________________
૨૯૨
મહાનિસીહ–જાવ ૭૯ સ્ત્રીમાં, ત્યાર પછી છઠ્ઠી નારકીમાં, પછી કુષ્ટિ મનુષ્ય. પછી વાણ વ્યંતર, ત્યાર પછી મહાકાયવાળો યુથાધિપતિ હાથી, ત્યાં મૈથુનમાં અતિ આસક્તિ હોવાથી અનંતકાય વનસ્પતિમાં ત્યાં અનંતો કાળ જન્મ-મરણનાં દુઃખ અનુભવ કરીને મનુષ્ય થશે. પછી મનુષ્ય પણામાં મહાનિમિતિયો પછી સાતમીએ, પછી સ્વયંભૂરમણ સમુદ્રમાં મોટો મત્સ્ય થશે. અનેક જીવોનો મત્સાહાર કરી મરીને સાતમીએ જશે.
ત્યાર પછી આખલો, પછી મનુષ્યમાં, પછી વૃક્ષ ઉપર કોકિલા, પછી જળો, પછી મહામત્સ્ય, પછી તંદુલમસ્ય, પછી સાતમીએ પછી ગધેડો, પછી કૂતરા, પછી કૃમિજીવ, પછી દેડકો, પછી અગ્નિકાયમાં, પછી કુંથ, પછી મધમાખ, પછી ચકલો, પછી ઉધઈ, પછી વનસ્પતિમાં તેમાં અનંતકાલ પસાર કરીને મનુષ્યમાં સ્ત્રીરત્ન પછી છઠ્ઠીમાં, પછી ઊંટ, ત્યાર પછી વેષામંકિત નામના પટ્ટણમાં ઉપાધ્યાયના ગૃહ નજીક લીંબડાના પત્ર પણે વનસ્પતિમાં, પછી મનુષ્યમાં ઠીંગણી કુન્શાસ્ત્રી, પછી નપુંસક મનુષ્ય, પછી દુઃખી મનુષ્ય, પછી પણ ભીખ માગનાર, પછી પણ પૃથ્વીકાય વગેરે કામોમાં ભવસ્થિતિ અને કાયસ્થિતિ દરેકમાં ભોગવનાર, પછી મનુષ્ય, પછી અજ્ઞાન તપસ્યા કરનાર, પછી વાણવ્યંતર, પછી પુરોહિત, પછી પણ સાતમીએ તંદુલ મત્સ્ય, પછી સાતમીનારકીમાં, પછી બળદ, પછી મનુષ્યમાં મહાસમ્યગ્દષ્ટિ અવિરતિ ચક્રવતિ, પછી પ્રથમ નારકીમાં, પછી પણ શ્રીમંતશેઠ, પછી શ્રમણ અણગારપણામાં, ત્યાંથી અનુત્તર દેવલોકમાં, પછી પણ ચકવતિ મહાસંઘયણવાળા થઈને કામભોગથી વૈરાગ્ય પામીને તીર્થકર ભગવંતે ઉપદેશેલા સંપૂર્ણ સંયમની સાધના કરીને તે નિવણ પામશે.
[૬૮] તેમજ જે ભિક્ષ કે ભિક્ષુણી પરપાખંડીઓની પ્રશંસા કરે અગર નિcવોની પ્રશંસા કરે તેમને અનુકૂળ હોય તેવા વચન બોલે, નિત્વવોના મંદિરો મકાનોમાં પ્રવેશ કરે જેઓ નિcવોના ગ્રન્થો, શાસ્ત્રો, પદો કે અક્ષરોને પ્રરૂપે જેઓ નિત્વવોના પ્રરૂપેલા કાયકલેશાદિક તપ કરે, સંયમ કરે. તેના જ્ઞાનનો અભ્યાસ કરે વિશેષ પ્રકારે જાણે, શ્રવણ કરે, પાંડિત્ય કરે, તેની તરફેણ કરી, વિદ્વાનોની પર્ષદામાં તેની કે તેના શાસ્ત્રોની પ્રશંસા-વખાણ કરે તે પણ સુમતિની જેમ પરમાધાર્મિક અસુરોમાં ઉત્પન્ન થાય.
[૬૮૧] હે ભગવંત! તે સુમતિના જીવે તે સમયે શ્રમણપણું અંગીકાર કર્યું તો પણ આવા પ્રકારના નારક તિર્યંચ મનુષ્ય અસુરાદિવાળી ગતિમાં જુદા જુદા ભવોમાં આટલા કાળ સુધી સંસારમાં ભ્રમણ કેમ કરવું પડ્યું? હે ગૌતમ ! જે આગમને બાધા પહોંચે તેવા પ્રકારના લિંગ વેષ વગેરે ગ્રહણ કરવામાં આવે તે કેવલ દંભ જ છે. અને અનિલાંબા સંસારના કારણભૂત તે ગણાય છે. તેની કેટલી લાંબી મયદા, તે જણાવી શકાતી નથી. તેજ કારણે (આગમાનુસાર) સંયમ દુષ્કર મનાએલું છે.
વળી બીજી એ વાત લક્ષમાં રાખવાની છે કે શ્રમણપણા વિશે પ્રથમ સંયમ સ્થાનમાં કુશીલ સંસર્ગનો ત્યાગ કરવાનો છે. જો તેનો ત્યાગ ન કરે તો સંયમ જ ટકતું નથી. તો સુંદર મતિવાળા સાધુએ તેજ આચરવું તેનીજ પ્રશંસા કરવી તેની જ પ્રભાવના-ઉન્નતિ કરવી. તેની જ સલાહ આપવી. તેજ આચરવું કે જે ભગવંતે કહેલા આગમ-શાસ્ત્રમાં હોય. આ પ્રમાણે સૂત્રનું અતિક્રમણ કરીને જેમ સુમતિ લાંબા સંસારમાં રખડ્યો, તેમજ બીજા પણ સુંદર, વિદુર, સુદર્શન, શેખર, નિલભદ્ર. સભો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org