Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 387
________________ ૩૮૪ મહાનિસીહ-૮-૧૫૧૧ માનો છો કે આપની સાથે કપટથી વાત કરું છું ! વળી ખાસ કરીને આલોચના આપતી વખતે આપની સાથે કપટ કરાય જ નહિ. આ મારી વાત નિશંકપણે સાચી માનો. કોઈ પ્રકારે તે વખતે બીલકુલ મેં નેહરાગની અભિલાષાથી કે રાગ કરવાની અભિલાષાથી આપની તરફ દ્રષ્ટિ કરી ન હતી, પરંતુ આપની પરીક્ષા કરવા, તમે કેટલા પાણીમાં છો, શીલમાં કેટલા દ્રઢ છો, તેની પરીક્ષા કરવા માટે નજર કરી હતી. એમ બોલતી કર્મપરિણિતિને આધીન થએલી બદ્ધ - ધૃષ્ટ નિકાચિત એવું ઉત્કૃષ્ટ સ્થિતિવાળું સ્ત્રી નામ કર્મ ઉપાર્જન કરી વિનાશ પામી, હે ગૌતમ કપટ કરવાના સ્વાભાવથી તે રાજકુલ બાલિકા નરેન્દ્ર શ્રમણીએ ઘણા લાંબા કાળનો નિકાચિત સ્ત્રીવેદ ઉપાર્જન કર્યો. - ત્યાર પછી હે ગૌતમ ! શિષ્યગણ પરિવાર સહિત મહા આશ્ચર્ય ભૂત સ્વયંબુદ્ધ કુમાર મહર્ષિએ વિધિપૂર્વક આત્માની સંલેખના કરીને ૧ માસનું પાદપોપગમન અનસન કરીને સમેત પર્વતના શિખર ઉપર કેવલીપણે શિષ્યગણના પરિવાર સાથે નિવણિ પામી મોક્ષે ગયા. [૧૫૧૨] હે ગૌતમ ! તે રાજકુલબાલિકા નરેન્દ્ર શ્રમણી તે માયાશલ્યના ભાવદોષથી વિકુમાર દેવલોકમાં સેવક દેવોમાં સ્ત્રી નોળીયા રૂપે ઉત્પન થઈ. ત્યાંથી ચવીને ફરી ફરી ઉત્પન્ન થતી અને મૃત્યુ પામતી મનુષ્ય અને તિર્યંચ ગતિમાં સમગ્ર દૌભગ્ય દુઃખ દારિદ્ર, પામતી સમગ્ર લોકથી પરાભવ-અપમાન, તિરસ્કાર પામતી પોતાના કર્મના ફલને અનુભવતી હે ગૌતમ! યાવતું કોઈ પ્રકારે કર્મનો ક્ષયોપશમ - ઓછા થવાના કારણે ઘણા ભવો ભ્રમણ કર્યા પછી આચાર્યપદ પ્રાપ્ત કરીને નિરતિચાર શ્રમણપણે યથાર્થ પરિપાલન કરીને સર્વ સ્થાનમાં સર્વ પ્રમાદના આલંબનથી મુક્ત થઈને સંયમ ક્રિયામાં ઉદ્યમ કરીને તે ભવમાં માયાથી કરેલા ઘણા કમ બાળીને ભસ્મ કરીને હવે માત્ર અંકુર સરખો ભવ બાકી રાખેલો છે, તો પણ હે ગૌતમ ! જે તે સમયે રાગવાળી દ્રષ્ટિની આલોચના ન કરી તે કર્મના દોષથી બ્રાહ્મણની સ્ત્રી પણે ઉત્પન્ન થઈ. તે રાજકુલબાલિકા નરેન્દ્ર શ્રમણી (રૂપી સાધ્વી)નો જીવ નિર્વાણ પામ્યો. [૧૫૧૩ હે ભગવંત! જે કોઈ શ્રમણપમણાનો ઉદ્યમ કરે તે એક વગેરે યાવત્ સાત આઠ ભાવોમાં નક્કી સિદ્ધિ પામે તો પછી આ શ્રમણીને કેમ ઓછા કે અધિક નહિં એવા લાખો ભવો સુધી સંસારમાં ભ્રમાર કરવું પડ્યું. હે ગૌતમ ! જે કોઈ નિરતિ ચાર શ્રમણપણું નિવહ કરે તે નક્કી એકથી માંડી આઠ ભવ સુધીમાં સિદ્ધિ પામેજે કોઈ સુક્ષ્મ કે બાદર જે કોઈ માયા શલ્યવાળા હોય, અપકાયનો ભોગવટો કરે, તેઉકાયનો ભોગવટો કરે, કે મૈથુન કાર્ય કે તે સિવાય બીજો કોઈ આજ્ઞાભંગ કરીને શ્રમણ પણામાં અતિચાર લગાડે તે લાખ ભવ કરીને ભટકીને પછી સિદ્ધિ મેળવવાનો લાભ મેળવવા યોગ્યતા પ્રાપ્ત કરશે. કારણકે શ્રમણ પણું મેળવીને પછી જો તેમાં અતિચાર લગાડે તો બોધિપણું દુઃખથી મેળવે. હે ગૌતમ ! આ તે બ્રાહ્મણીના જીવે આટલી અલ્પ માત્ર માયા કરી હતી તેનાથી આવા દારુણ વિપાકો ભોગવવા પડ્યા. [૧૫૧૪] હે ભગવંત ! તે મહીયારી-ગોકુલપતિ પત્નીને તેઓએ ડાંગસું ભાજન આપ્યું કે ન આપ્યું ? અથવા તો તે મહીયારી તેઓની સાથે સમગ્ર કમનો ક્ષય કરીને નિર્વાણ પામી હતી? હે ગૌતમ! તે મહિયારીને તંદુલ ભાજન આપવા માટે શોધ કરવા જતી હતી ત્યારે આ બ્રાહ્મણીની પુત્રી છે એમ ધારીને જતી હતી ત્યારે વચ્ચેથી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396