Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
View full book text
________________
અધ્યય-૫
૩૧૧
સારવાળા, રાતદિવસના દરેક સમયે ક્ષમા આદિ અહિંસા લક્ષણવાળા દશ પ્રકારના શ્રમણ ધર્મમાં રહેલા હોય, જેઓ રાત્રિ-દિવસ દરેક સમયે બાર પ્રકારના તપમાં ઉદ્યમવાળા હોય, નિરંતર પાંચસમિતિ અને ત્રણગુપ્તીઓમાં ઉપયોગવાળા હોય, જેઓ પોતાની શકતી અનુસાર અઢારહજાર શીલાંગોને આરાધતા હોય, જેઓ પોતાની શક્તિ અનુસાર ૧૭ પ્રકારના સંયમની વિરાધના ન કરતા હોય, જેઓ ઉત્સર્ગ માર્ગની રુચિવાળા હોય, તત્ત્વની રુચિવાળા હોય, જેઓ શત્રુ અને મિત્ર બન્ને પક્ષ પ્રત્યે સમાન ભાવવાળા હોય, જેઓ ઈહલોક-પરલોક આદિ સાત પ્રકારના ભય સ્થાનથી વિપ્રમુક્ત હોય, આઠ પ્રકારના મદ સ્થાનનો જેમણે સર્વથા ત્યાગ કરેલો હોય, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિની વિરાધનાના ભયવાળા હોય, જેઓ બહુ શ્રુતજ્ઞાન ધારણ. કરનારા હોય, આય કુળમાં જન્મેલા હોય, ગમે તેવા પ્રસંગમાં દીનભાવ વગરના હોય, ક્રોધ ન કરનારા હોય, આળસ વગરનાં અપ્રમાદી હોય, સંયતીવર્ગ (ની બીન જરૂરી અવર જવર)ના વિરોધી હોય, નિરંતર સતત ધર્મોપદેશ આપનારા હોય, સતત ઓધસમાચારીની પ્રરૂપણા કરનારા હોય, સાધુપણાની મર્યાદામાં વર્તનારા હોય, અસમાચારીના ભયવાળા હોય, આલોયણા યોગ્ય પ્રાયશ્ચિત દાન આપવા સમર્થ હોય, જેઓ વંદન મંડલીની, પ્રતિક્રમણ મંડલીની, સ્વાધ્યાય મંડલીની વ્યાખ્યાન મંડલીની યોગોના ઉદ્દેશ મંડલીની યોગોની ક્રિયામાં આવતા સમુદેશ મંડલીના પ્રવ્રજ્યા વિધિની વિરાધનાના જાણકાર હોય, જેઓ વડી દીક્ષા- ઉપસ્થાપનાની યોગની ક્રિયામાં ઉદ્દેશસમુદ્દેશ અનુજ્ઞાની વિરાધનાના જાણનાર હોય.
જેઓ કાલ-ક્ષેત્ર-દ્રવ્ય-ભાવ તે સિવાયના બીજા ભાવનાન્તરોના જાણનાર હોય. જેઓ કાલ ક્ષેત્ર દ્રવ્ય ભાવના આલંબન કારણ-બહાનાથી વિપ્રમુક્ત હોય, જેઓ બાળ સાધુ, વૃદ્ધ સાધુ, બિમાર નવદિક્ષિત સાધમિક સાધુ-સાધ્વી સમુદાય વગેરેને સંયમમાં પ્રવતવિવામાં કુશલ હોય. જેઓ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ વગેરે ગુણોની પ્રરૂપણા કરનારા હોય, જેઓ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ગુણોને વહેતા-પાલતા હોય, ધારણ કરનારા હોય, પ્રભાવના કરનારા હોય, જેઓ દ્રઢ સમ્યકત્વવાળા, જેઓ સતત પ્રયત્ન કરે તો પણ ખેદ ન પામનારા હોય, જેઓ ધીરજવાળા હોય, ગંભીર હોય. અતિશય સૌમ્ય લેશ્યાવાળા હોય, જેઓ સૂર્યની જેમ તપના તેજથી કોઈથી પરાભવ ન પામે તેવા હોય, પોતાના શરીરનો નાશ થાય તો પણ છકાયના જીવોનો સમારંભ નહિં કરનારા, જેઓ તપ-શીલ-દાન-ભાવનારૂપ ચારપ્રકારના ધર્મના અંતરાય કરવામાં ભય રાખનારા, જેઓ સર્વ પ્રકારની આશાતનાથી ડરનારા, જેઓ ઋદ્ધિગારવ, રસગારવ, શાતાગારવ, રૌદ્ર અને આર્તધ્યાનથી વિપ્રમુક્ત થએલા, જેઓ સર્વ આવશ્યક ક્રિયાઓ કરવામાં ઉદ્યમી, જેઓ વિશેષ પ્રકારની લબ્ધિવાળા છે.
જેઓને અણધાર્યો અકસ્માતું તેવો પ્રસંગ આવપડે કોઈની પ્રેરણા થાય, કોઈક આમંત્રણ કરે તો પણ અકાયચરણ ન કરે જે બહુ નિન્દ્રા કરનારા ન હોય, બહુ ભોજન કરનારા ન હોય, સર્વ આવશ્યક સ્વાધ્યાય, ધ્યાન, પ્રતિમાં, અભિગ્રહ, ઘોર પરિષહઉપસર્ગમાં પરિશ્રમને જીતનાર હોય, જે ઉત્તમ પાત્રને સંગ્રહ કરવાના સ્વભાવવાળા હોય, અપાત્રને પરઠવવાની વિધિનો જાણકાર, અખંડિત દેહવાળા, જેઓ પરમત અને સ્વમતતા શાસ્ત્રોના સારા જાણકાર હોય, જેઓ ક્રોધ, માન, માયા, લોભ, મમત્ત્વબુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396