________________
૧૭૦
વવહાર –૪/૧૦૯ માટે મૂકી દો. એમ કહેવાથી તે સાધુ પદવી મૂકી દે તો તેને દીક્ષાનો છેદ કે તપનું પ્રાયશ્ચિતુ ન આવે. જો પદવી મૂકવા યોગ્ય ને પદવી મૂકવા પ્રવર્તે નહીં તો તે સર્વેને તથા પદવીઘરને દીક્ષાનો છેદ કે પરિહારતપ પ્રાયશ્ચિતું આવે.
[૧૦૦-૧૧૦આચાર્ય-ઉપાધ્યાય જે નવદીક્ષિત છેદોપસ્થાપનીય (વડીદીક્ષા યોગ્ય થયો છે એમ જાણવા છતાં..કે વિસ્મરણ થવાથી તેના વડીલ ચાર કે પાંચ રાત્રિ ઉપરાંત તે નવ દીક્ષિતને ઉપસ્થાપના ન કરે તો આચાર્ય-આદિને પ્રાયશ્ચિતું આવે. જો તેની સાથે પિતા-આદિ કોઈ વડીલે દીક્ષા લીધી હોય અને પાંચ-દસ કે પંદર રાત્રી પછી બંનેને સાથે ઉપસ્થાપન કરે તો કોઈ છેદ કે પરિહાર પ્રાયશ્ચિતુ ન આવે. પણ જો વડેરાને ઉપસ્થાપના ન કરવાની હોય છતાં પણ નવદીક્ષિતને ઉપસ્થાપના ન કરે તો જેટલા દિવસ ઉપસ્થાપના ન કરે તેટલા દિવસનું છેદ કે પરિહાર તપ પ્રાયશ્ચિત્ આવે.
f૧૧૧ આચાર્ય-ઉપાધ્યાય સંભાળે અથવા ભૂલી જાય કે નવ-દીક્ષિત સાધુને નિયત સમય કરતાં) પણ દશરાત્રિ જવા છતાં ઉપસ્થાપના (વડીદીક્ષા) થઈ નથી. નિયત સૂત્રાર્થ પ્રાપ્ત તે સાધુના કોઈ વડેરા હોય અને તેને વડીલ રાખવા તે ભણે નહીં
ત્યાં સુધી સાધુને ઉપસ્થાપના ન કરે તો કોઈ જ પ્રાયશ્ચિતુ ન આવે પણ જો તેવા કોઈ કારણ વિના જ ઉપસ્થાપના ન કરે તો તેમ કરનાર આચાર્ય-આદિને એક વર્ષ સુધી આચાર્ય પદવી આપવી ન કલ્પે.
૧૧૨]જે સાધુ ગચ્છને છોડીને જ્ઞાનાદિ નિમિત્તે અન્ય ગચ્છ સ્વીકારીને વિચરે ત્યારે કોઈ સાધર્મિક સાધુ દેખીને પૂછે કે હે આર્ય ! કયા ગચ્છને અંગીકાર કરીને વિચરો છો ? ત્યારે તે ગચ્છના સર્વ રત્નાદિ સાધુ ના નામ આપે. જો રત્નાધિક પૂછે કે કોની નિશ્રાએ વિચરો છો ? તો તે સર્વે બહુશ્રુતના નામ આપે અને કહે કે જેમ વળી તે ભગવંત કહેશે તેમ તેની આજ્ઞા પ્રમાણે રહીશું.
[૧૧૩]ઘણા સાધમિકો-એક માંડલીવાળા સાધુ એકઠા વિચરવા ઈચ્છે તો વિરને પૂછ્યા સિવાય તેમ વિચરવું કે રહેવું ન કલ્પ. સ્થવિરને પૂછે ત્યારે પણ જો તે આજ્ઞા આપે તો એકઠા વિચરવું રહેવું કહ્યું, જે આજ્ઞા ન આપે તો ન કલ્પે. જો આજ્ઞા સિવાય વિચરે તો જેટલા દિવસ આજ્ઞા વિના વિચરે તેટલા દિવસનું છેદ કે પરિહાર તપ પ્રાયશ્ચિતુ આવે.
[૧૧૪]આજ્ઞા વિના ચાલવા માટે પ્રવર્તેલ સાધુ ચાર-પાંચ રાત્રી વિચારીને ' વિરર્ન જુએં ત્યારે તેમની આજ્ઞા વિના જે વિચરણે કર્યું તેની આલોચના કરે, પ્રતિક્રમણ કરે, પૂર્વની આજ્ઞા લઈને રહે પણ હાથની રેખા સુકાય તેટલો કાળ પણ આજ્ઞા વિના રહે નહીં.
[૧૧૫]કોઈ સાધુ આજ્ઞા વિના અન્ય ગચ્છમાં જવા પ્રવર્તે, ચાર કે પાંચ રાત્રિ ઉપરાંત આજ્ઞા વિના રહે પછી સ્થવિરને દેખીને ફરી આલોવે, ફરી પ્રતિક્રમણ કરે, આજ્ઞા વિના જેટલા દિવસ રડ્યા તેટલા દિવસનું છેદકે પરિહાર તપ પ્રાયશ્ચિત્ આવે સાધુના સંયમ ભાવને ટકાવવા બીજીવાર સ્થવિરની આજ્ઞા માંગીને રહે. તે સાધુને એમ કહેવું કહ્યું કે હે ભગવંતુ ! મને બીજા ગચ્છમાં રહેવાની આજ્ઞા આપો તો રહું. આજ્ઞાવિના તો બીજા ગચ્છમાં હાથની રેખા સુકાય તેટલો કાળ પણ રહેવું ન કલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org