Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
View full book text
________________
૩૩૬
મહાનિસીહ– ૬/૧૧૪૧ શું સત્ય છે? સર્વથા એ વાત સત્ય નથી જ. કારણકે પૂર્વ ભવમાં કરેલા અશુભ પાપ કર્મના ઉદયથી જ આવા પ્રકારનું બને છે. એ પ્રમાણે અતિશય સુંદર વિચારણા કરવા લાગી. અરે જુઓ તો ખરા કે અજ્ઞાન દોષથી અવરાએલી અતિશય મૂઢ દયવાળી લજ્જા રહિત બનીને આ મહાપાપ-કર્મણી સાધ્વીએ સંસારના ઘોર દુઃખ આપનાર આવું-કેવું દુષ્ટ વચન ઉચ્ચાર્યું? કે મારા કાનના વિવરમાં પણ પ્રવેશ કરી શકતું નથી. તો ભવાન્તરમાં કરેલા અશુભ પાપકર્મના ઉદયના કારણે જે કંઈ દરિદ્ધતા, દુભાંગ્ય, અપયશ, ખોટા કલંક લાગવા, કુષ્ઠાદિક વ્યાધીના કલેશોના દુઃખો શરીરમાં થવા, આ વગેરે ઉત્પન્ન થાય છે. તેમાં કે ફેરફાર થતા નથી. કારણકે આગમમાં કહયું છે કે
[૧૧૪૨] પોતે જાતે ઉપાર્જન કરેલા દુઃખ કે સુખ કોણ કોઈને આપી શકે છે કે લઈ શકે છે? પોતે કરેલ કર્મ કોણ હરી શકે છે અને કોનું કર્મ હરણ કરી શકાય છે? પોતે કરેલ કર્મ અને ઉપાર્જન કરેલ સુખ કે દુઃખ પોતાને જ ભોગવવા પડે છે.'
[૧૧૪૩] એમ વિચારતા તે સાધ્વીજીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે દેવોએ કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો. તે કેવલી સાધ્વીજીએ મનુષ્યો દેવો અસુરોના તથા સાધ્વીઓના સંશયરૂપ અંધકારના પડલને દૂર કર્યો. ત્યાર પછી ભક્તિ ભરપૂર દયવાળી ૨જ્જા આયએિ પ્રણામ કરવા પૂર્વક પ્રશ્ન પૂછ્યો કે- હે ભગવંત! કયા કારણે મને આટલો મોટો મહાવેદનાવાળો વ્યાધિ ઉત્પન્ન થયો ? ત્યારે હે ગૌતમ ! જળવાળા, મેઘ અને ભિના શબ્દ સરખા મનોહર ગંભીર સ્વરવાળા કેવલીએ કહ્યું કે- હે દુષ્કરકારિકે તું સાંભળ- કે તારા શરીરનું વિઘટન કેમ થયું? તારું શરીર રક્ત અને પિત્તનાં દોષથી દુષિત થએલું હતું જ, વળી તેમાં તે સ્નિગ્ધ આહાર સાથે કરોળીયા જન્તવાળો આહાર ગળાડુબ ખાધો. બીજું એ પણ કારણ છે કે - આ ગચ્છમાં સેંકડો. સંખ્યા પ્રમાણ સાધુ-સાધ્વીઓ હોવા છતાં, જેટલા સચિત્ત પાણીથી માત્ર આંખો ધોઈ શકાય તેટલા અલ્પ પણ સચિત્ત જળનો ગૃહસ્થના કારણે કદાપિ પણ સાધુએ ભોગવટો કરી શકાતો નથી. તેને બદલે તેંતો વળી ગૌમુત્ર ગ્રહણ કરવા માટે જતાં જતાં જેના મુખ ઉપર નાસિકામાંથી ગળતા લીટ લપેટાયા હતા, ગળાના ભાગ પર તે લાગેલા હતા. તે કારણે બણબણતી માખીઓ ઉડતી હતી, એવા શ્રાવક પુત્રના મુખને સચિત જલથી પ્રક્ષાલન કર્યું તેવા સચિત્ત જળનો સંઘટ્ટો કરવાની વિરાધનાના કારણે દેવો અસુરોને વંદન કરવા લાયક અલંઘનીય એવી ગચ્છમયદાને પણ તોડી. પ્રવચન દેવતા આ તારું અઘટિત વર્તન સહન કરી શકી નહિં-કે સાધુ કે સાધ્વીજીએ પ્રાણના સંશયમાં પણ કુવા, તળાવ, વાવડી, નદી આદિના જળને હાથથી સ્પર્શ કરવાનો કહ્યું નહિં. વિતરાગ પરમાત્માઓએ સાધુ-સાધ્વી માટે સર્વથા અચિત્ત જલ હોય તે પણ સમગ્ર દોષથી રહિત હોય, ઉકળેલું હોય, તેનો જ પરિભોગ કરવા કહ્યું છે. તેથી દેવતાએ ચિંતવ્યું કે આ દુરાચારીને એવી રીતે શિક્ષા કરે કે જેથી તેની જેમ બીજી કોઈ આવા પ્રકારનું આચરણ કે પ્રવૃત્તિ ન કરે. એમ ધારી અમુક અમુક ચુર્ણનો યોગ જ્યારે તું ભોજન કરતી હતી ત્યારે તે દેવતાએ તારા ભોજનમાં નાખ્યો. તે દેવતાએ કરેલા પ્રયોગ આપણે જાણવા માટે સમર્થ થઈ શકતા નથી. આ કારણે તારું શરીર વિનાશ પામ્યું છે, પરન્તુ અચિત્ત જળ પીવાથી વિનાશ પામ્યું નથી.
તે સમયે રજ્જા-આયએ વિચાર્યું કે એ પ્રમાણે જ છે. કેવળીના વચનમાં ફેરફાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396