Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 376
________________ - - - - - - અધ્યયન-૮ચલિકા-૨ ૩૭૭ પ્રકારના નિધાન સ્વરૂપ છે. આરાધનીય છે. પોષવા યોગ્ય છે, પાલનીય છે. કરણીય છે, આચરણીય છે, સેવનીય છે, ઉપદેશનીય છે, કથનીય છે, ભણવાલાયક છે, પ્રરૂપણીય છે, કરાવવા લાયક છે, ધર્મ ધ્રુવ છે. શાશ્વતો છે, અક્ષય છે, સ્થિર રહેનાર છે. સમગ્ર સુખનો ભંડાર છે. ધર્મ અલજ્જનીય છે, ધર્મ એ અતુલ બલ, વીર્ય, સંપૂર્ણ સત્ત્વ, પરાક્રમ સહિતપણું મેળવી આપનાર થાય છે. પ્રવર, શ્રેષ્ઠ, ઈષ્ટ, પ્રિય, કાન્ત દષ્ટિજનનો સંયોગ કરાવી આપનાર હોય તો ધર્મ છે. સમગ્ર અસુખ, દારિદ્રય, સંતાપ, ઉદ્વેગ, અપયશ, ખોટાં આળ પ્રાપ્ત થવાં, વૃદ્ધાવસ્થા, મરણ વગેરે સમગ્ર ભયનો સર્વથા નાશ કરનાર, જેની તુલનામાં કોઈ ન આવી શકે તેવો સહાયક, ત્રણ લોકમાં અજોડ એવો નાથ, હોય તો માત્ર એક ધર્મ છે. માટે હવે કુટુમ્બ સ્વજનવર્ગ, મિત્ર, બધુ વર્ગ, ભંડાર આદિ આલોકના પદાર્થોથી પ્રયોજન નથી. વળી આ ઋદ્ધિ - સમૃદ્ધિ ઈન્દ્ર ધનુષ, વિજળી, લતાના આટોપ કરતાં અધિક ચંચળ, સ્વપ્ન અને ઈન્દ્ર જળ સરખી, દેખતા સાથે જ ક્ષણમાં અદ્રશ્ય થનારી નાશવંત, અધ્રુવ, અશાશ્વત, સંસારની પરંપરા વધારનાર, નારકમાં ઉત્પન થવાના કારણભુત, સદ્ગતિના માર્ગમાં વિદ્ધ કરનાર, અનંત દુઃખ આપનાર છે. અરે લોકો ! ધર્મ માટેની આ વેળા અતિ દુર્લભ છે. સમ્યગુ-દર્શન-જ્ઞાનચારિત્રરૂપ ધર્મને સાધી આપનાર, આરાધના કરાવનાર, અનુપમ સામગ્રી યુક્ત આવો સમય ફરી મળવાનો નથી. વળી મળેલું આ શરીર નિરંતર રાતદિવસ દરેક ક્ષણે અને દરેક સમયે ટૂકડે ટૂકડા થઈને સડી રહેલું છે. દિન-પ્રતિદિન શિથિલ બનતું જાય છે. ઘોર, નિષ્ફર, અસભ્ય, ચંડ, જરારૂપી વજશિલાના પ્રતિઘાતથી ચૂરેચૂરા થઈને સેંકડો તડ પડેલા જીર્ણ માટીના હાંડલા સરખું, કશા કામમાં ન આવે તેવું, તદ્દન નિરુપયોગી બની ગયું છે. નવા ફણગા ઉપર લાગેલા જલબિન્દુની જેમ ઓચિન્હ અર્ધક્ષણની અંદર એકદમ આ જીવિત ઝાડ પરથી ઉડતા પક્ષીની માફક ઉડી જાય છે. પરલોક માટે ભાથું ન ઉપાર્જન કરનારને આ મનુષ્ય જન્મનિષ્ફલ છે તો હવે નાનામાં નાનો પ્રમાદ પણ કરવા હવે હું સમર્થનથી. આ મનુષ્યપણામાં સર્વકાલ મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન ભાવવાળા બનવું જઈએ. તે આ પ્રમાણે સમગ્ર જીવોના પ્રાણોના અતિપાતની ત્રિવિધત્રિવિધે વિરતિ, સત્ય વચન બોલવું, દાંત ખોતરવાની સળી સરખી કે લોન્ચ કરવાની રાખ સરખી નિર્મુલ્ય વસ્તુ પણ વગર આપેલી ગ્રહણ ન કરવી. મન-વચન-કાયાના યોગો સહિત અખંડિત અવિરાજિત નવગુપ્તિ સહિત પરમ પવિત્ર સર્વકાલ દુર્ધર બ્રહ્મચર્યવ્રતને ધારણ કરવું. વસ્ત્ર, પાત્ર, સંયમના ઉપકરણ ઉપર પણ નિર્મમત્વ, અશન-પાનાદિક ચારે આહારનો રાત્રિએ ત્યાગ કરવો, ઉગમ-ઉત્પાદના એષણાદિકમાં પાંચ દોષોથી મુક્ત થવું, પરિમિત કાલ ભોજન કરવું પાંચ સમિતિનું શોધન કરવું. ત્રણ ગુપ્તિથી ગુપ્ત થવું, ઈયસમિતિ વગેરે ભાવનાઓ, અનશનાદિક તપનું ઉપધાનનું અનુષ્ઠાન કરવું. માસાદિક ભિક્ષુની બાર પ્રતિમાઓ, વિચિત્ર પ્રકારના દ્રવ્યાદિક અભિગ્રહો, અસ્નાન, ભુમિશયન, કેશલોચ, શરીરની ટાપટીપ ન કરવી, હંમેશા સર્વકાલ ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું. ક્ષુધા તરશ વગેરે પરિષહોને સહન કરવું. દિવ્યાદિક ઉપસર્ગો ઉપર વિજય મેળવવો. મળે કે ન મળે બંનેમાં સમભાવ રાખવો. અથવા મળેતો ધર્મવૃદ્ધિ, ન મળે તો તપોવૃદ્ધિ, તેવી ભાવના રાખવી. વધારે કેટલું વર્ણન કરવું? અરે! લોકો ! અ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396