Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 374
________________ અધ્યયન-૮ચૂલિકા-૨ ૩૭૧ દિવસનો ભૂખ્યો થએલો વિષાદ પામેલો તે સુજ્ઞશિવ વિચારવા લાગ્યો કે શું હવે આ બાલિકાને મારી નાખીને ભૂખ ભાંગુ કે તેનું માંસ વેચીને કાંઈક વણિક પાસેથી અનાજ ખરીદીને મારા પ્રાણને ધારણ કર્યું. હવે બીજો કોઈ જીવવાનો ઉપાય મારા માટે રહેલો નથી. અથવા તો ખરેખર મને ધિક્કાર થાઓ, આમ કરવું ઉચિત નથી. પરંતુ જીવતી જ તેને વેચી નાંખ્યું. એમ વિચારીને મહાદ્ધિવાળા ચૌહે વિદ્યા સ્થાનના પરિણામી એવા ગોવિંદ, બ્રાહ્મણના ઘરે સુજ્ઞશ્રીને વેચી નાંખી એટલે ઘણા લોકોના તિરસ્કારના શબ્દોથી ઘવાએલો તે પોતાના દેશનો ત્યાગ કરીને સુજ્ઞશિવ બીજા દેશાન્તરમાં ગયો. ત્યાં જઈને પણ હે ગૌતમ! એ જ પ્રમાણે બીજાની કન્યાઓનું અપહરણ કરી કરીને બીજા સ્થળે વેચી વેચીને સુજ્ઞશિવે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. તે અવસરે દુકાળ સમયના કંઈક અધિક આઠ વર્ષ પસાર થયા ત્યારે તે ગોવિંદ શેઠનો સમગ્ર વૈભવ ક્ષય પામ્યો. હે ગૌતમ ! વૈભવ વિનાશ પામવાના કારણે વિષાદ પામેલા ગોવિંદ બ્રાહ્મણે ચિંતવ્યું કે હવે મારા કુટુંબનો વિનાશકાલ નજીક આવ્યો છે. વિષાદ પામતા મારા બંધુઓને અર્ધક્ષણ પણ જોઈ શકવા સમર્થ નથી. તો હવે અત્યારે મારે શું કરવું ? એમ વિચારતા એક ગૌકુલના સ્વામીની ભાયી આવી પહોંચી ખાવાના પદાર્થો વેચવા આવેલી તે ગોવાલણ પાસેથી તે બ્રાહ્મણની ભાયએ ડાંગરના માપથી ઘણા ઘીના અને ખાંડના બનાવેલા ચાર લાડુઓ ખરીદ કર્યો. ખરીદ કરતાં જ બાળકો લાડુઓ ખાઈ ગયા. મહીચારીએ કહ્યું કે અરે શેઠાણી ! અમને બદલામાં આપવાની - ડાંગરની પાલી આપી દો. અમારે જલ્દી ગોકુળમાં પહોંચવું છે. હે ગૌતમ ! ત્યાર પછી બ્રાહ્મણીએ સુજ્ઞશ્રીને આજ્ઞા કરી કે અરે રાજાએ ભેંટણામાં જે મોકલ્યું છે, તેમાં જે ડાંગરનું માટલું છે. તેને જલ્દી ખોળીને લાવ જેથી આ ગોવાલણને આપું. સુવાશ્રી જેટવામાં તે ખોળવા માટે ઘરમાં ગઈ પણ તે તંદુલનું ભાજન જોયું નહીં. બ્રાહ્મણીને કહ્યું કે નથી. ફરી બ્રાહ્મણીએ કહ્યું. અરે ! અમુક ભાજન ઉચુ કરીને તેમાં જો અને ખોળીને લાવ ફરી તપાસ કરવા માટે આંગણમાં ગઈ પણ તે તંદુલનું ભાજન જોયું નહિ. બ્રાહ્મણીએ કહ્યું કે નથી. ફરી બ્રાહમણીએ કહ્યું અરે! અમુક ભાજન ઉંચુ કરીને તેમાં મે અને ખોળીને લાવ. ફરી તપાસ કરવા માટે આંગણામાં ગઈ અને ન જોયું ત્યારે બ્રાહ્મણીએ જાતે ત્યાં આવીને તપાસ કરી તો તેના જેવામાં પણ તે ભાજન ન આવ્યું. અતિવિસ્મય પામેલા મનવાળી ફરી બારીકાઈથી દરેક સ્થળે તપાસવા લાગી. દરમ્યાન એકાન્ત સ્થલમાં વેશ્યા સાથે ઓદનનું ભોજન કરતાં પોતાના મોટા પુત્રને જોયો. તે પુત્રે પણ તેના તરફ નજર કરી. સામે આવતી માતાને દેખીને અધન્ય પુત્રે ચિંતવ્યું કે ઘણે ભાગે માતા અમારા ચોખા ઝુંટવી લેવા આવતી જણાય છે, તો જે તે નજીક આવશે તો હું તેને મારી નાંખીશ – એમ ચિંતવતા પુત્રે દુર રહેલો અને નજીક આવતી બ્રાહ્મણી માતાને મોટા શબ્દથી કહ્યું કે હે ભટ્ટીદારિકા ! જો તું અહીં આવીશ તો પછી તું એમ ન કહીશ કે મને પહેલાં ન કહ્યું. નક્કી હું તને મારી નાંખીશ. આવું અનિષ્ટ વચન સાંભળીને ઉલ્કાપાતથી હણાએલી હોય તેમ ધસ કરતાંક ભૂમિ ઉપર ઢળી પડી. મુચ્છવિશ બ્રાહ્મણી બહાર પાછી ન ફરી એટલે મહીયારીએ કેટલોક સમય રાહ જોયા પછી સુજ્ઞશ્રીને કહ્યું કે અરે બાલિકા! અમોને મોડું થાય છે, માટે તમારી માતાને જલ્દી કહો કે તમે અમને ડાંગરનો પાલો આપો. જે ડાંગરનો પાલો ન જણાય કે ન મળતો હોય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396