Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 360
________________ અધ્યયન-ચૂલિકા-૧ ૩પ૭ પરઠ, બેસતાં સંડાસગો સાંધાઓ સહિત પ્રમાર્જના ન કરે, તો તેને અનુક્રમે નવી અને આયંબિલ પ્રાયશ્ચિત. પાત્રા માત્રક કે કોઈ પણ ઉપકરણ દાંડો વગેરે જે કોઈ પદાર્થ સ્થાપન કરતાં મુક્તા લેતા ગ્રહણ કરતા આપતા અવિધિથી સ્થાપે મુકેલે ગ્રહણ કરે કે આપે, આ વગેરે અભાવિત ક્ષેત્રમાં કરે તો ચાર આયંબિલ અને ભાવિત ક્ષેત્રમાં ઉપસ્થાપન, દાંડો, રજોહરણ, પાદપ્રીંછનક અંદર પહેરવાનો સુતરાઉ કપડા, ચોલપટ્ટો, વષકિલ્પ કામળી પાવતુ મુહપત્તિ કે બીજા કોઈ પણ સંયમમાં ઉપયોગી એવા દરેક ઉપકરણો પ્રતિલેખન કર્યા વગર, દુષ્પતિલેખન કરેલા હોય, શાસ્ત્રમાં કહેલા પ્રમાણથી ઓછા કે અધિક વાપરે તો દરેક સ્થાનમાં ક્ષપણ ઉપવાસનું પ્રાયશ્ચિત. ઉપરના ભાગમાં પહેરવાનો કપડો, રજોહરણ, દંડક, અવિધિથી વાપરે તો ઉપવાસ, એકદમ રજોહરણ (કુહાડી માફક) ખભે સ્થાપન કરે તો ઉપસ્થાપન શરીરના અંગો કે ઉપાંગો મર્દન કરાવે તો ઉપવાસ, રજોહરણને અનાદરથી પકડવો ચઉથ પ્રમત્તભિક્ષની બેકાળજીથી અણધારી મુહપત્તિ વગેરે કોઈપણ સંયમના ઉપકરણ ખોવાઈ જાય, નાશ પામે તો તેનાં ઉપવાસથી માંડીને ઉપસ્થાપન, યથાયોગ્ય ગવેષણા કરી ખોળે, મિચ્છામિ દુક્કડું આપે, ન મળે તો વોસિરાવે, મળે તો ફરી ગ્રહણ કરે. ભિક્ષુઓને અપૂકાય અને અગ્નિકાયનાં સંઘટ્ટણ વગેરે એકાંતે નિષેધેલા છે. જે કોઈને જ્યોતિ કે આકાશમાંથી પડતા વરસાદના બિન્દુઓ વડે ઉપયોગ સહિત કે ઉપયોગ રહિતપણે અણધાર્યા સ્પર્શ થઈ જાય તો તે માટે આયંબિલ કહેલું છે. સ્ત્રીઓનાં અંગના અવયવોને લગાર પણ હાથથી, પગથી, દંડથી, હાથમાં પકડેલા તણખલાના અગ્રભાગથી, કે ખભાથી સંઘટ્ટો કરેતો પારચિત પ્રાયશ્ચિત સાધુને હોય. બાકીના ફરી પણ પોતાના સ્થાને વિસ્તારથી કહેવાશે. [૧૩૮૨-૧૩૮૪] એમ કરતાં ભિક્ષા સમય આવી પહોંચ્યો. હે ગૌતમ ! આ અવસરે પિંડેસણા-શાસ્ત્રમાં કહેલા વિધિથી દીનતા વગરના મનવાળો ભિક્ષુ બીજ અને વનસ્પતિકાય, પાણી કાદવ, પૃથ્વીકાયને વર્જતો, રાજા અને ગૃહસ્થો તરફથી થતા વિષમ ઉપદ્રવો, -કદાગ્રહીઓને છોડતો, શંકાસ્થાનોનો ત્યાગ કરતો. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિમાં ઉપયોગવાળો, ગોચરચયમાં પ્રાભૃતિક નામના દોષવાળી ભિક્ષા ન વજૅતો તેનું ચોથભક્ત પ્રાયશ્ચિત જણાવવું. જો તે ઉપવાસી ન હોય તો સ્થાપના કુલોમાં પ્રવેશ કરે તો ઉપવાસ, ઉતાવળમાં પ્રતિકુલ વસ્તુ ગ્રહણ કર્યા પછી તરત જ નિરુપદ્રવ સ્થાનમાં ન પરઠવે તો ઉપવાસ, અકથ્ય વસ્તુ ભિક્ષામાં ગ્રહણ કરે તો યથાયોગ્ય ઉપવાસ વગેરે, કથ્ય પદાર્થનો પ્રતિષેધ કરે તો ઉપસ્થાપન, ગોચરી લેવા માટે નિકળેલો ભિક્ષ વાતો વિકથા બંને પ્રકારના કથા કહેવાની પ્રસ્તાવના કરે, ઉદીરણા કરે, કહેવા લાગે, સાંભળો તો છઠ્ઠ પ્રાયશ્ચિત, ગોચરી કરીને પાછા આવ્યા પછી લાવેલા આહાર પાણી ઔષધ તથા જેણે આપ્યા હોય, જેવી રીતે ગ્રહણ કર્યું હોય, તે પ્રમાણે અને તે ક્રમે જો આલોવે નહિં તો પુરિમુઢા, ઈરિયું પ્રતિક્રમ્યા સિવાય ભાત પાણી વગેરે આલોવે નહિ તો પુરિમુઢ રજયુક્ત પગોને પ્રમાર્યા વગર ઈરિયા પ્રતિક્રમે તો પુરિમષ્ઠ, ઈરિય પડિક્કમવાની ઈચ્છાવાળો પગની નીચેના ભૂમિ ભાગને ત્રણ વખત ન પ્રમાર્જન કરે તો નિવી, કાન સુધી અને હોઠ ઉપર મુહપતિ રાખ્યા વગર ઈરિયા પ્રતિક્રમે તો મિચ્છામિ દુક્કર્ડ અને પુરિમુઢ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396