________________
અધ્યયન-૮/ચૂલિકા-૨
૩૮૭ ચારજ્ઞાનવાળા ઘણાશિષ્યગણથી પરિવરેલા, દેવન્દ્રો અને નરેન્દ્રો વડે ચરણારવિંદમાં નમન કરાતા, સુગૃહીત નામવાળા જગાણંદ નામના અણગારને દેખ્યા. તેમને જોઈને તે બન્નેએ વિચાર્યું કે આ મહાયશવાળા મુનિવરની પાસે મારી વિશુદ્ધિ કેમ થાય તેની માંગણી કરું. એમ વિચારીને પ્રણામ કરવા પૂર્વક તે ગણને ધારણ કરવા વાળા ગચ્છાધિપતિ આગળ યથાયોગ્ય ભૂમિભાગમાં બેઠો. તે ગણસ્વામિએ સુજ્ઞશીલને કહ્યું કે - અરે દેવાનુપ્રિયા શલ્ય રહિતપણે પાપની આલોચના જલ્દી કરીને સમગ્ર પાપનો અંત કરનાર પ્રાયશ્ચિત કર. આ બાલિકા તો ગર્ભવતી હોવાથી તેનું પ્રાયશ્ચિત નથી, કે જ્યાં સુધી તે બાળકને જન્મ આપશે નહિ.
હે ગૌતમ ! ત્યાર પછી અતિમહાસંવેગની પરાકાષ્ઠા પામેલો તે સુજ્ઞશિવ જન્મથી માંડીને થએલા તમામ પાપકર્મોની નિઃશલ્ય આલોચના આપીને (કહીને) ગુરુમહારાજાએ કહેલા ઘોર અતિ દુષ્કર મોટા પ્રાયશ્ચિતનું સેવન કરીને ત્યાર પછી અતિ વિશુદ્ધ પરિણામ યુક્ત શ્રમણપણામાં પરાક્રમ કરીને છવ્વીશ વર્ષ અને તેર રાત્રિ દિવસ સુધી અત્યન્ત ઘોર વીર ઉગ્ર કષ્ટકારી દુષ્કર તપઃ સંયમ યથાર્થ પાલન કરીને તેમજ એક બે ત્રણ ચાર પાંચ છ માસ સુધીના લાગલગાટ ઉપરા ઉપરી સામટા ઉપવાસ કરીને શરીરની ટાપટીપ કે મમતા કર્યા વગરના તેણે સર્વ સ્થાનકમાં અપ્રમાદ રહિતપણે નિરંતર રાત-દિવસ દરેક સમયે સ્વાધ્યાય ધ્યાનાદિકમાં પરાક્રમ કરીને બાકીના કર્મમલને ભસ્મ કરીને અપૂર્વકરણ કરીને ક્ષપકશ્રેણી માંડી અંતગડ કેવલી થઈ સિદ્ધ થયા.
[૧૫૧૭] હે ભગવંત ! તેવા પ્રકારનું ઘોર મહાપાપ કર્મ આચરીને આવો સુજ્ઞશીવ જલ્દી થોડી કાળમાં કેમ નિર્વાણ પામ્યો ! હે ગૌતમ ! જેવા પ્રકારના ભાવમાં રહીને આલોયણા આપી જેવા પ્રકારનો સંવેગ પામીને તેવું ઘોર દુષ્કર મોટું પ્રાયશ્ચિત આચર્યું. જેવા પ્રકારે અત્યન્ત વિશુદ્ધ અધ્યવસાયથી તેવા પ્રકારનું અત્યન્ત ઘોર વીર ઉગ્ર કષ્ટ કરનાર અતિ દુષ્કર તપ સંયમની ક્રિયામાં વર્તતા અખંડિત-અવિરાધિત મુલ ઉતરગુણોનું પાલન કરતા નિરતિચાર શ્રમણ્યનો નિર્વાહ કરીને જેવા પ્રકારના રૌદ્ર ધ્યાન આર્તધ્યાનથી મુક્ત બનીને રાગ-દ્વેષ મોહ મિથ્યાત્વ મદ ભય ગારવાદિ દોષોનો અંત કરનાર, મધ્યસ્થ ભાવમાં રહેલા, દીનતા વગરના માનસવાળા એ સુજ્ઞશીવ શ્રમણે બાર વરસની સંલેખના કરીને પાદપોપગમન અનસન અંગીકાર કરીને તેવા પ્રકારના એકાંત શુભ અધ્યવસાયથી માત્ર એક જ સિદ્ધિ ન પામે, પરંતુ જો કદાચ બીજાએ કરેલા કર્મનો સંક્રમ કરી શકતો હોય તો સર્વે ભવ્ય સત્વોના સમગ્ર કર્મનો ક્ષય અને સિદ્ધિ પામે.
પરન્તુ બીએ કરેલા કર્મોની સંક્રમ કદાપિ કોઈનો થતો નથી. જે કર્મ જેણે ઉપાર્જન કર્યું હોય તે તેણે જ ભોગવવું જોઈએ. હે ગૌતમ ! જ્યારે યોગનો વિરોધ કરનાર થાય ત્યારે સમગ્ર પણ આઠે કમરાશિને નાના કાલના વિભાગથી જ નાશ કરનાર થયા છે. સમગ્ર કર્મ આવવાના ને સારી રીતે બંધ કરનાર તેમજ યોગોનો વિરોધ કરનારનો કર્મક્ષય જોયો છે, પરન્ત કાલસંખ્યાથી કર્મક્ષય જોયો નથી. કહેલું છે કે
[૧૫૧૮-૧૫૨૩] કાલથી તો કર્મ ખપાવે છે, કાલવડે કર્મ બાંધે છે, એક બાંધે, એક કર્મનો ક્ષય કરે, હે ગૌતમ! કાલ તો અનંત છે, યોગનો વિરોધ કરનાર કર્મ વેદે છે પરન્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org