં ત્રણ ઉત્તમ પુરુષો ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે :- (૧) અરિહંત, (૨) ચક્રવર્તી, (૩) બલદેવ અને વાસુદેવ. આ જ પ્રમાણે ધાતકીખંડદ્વીપમાં અને પુષ્કરવરાર્ધદ્વીપમાં પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ પ્રત્યેકમાં ત્રણ–ત્રણ ઉત્તમ પુરુષો – અરિહંત, ચક્રવર્તી અને બળદેવ—વાસુદેવ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે.
૦ અઢીદ્વીપમાં ઉત્તમ પુરુષો :
101
જંબુદ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી—અવસર્પિણીમાં ચોપન—ચોપન ઉત્તમ પુરુષો ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે :– ચોવીસ તીર્થંકર, બાર ચક્રવર્તી અને નવ બલદેવ તથા નવ વાસુદેવ.
—સમવાય-૧૩૨;
-૦- ધાતકીખંડદ્વીપમાં ઉત્કૃષ્ટતઃ અડસઠ અરિહંત સમુત્પન્ન થયા છે, સમુત્પન્ન થાય છે અને સમુત્પન્ન થશે. આ જ પ્રમાણે ચક્રવર્તી, બળદેવ અને વાસુદેવ માટે પણ સમજી લેવું (અર્થાત્ ધાતકીખંડના પૂર્વાર્ધમાં ઉત્કૃષ્ટ-૩૪, પશ્ચિમાર્ધમાં ઉત્કૃષ્ટ-૩૪ થશે. તેમાં ભરત ક્ષેત્રમાં એક, ઐરવત ક્ષેત્રમાં એક અને મહાવિદેહની બત્રીશ વિજયોમાં બત્રીશ - એ બધાં મળીને ચોત્રીશ સમજવા. પણ એક જ ક્ષેત્રમાં નહીં. બીજું એક જ ક્ષેત્રમાં એક સાથે ચક્રવર્તી અને વાસુદેવ સંભવતા નથી. તે બેમાંથી એક જ ઉત્તમ પુરુષ એક સમયે સંભવી શકે.)
સમ. ૧૪૬ + ?.
પુષ્કરવરદ્વીપાર્ધમાં ઉત્કૃષ્ટતઃ અડસઠ અ ંત સમુત્પન્ન થયા છે, સમુત્પન્ન થાય છે અને સમુત્પન્ન થશે. એ જ પ્રમાણે ચક્રવર્તી, બળદેવ અને વાસુદેવ માટે સમજી લેવું. (શેષકથન ઉપર મુજબ જાણવું.)
સમ. ૧૪૬;
--
જંબુદ્વીપના મહાવિદેહ વર્ષક્ષેત્રમાં જઘન્યથી ચાર અરિહંત, ચાર ચક્રવર્તી, ચાર બળદેવ–ચાર વાસુદેવ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે.
-~
આગમ કથાનુયોગ-૨
- ઠાણાંગ-૩૨૧;
જંબુદ્વીપવર્તી સુમેરૂ પર્વતના પૂર્વમાં અને સીતા મહાનદીની ઉત્તરમાં ઉત્કૃષ્ટ આઠ અરિહંત, આઠ ચક્રવર્તી, આઠ બળદેવ – આઠ વાસુદેવ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. (આ વિધાન પ્રત્યેક વિજયને આશ્રીને કરાયેલ છે. આ પ્રમાણે મહાનદીના ચારે કાંઠાની આઠ–આઠ વિજયને આશ્રીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ બત્રીશ તીર્થંકર, બત્રીશ ચક્રવર્તી આદિ સમજવું. જઘન્યથી મહાવિદેહમાં ચાર વાસુદેવ વિહરતા હોય છે. જ્યાં વાસુદેવ વિચરતા હોય ત્યાં ચક્રવર્તી ન હોય. તેથી ખરેખર તો ઉત્કૃષ્ટથી અઠ્ઠાવીશ ચક્રવર્તી જ જંબુદ્વીપમાં હોઈ શકે એ જ રીતે જઘન્યથી ચાર ચક્રવર્તી તો હોય જ, તેથી ઉત્કૃષ્ટથી અટ્ઠાવીસ વાસુદેવ જ હોય, વાસુદેવના સહચારીપણાને લીધે બળદેવ પણ અટ્ઠાવીસ જ ઉત્કૃષ્ટથી થાય છે.
ઠાણાંગ-૭૫૦ + રૃ.
101
Jain Education International
---
X X -
For Private & Personal Use Only
www.jainelibrary.org