________________
૪૫
[૨૪]હે ભગવન્ ! શું ગર્ભમાં રહેલો જીવ (ગર્ભમાં જ મરીને) નરકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કોઈ ગર્ભમાં રહેલો સંજ્ઞી પંચેન્દ્રિય અને બધી પર્યાપ્તિ વાળો જીવ વીર્ય-વિભંગજ્ઞાન-વૈક્રિયલબ્ધિ દ્વારા શત્રુસેના ને આવેલી સાંભળીને વિચારે કે હું આત્મ પ્રદેશ બહાર કાઢું છું. પછી વૈક્રિય સમુદ્દાત કરી ચતુરંગિણી સેનાની સંરચના કરું છું. શત્રુસેના સાથે યુદ્ધ કરું છું. તે અર્થ-રાજય-ભોગ અને કામ નો આકાંક્ષી, અર્થ આદિનો પ્યાસી, તે જ ચિત્ત-મન-લેશ્યા અને અધ્યવસાયવાળો, અર્થાદિને વિશે તત્પર, તેને જ માટે ક્રિયા કરવાવાળો, તે જ ભાવનાથી ભાવિત, તેજ સમય ગાળામાં મૃત્યુ પામે તો નરકમાં ઉત્પન્ન થાય.તેથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે ગર્ભસ્થ કોઈ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. કોઈ નથી થતો.
સૂત્ર
-૨૪
[૨૫]હે ભગવાન્ ! ગર્ભસ્થ જીવ શું દેવલોકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કોઈ જીવ ઉત્પન્ન થાય અને કોઈ ન થાય. હે ભગવન્ ! એમ કેમ કહો છો ? હે ગૌતમ ! ગર્ભમાં સ્થિત સંજ્ઞી પંચેન્દ્રિય અને બધી પર્યાપ્તિ વાળો જીવ વૈક્રિય-વીર્ય અને અવધિજ્ઞાન લબ્ધિ દ્વારા તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ આર્ય અને ધાર્મિક વચન સાંભળીને ધારણ કરી શીવ્રપણે સંવેગ થી ઉત્પન્ન તીવ્ર ધર્માનુરાગથી અનુરક્ત થાય. તે ધર્મ-પુણ્ય-સ્વર્ગ-મોક્ષનો કામી, ધર્માદિની આકાંક્ષાવાળો-પીપાસાવાળો, તેમાં જ ચિત્ત-મન લેશ્યા-અને અધ્યવસાયવાળો, ધર્માદિને વિશે જ પ્રયત્નશીલ, તેમાં જ તત્પર, તેના પ્રતિ સમર્પિત થઈ ક્રિયા કરવાવાળો, તે જ ભાવનાથી ભાવિત થઈ તે જ સમયમાં મૃત્યુ પામે તો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેથી કોઈજીવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, કોઈ થતો નથી,
[૨૬-૩૧]હે ભગવન્ ! ગર્ભમાં રહેલો જીવ ઉલટો સુવે છે, પડખે સુવે છે કે વક્રાકાર ? ઉભો હોય છે કે બેઠો ? સુતો હોય કે જાગતો ? માતા સુવે ત્યારે સુવે અને જાગે ત્યારે જાગે ? માતા સુખી હોય તો સુખી અને દુઃખી હોય તો દુઃખી રહે ? હે ગૌતમ ! ગર્ભસ્થિત જીવ ઉલટો સુવે છે- યાવત્ માતાના દુઃખે દુઃખી થાય છે. સ્થિર રહેલા ગર્ભનું માતા રક્ષણ કરે, સમ્યક્ રૂપે પરિપાલન કરે છે, વહન કરે છે. તેને સીધો રાખે અને એ રીતે ગર્ભની તથા પોતાની રક્ષા કરે છે. માતા સુવે ત્યારે સુવે, જાગે ત્યારે જાગે, સુખી હોય ત્યારે સુખી અને દુઃખી હોય ત્યારે દુઃખી થાય છે તેને વિષ્ઠા, મૂત્ર, કફ, નાકનો મેલ પણ હોતા નથી. અને આહાર અસ્થિ, મજ્જા, નખ, કેશ, દાઢી-મૂંછના રોમના રૂપમાં પરિણમે છે. આહાર પરિણમન અને શ્વાસોશ્વાસ બધું શરીર પ્રદેશોથી થાય છે. અને તે કવલાહાર કરતો નથી. આ રીતે દુઃખી જીવ ગર્ભમાં શરીરને પ્રાપ્ત કરી અશુચિ પ્રદેશમાં નિવાસ કરે છે.
[૩૨-૩૪]હે આયુષ્યમાન્ ! ત્યારે નવ મહિનામાં માતા તેના દ્વારા ઉત્પન્ન થનારા ગર્ભને ચારમાંથી કોઈ એકરૂપે જન્મ આપે છે. તે આ પ્રમાણે સ્ત્રી, પુરુષ, નપુસંક કે માંસપિંડ. શુક્ર ઓછું અને રજ વધુ હોય તો સ્ત્રી થાય, રજ ઓછી અને શુક્ર વધુ હોય તો પુરુષ ઉત્પન્ન થાય, રજ અને શુક્ર બંને સમાન માત્રામાં હોય તો નપુસંક ઉત્પન્ન થાય અને માત્ર સ્ત્રી રજની સ્થિરતા રહે તો માંસપિંડ ઉત્પન્ન થાય. [૩૫]પ્રસવ સમયે બાળક માથા અથવા પગની નીકળે છે. જો તે સીધું બહાર નીકળે તો સકુશલ જન્મે છે પણ જો તે તીછું થઈ જાય તો મરણ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org